ગુજરાતના યુવાનો હવે શિક્ષણની સાથે જ તાલીમ અને રોજગાર મેળવી રહ્યા છેઃ CM

CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ABVP એ રાષ્ટ્ર ઘડતર, ચારિત્ર્ય ઘડતર, રાષ્ટ્રહિત અને સમાજ સેવા સહિતની અનેક પહેલને એક છત્ર નીચે સમાવિષ્ટ કરી ચાલતું સંગઠન છે. યુવાનોને રાષ્ટ્રહિત માટે મક્કમ બનાવવામાં ABVP ની ભૂમિકા અતિ મહત્વની છે. આ સંગઠને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો માર્ગ અપનાવ્યો છે. સ્વતંત્રતા સંગ્રામના ગુમનામ નાયકોના બલિદાનની વાતો પણ એ.બી.વી. પી. એ લોકો સુધી પહોંચાડી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

CM ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં આયોજીત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના 54માં અધિવેશનનો પ્રારંભ કરાવી ઉપસ્થિત યુવાનોને સંબોધન કર્યું હતું. CMએ આ સંદર્ભે વધુમાં કહ્યું કે, ભારત અત્યારે સૌથી વધુ યુવાનોની સંખ્યા ધરાવતો દેશ છે. યુવાશક્તિના યોગદાનથી રાષ્ટ્રને વધુ મજબૂત બનાવવાની સરકારની નેમ છે. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ દેશ સ્વતંત્રના 75 વર્ષ પૂર્ણ કરી આઝાદીના અમૃત કાળમાં પ્રવેશ્યો છે. અમૃતકાળમાં દેશના વિકાસ માટે યુવાનોની ભૂમિકા અગત્યની છે.

CMએ તેમના પ્રેરક ઉદબોધનમાં કહ્યું કે ગોહિલવાડની ધન્ય ધરા પર જ્ઞાન, શિલ અને એકતાના સમગ્ર સમન્વય થકી રાષ્ટ્રનિર્માણ કાર્ય ABVPના આ અધિવેશન દ્વારા થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પરિવર્તન ક્રાંતિ સાથે ABVP કદમ મિલાવી રહી છે. રાષ્ટ્રહિતને સર્વોપરિ માની આગળ ચાલનારી ABVP મા ભારતી સર્વોચ્ચ શીખરે બિરાજે તેવા કર્યો કરશે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

તેમણે ઉમેર્યું કે, વૈશ્વિક કક્ષાના શૈક્ષણિક કોર્ષ અત્યારે ગુજરાતમાં ઘરઆંગણે ઉપલબ્ધ છે. હવે યુવાનો શિક્ષણની સાથે જ તાલીમ અને રોજગાર મેળવી રહ્યા છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના સહિતની યોજનાઓ દ્વારા આપણા યુવાનો જોબ સિકર નહીં પરંતુ જોબ ગિવર બન્યા છે.

CMએ યુવાનોને રાષ્ટ્રનિર્માણમાં જોડવાનું આહ્વાન કરતી પંક્તિઓ ‘ઉઠો જવાન દેશ કી વસુંધરા પુકારતી, યે દેશ હૈ પુકારતા, પુકારતી મા ભારતી’ નું પઠન કરી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રહિતની આહલેક જગાવી હતી.

આ તકે પ્રાસંગિક ઉદબોધનમાં સ્વાગત સમિતિનાં અધ્યક્ષ કોમલકાંત શર્માએ જણાવ્યું કે, અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 54 મું અધિવેશન મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નગરી ખાતે યોજાઈ રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની છાત્ર શક્તિઓ માટે શિક્ષણની સાથે રાષ્ટ્રિયભક્તિનાં પ્રદર્શનની ત્રણ દિવસ ઉજવણી કરવામાં આવનાર છે.

પ્રદેશ અધ્યક્ષ ડો. સંજય ચૌહાણે જણાવ્યું હતું કે, CM ભુપેન્દ્ર પટેલનો વિદ્યાર્થી પરિષદ સાથે જૂનો સંબંધ છે, આજે ગુજરાતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં બે લાખથી વધુ સદસ્યતા ધરાવતું સંગઠન બન્યું છે. આ ઉપરાંત સમાજમાં જાગૃતિ ફેલાવવામાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠન કાર્યરત છે.

સરદાર વલ્લભ પટેલને યાદ કરતાં અતિથિ વિશેષ ડો. છગન પટેલે જણાવ્યું કે, ભારતના રજવાડાઓનું એકત્રીકરણ કરવામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ પોતાનું રજવાડું સૌપ્રથમ દેશ ને સમર્પિત કર્યું એ ભાવનગરની પ્રજાનો દેશ પ્રત્યેનો ભાવ વ્યક્ત કરે છે. આઝાદીના અમૃત મહોત્સવની સાથે આ સંગઠનનો પણ અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.