હવે સરકારી ભરતી વર્ષોમાં નહીં, મહિનાઓમાં પૂર્ણ થશે’, GARCએ આ 9 મોટી ભલામણો કરી

ગુજરાતમાં સરકારી નોકરી માટે રાત-દિવસ મહેનત કરતા લાખો યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારી ભરતી પ્રક્રિયામાં થતા અસહ્ય વિલંબને નિવારવા માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)એ એક ક્રાંતિકારી બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપરત કરેલા છઠ્ઠા અહેવાલમાં ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શક અને સરળ બનાવવા માટે 9 મહત્ત્વપૂર્ણ ભલામણો કરી છે.

જે ભરતીપ્રક્રિયામાં 3 સ્ટેજ હોય એ 9-12 મહિનામાં અને જેમાં 2 સ્ટેજ હોય એ પ્રક્રિયા 6-9 મહિનામાં પૂર્ણ કરવાની તથા ભવિષ્યમાં આ સમયગાળાથી પણ ઓછા સમયમાં ભરતીપ્રક્રિયા પૂર્ણ થાય એ મુજબની ભલામણ કરવામાં આવી છે.

અહેવાલમાં ભલામણ કરવામાં આવી છે કે, દર વર્ષે 2 નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો નક્કી કરીને તમામ વિભાગો દ્વારા ઓનલાઇન માગણાપત્રક સબ્મિટ કરવાની વ્યવસ્થા સાથે ભરતી નિયમો, પરીક્ષા નિયમો તેમજ ટ્રેનિંગ નિયમો માટે એક કેન્દ્રીય સેલની રચના કરવાની ભલામણ કરવામાં આવી છે આને પરિણામે ભરતીપ્રક્રિયા માટે જરૂરી નિયમો ખૂબ ઝડપથી આખરી થઇ શકશે અને ભરતીપ્રક્રિયા ઝડપી બનશે.

સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતી વિવિધ કેડરો માટે સંયુક્ત પ્રીલિમ્સ તથા વિષયવાર મેઇન્સ પરીક્ષા આયોજિત કરીને ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવા અને એનાથી સમાન પ્રકારની કેડર માટે અલગ-અલગ પરીક્ષા પાછળ થતા વહીવટી અને નાણાકીય ખર્ચમાં ઘણો ઘટાડો કરીને ભરતીપ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઇ શકે એમ સૂચવવામાં આવ્યું છે.

GARC-Report1
divyabhaskar.co.in

GARCના આ અહેવાલમાં ઉમેદવાર આધારિત યુનિક ID પર એન્ડ ટૂ એન્ડ ડેશબોર્ડ, જેમાં અરજીથી લઈને નિમણૂક સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ટ્રૅક કરી શકાય એવી વ્યવસ્થા સાથે જિલ્લાવાર પોસ્ટિંગ માટે ડિજિટલ માધ્યમથી જિલ્લા પસંદગીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે એવી ભલામણ પણ થઈ છે.

અત્યારે થતી મેન્યૂઅલ ચકાસણીને બદલે પૂરી રીતે દસ્તાવેજની ડિજિટલ ચકાસણી તથા ડિજી-લોકરની જેમ જ API-લિંક્ડ ડેટાબેઝ અને યુનિક ઉમેદવાર ડોક્યુમેન્ટ રજિસ્ટ્રીની રચનાથી ભરતી કરતી સંસ્થા અને સરકારી વિભાગો વચ્ચે ઉમેદવારોના દસ્તાવેજો સરળતાથી મોકલી શકાશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ખૂબ પ્રભાવી બનશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની વિવિધ તબીબી તજજ્ઞોની ભરતી માટે નવા મેડિકલ સર્વિસીઝ રિક્રૂટમેન્ટ બોર્ડ (MSRB)ની રચના કરવાની તેમજ GSSSB, GPSSB અને GPRBને ગુજરાત જાહેર સેવા આયોગની સમકક્ષ જરૂરી વહીવટી અને આર્થિક સ્વાયત્તતા આપવાની ભલામણ આ અહેવાલમાં થઈ છે.

રાજ્યમાં શક્ય એટલી પરીક્ષાઓ કોમ્પ્યુટર બેઝ્ડ લેવામાં આવે અને આવી પરીક્ષાની અસરકારક દેખરેખ માટે દરેક ભરતી એજન્સીમાં એક અલગ એક્ઝામ મોનિટરિંગ યુનિટ (EMU)ની સ્થાપના કરવામાં આવે એવી ભલામણ પણ કરવામાં આવી છે.

એકીકૃત ડિજિટલ પોર્ટલ દ્વારા તમામ સ્ટેકહોલ્ડર્સ (વિભાગો–એજન્સીઓ–ઉમેદવારો) વચ્ચે માહિતીની આપ-લે શક્ય બનશે અને ઉમેદવારોએ એક જ પ્રકારના દસ્તાવેજો વારેઘડીએ અલગ અલગ ભરતી સંસ્થાઓ સમક્ષ રજૂ કરવાની જરૂરિયાત ન રહે એવી વ્યવસ્થાથી ઇઝ ઓફ ડુંઇગ બિઝનેસના અભિગમ સાથે એકરૂપતાની ભલામણ કરવામાં આવેલી છે.

ભવિષ્યનું પ્લાનિંગ અત્યારથી જ થશે. દરેક વિભાગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 10 વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરવામાં આવશે. જેમાં ઈમરજન્સી સર્વિસ અને ક્રિટિકલ કેડરની ભરતીને પ્રાથમિકતા આપવામાં આવશે.

About The Author

Related Posts

Top News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.