- Coronavirus
- સ્પુતનિક V કોરોના વેક્સીન બનાવનારા રશિયન વૈજ્ઞાનિકનું ગળું દબાવીને કરાઇ હત્યા
સ્પુતનિક V કોરોના વેક્સીન બનાવનારા રશિયન વૈજ્ઞાનિકનું ગળું દબાવીને કરાઇ હત્યા

રશિયન કોવિડ વેક્સીન સ્પુતનિક V બનાવનારા વૈજ્ઞાનિક એન્ડ્રી બોટિકોવનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી છે. રશિયન અધિકારીઓએ કહ્યું કે, શુક્રવારે બોટિકોવના શબને તેમના અપાર્ટમેન્ટમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું. પહેલી નજરમાં વૈજ્ઞાનિકની હત્યા ગળું દબાવીને કરવાના પ્રમાણ મળ્યા છે. ત્યારબાદ મોસ્કો પોલીસે આખી ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. 47 વર્ષીય એન્ડ્રી બોટિકોવ રશિયાના ઉચ્ચ વાયરોલૉજિસ્ટમાંથી એક છે.
તેઓ એ 18 વાયરોલૉજિસ્ટની ટીમમાં સામેલ હતા, જેમણે ગેમાલેયા નેશનલ રિસર્ચ સેન્ટરમાં સ્પુતનિક V વેક્સીન પર કામ કર્યું હતું. બોટિકોવને ઓર્ડર ઓફ મેરિટ ફોર ધ ફાધરલેન્ડ સન્માન પણ મળી ચૂક્યું છે. સ્પુતનિક V વેક્સીનને દુનિયાની પહેલી કોરોના વિરોધી વેક્સીન માનવામાં આવે છે. તેને દુનિયામાં વર્ષ 2020માં પોતે જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક નવા ભવ્ય સમારોહમાં લોન્ચ કરી હતી.
❗️ One of the creators of the Russian vaccine "Sputnik V" was killed in Moscow
— NEXTA (@nexta_tv) March 3, 2023
He was strangled by a "rent boy", with whom the scientist did not agree on the price after a fun night.
Andrei Botikov worked as a senior researcher at the Center of Epidemiology and Microbiology. pic.twitter.com/F3BIhOc8Fu
તેમણે દાવો કર્યો હતો કે, તેમની નાનકડી દીકરીએ પહેલા જ આ વેક્સીનનો ડોઝ લીધો છે. જો કે, ત્યારે અમેરિકા સહિત ઘણા દેશોએ રશિયન વેક્સીનના આ દાવા પર શંકા વ્યક્ત કરી હતી. સૌથી પહેલા લોન્ચ થવા છતા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ લાંબા સમય સુધી આ વેક્સીનને પોતાની મંજૂરી આપી નહોતી. ભારતે રશિયા સાથે સ્પુતનિક V વેક્સીન ખરીદવાની ડીલ પણ કરી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમના ઘરમાં ભરાયેલા એક અજાણ્યા ઇસમે હુમલો કર્યો.
હવે રશિયાની ઉચ્ચ એજન્સી (ઇન્વેસ્ટિગેશન કમિટી ઓફ રશિયા) આ ઘટનાની તપાસ કરી રહી છે. આ મામલે એક 29 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપ છે કે, આ હુમલાવરે અસહમતીના કારણે વૈજ્ઞાનિકને બેલ્ટથી માર્યા હતા. ICRના મોસ્કો ડિવિઝને જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે એક ગુનાહિત તપાસ ચાલી રહી હતી અને હુમલાવરને ઓછામાં ઓછા સમયમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસનો દાવો છે કે, પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના ગુનાને સ્વીકાર્યો છે.
રશિયન મીડિયા મુજબ, શંકાસ્પદનું નામ આલેક્સી ઝેડ છે અને તે પહેલા સેક્સ સેવાઓ પ્રદાન કરવા માટે 10 વર્ષ જેલમાં રહી ચૂક્યો છે. બોટિકોવ દેશમાં એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતો અને તેમણે વેક્સીન પર કામ કરવા માટે ઓર્ડર ઓફ મેરિટ ફોર ધ ફાધરલેન્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. સ્પુતનિક V વેક્સીન પર પોતાના કામથી પહેલા, બોટિકોવે રશિયન ટેસ્ટ કલેક્શન ઓફ વાયરસીસ DY ઈવાનોવ્સ્કી ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલૉજિમાં એક વરિષ્ઠ વૈજ્ઞાનિકના રૂપમાં કામ કર્યું છે.