એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

ભાજપ એક કેડર બેઝ પક્ષ તરીકે ઓળખ ધરાવે છે. હા એ વાત જુદી છે કે ગુજરાતમાં વર્ષ  2017 થી 2025 સુધી સંગઠન ડખે ચઢ્યું, કાર્યકર્તાઓની લાગણીઓ દુભાઈ અને પાયાના કાર્યકર્તાઓએ અપમાનો પણ સહન કર્યા પરંતુ આ સમીકરણો વચ્ચે પણ કાર્યકર્તાઓએ  મર્યાદા દાખવી અને પક્ષને ક્યાંય નુકસાન થવા દીધું નહીં! અને હવે સમયનું ચક્ર ફર્યું છે. કહેવાય છેને કે સત્તા ક્યારેય કોઈ એકની થઈને ટકતી નથી. 

Photo-(2)

હાલ ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર છે, જેમાં મુખ્યમંત્રીની ભૂમિકામાં મૃદુ સ્વભાવના ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી ની ભૂમિકામાં યુવા તરવરિયા નેતા હર્ષ સંઘવી જવાબદારી નિભાવી રહ્યા છે. બીજી બાજુ પક્ષની કરોડરજ્જુ સમા સંગઠનમાં વાલીના ગુણ ધરાવતા જગદીશ પંચાલ ગુજરાત ભાજપ અધ્યક્ષની ભૂમિકામાં છે. 

ભાજપમાં સરકાર અને સંગઠન ના કાર્યો અને ભૂમિકાઓ અલગ અલગ રહે છે. સરકાર ના કાર્યમાં સંગઠનની કોઈજ ભૂમિકા હોતી નથી. સરકાર પ્રત્યક્ષ વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કાર્યોના અમલીકરણ માટે તંત્રને સાથે લઈને કામ કરે છે. જ્યારે  સંગઠનનું કાર્ય કાર્યકર્તાઓનું ઘડતર અને મતદાતા સુધી પક્ષની વિચારધારા પહોચાડવાનું કાર્ય કરે છે.ગુજરાત સરકારનું નવી કેબિનેટમંત્રીઓનું માળખું સારી રીતે પ્રજાલક્ષી કાર્યો પૂરા પાડવા પર કેન્દ્રિત જણાઈ રહ્યું છે. 

bjp-gujarat
bjp.org

હાલ ગુજરાતમાં ભાજપ સંગઠન સરકારના કાર્યોમાં દાખલ કરતું નથી, જૂના નવા નિષ્ક્રિય કે દુભાયેલા કાર્યકર્તાઓને એકસાથે જોડવાનું અને સક્રિય કરવાનું મૂળભૂત કર્યા કરી રહ્યું છે. સંગઠનમાં નવનિયુક કાર્યકર્તા પદાધિકારીઓ નિર્વિવાદ અને કાર્યકર્તાઓમાં સ્વીકૃત હોય એની કાળજી લેવામાં આવી રહી છે. હાલ ભાજપના સંગઠનમાં દાબ દબાણ કે ધમકીનું નહીં પરંતુ એકાત્મતાનું વાતાવરણ બન્યું છે જે કાર્યકર્તાઓને નવો ઉત્સાહ આપી રહ્યું છે. આવનારા સમયમાં ચૂંટણીઓમાં ગુજરાત ભાજપનું સંગઠન ભૂતકાળના બધાજ વિજયી સમીકરણોથી વધુ સારું પુરવાર થશે એવું હાલ જણાય રહ્યું છે. 

Photo-(2)

સામ દામ દંડ ભેદ જેવા સમીકરણોથી દૂર મૂળ એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન થઈ રહ્યું છે એ વાત હાલ તો નકારી શકાય એમ નથી. આ અદભુત સંકલનથી ગુજરાતમાં બૂથ સ્તરથી શરૂ કરીને રાજ્ય સ્તર સુધીની સક્રિયતા વધી છે જે પ્રજાના મુદ્દાઓને વધુ સારી રીતે સમજવા અને તેના નિવારણમાં મદદરૂપ થઈ રહી છે. કાર્યકર્તાઓની આ એકતા અને ઉત્સાહ પક્ષને આગામી સ્થાનિક તેમજ વિધાનસભા ચૂંટણીઓમાં અભૂતપૂર્વ વિજય તરફ લઈ જઈ શકે છે.

About The Author

Top News

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.