નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. મોટો પ્રશ્ન એ છે કે, નીતિશ કુમારના ગયા પછી બિહારના મુખ્યમંત્રી તરીકે કોણ કાર્યભાર સંભાળશે?

JDUના સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમારે રાજ્યસભા બેઠક માટે પોતાનું નામાંકન તૈયાર કરી લીધું છે. પાર્ટીએ નીતિશના નામાંકન માટે તમામ દસ્તાવેજો તૈયાર કરી લીધા છે, અને તેઓ આજે પોતાનું નામાંકન દાખલ કરશે. એવા પણ સમાચાર છે કે નીતિશ કુમાર 16 માર્ચ બાદ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી શકે છે. તેઓ 16 માર્ચે રાજ્યસભાની ચૂંટણીઓ થાય ત્યાં સુધી બિહારના મુખ્યમંત્રી રહેશે.

nitish-kumar2
facebook.com/NitishKumarJDU

2025ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 89 બેઠકો સાથે પોતાનો દબદબો કાયમ કર્યો હતો. જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારની JDU 85 બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી. ચિરાગ પાસવાનની પાર્ટી (LJP-RV), જીતન રામ માંઝીની HAM અને ઉપેન્દ્ર કુશવાહાની RLMએ પણ NDA ગઠબંધનમાં ફાળો આપ્યો હતો.

નીતિશ કુમાર પછી બિહારના મુખ્યમંત્રી કોણ બનશે?

એવામાં સ્પષ્ટ છે કે, બિહારની સત્તામાં ભાજપનો દબદબો સર્વોપરી છે. આ જ કારણ છે કે નીતિશ કુમાર બાદ ભાજપ રાજ્યની બાગડોર સંભાળી શકે છે. જો આવું થાય તો તે બિહારના ઇતિહાસમાં એક મોટો વળાંક હશે, કારણ કે લાંબા સમય બાદ કોઈ ભાજપ નેતા મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજશે.

nitish-kumar
facebook.com/NitishKumarJDU

સૂત્રો અનુસાર, નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારને પણ એક મહત્ત્વપૂર્ણ જવાબદારી મળવાની છે. તેમને બિહારના નાયબ મુખ્યમંત્રી બનાવી શકાય છે. ભારતીય બંધારણ કહે છે કે, કોઈ પણ વ્યક્તિ એક સાથે સંસદના બે ગૃહોના સભ્ય નહીં રહી શકે. નીતિશ કુમાર હાલમાં બિહાર વિધાનસભાના સભ્ય અને રાજ્યના મુખ્યમંત્રી છે. જો તેઓ રાજ્યસભામાં ચૂંટાય છે, તો તેમણે બિહાર વિધાનસભાનું સભ્યપદ છોડીને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડશે.

જો મુખ્યમંત્રી પોતાના પદ પરથી રાજીનામું આપે છે, તો ટેક્નિકલી રૂપે સમગ્ર મંત્રી પરિષદનું રાજીનામું માનવામાં આવે છે. એટલે, પદ એકવાર ખાલી થઈ ગયા બાદ સત્તાધારી ગઠબંધન (NDA)એ પોતાના નવા નેતાને ફરીથી ચૂંટવા પડશે. હવે આ નેતા ભાજપ પણ હોય શકે છે અને JDUમાંથી પણ હોઈ શકે છે.

About The Author

Related Posts

Top News

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

5 રાજ્ય વિધાનસભા ચૂંટણી: એક્ઝિટ પોલમાં જાણો કોની બની રહી છે સરકાર

પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલ જાહેર થવા...
Politics 
5 રાજ્ય વિધાનસભા ચૂંટણી: એક્ઝિટ પોલમાં જાણો કોની બની રહી છે સરકાર
Copyright (c) Khabarchhe All Rights Reserved.