સારા ભવિષ્ય અને સારી નોકરી માટે ડિગ્રી હોવી આવશ્યક નથી

દેશ વિશ્વમાં નોકરીઓના વધતા જતા વલણ વચ્ચે આજના ઝડપી બદલાતા જોબ માર્કેટમાં એક મોટો પ્રશ્ન ઉભો થયો છે: શું કોલેજ ડિગ્રી હજુ પણ તેની કિંમત ધરાવે છે? વૈશ્વિક સ્તરે “No Degree Required” નોકરીઓ વધી રહી છે અને ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારી વધી છે અને કંપનીઓ સ્કિલબેઝ્ડ હાયરિંગ તરફ વળી રહી છે. આ બધું જોઈને ઘણા લોકોને લાગે છે કે ડિગ્રીનું મહત્વ ઘટી રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા થોડી અભ્યાસ માંગી લેનારી છે.

પહેલાં જૂની અપેક્ષાઓ વિશે વાત કરીએ. અગાઉ ડિગ્રી એ ગેરંટી હતી સારી નોકરી અને વધુ કમાણીની પણ આજે વાસ્તવિક સ્થિતિ અલગ છે. ૨૦૨૫માં વૈશ્વિક સ્તરે કંપનીઓ જેમ કે ગૂગલ, એપલ અને આઈબીએમ ઘણી પોઝિશન્સ માટે ડિગ્રીની જરૂરિયાત દૂર કરી રહી છે. સ્કિલબેઝ્ડ હાયરિંગનો વધારો થયો છે અંદાજે 85% કંપનીઓ આ પદ્ધતિ અપનાવી રહી છે. આનાથી વેબ ડેવલપમેન્ટ, સાયબર સિક્યુરિટી, પ્લમ્બિંગ જેવા ક્ષેત્રોમાં ડિગ્રી વગરની હાઈપેઇંગ નોકરીઓ વધી છે જેની સરેરાશ કમાણી $50000થી વધુ છે.

02

ખાસ કરીને ભારતમાં નોકરી મેળવવી મુશ્કેલ બની છે. ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારી દર 13%થી વધુ છે જ્યારે યુવાનો (15-29 વર્ષ)માં તે 17% આસપાસ છે. ઘણા ગ્રેજ્યુએટ્સ લો સ્કિલ જોબ્સ માટે અરજી કરે છે એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. વૈશ્વિક સરખામણી કરીએ તો ભારતની સ્થિતિ વધુ ચિંતાજનક છે. યુએસમાં યુવા બેરોજગારી 10-11% છે, યુરોપમાં 6-7% (યુવા વર્ગમાં વધુ), તુર્કીમાં 8-9% આસપાસ. ભારતમાં શિક્ષિત યુવાનોમાં બેરોજગારી વધુ છે કારણ કે જોબ ક્રિએશન સ્કિલ્સ સાથે મેચ નથી થતું.

તો પછી ડિગ્રીનું વાસ્તવિક મૂલ્ય શું છે? 

આંકડા કહે છે કે હા તે હજુ મૂલ્યવાન છે. બેચલર ડિગ્રી ધારકોની આજીવન કમાણી હાઈસ્કૂલ ગ્રેજ્યુએટ્સ કરતાં $2.8 મિલિયન વધુ હોય છે. વેજ પ્રીમિયમ 68% આસપાસ છે. પરંતુ આ મૂલ્ય ત્યારે જ વધુ છે જ્યારે ડિગ્રી હાઈ આરઓઆઈ ફીલ્ડ્સ જેમ કે એન્જિનિયરિંગ, આઈટી કે બિઝનેસમાં હોય અને ડેબ્ટ ઓછું હોય.

03

ભવિષ્યનો માર્ગ શું છે? 

ડિગ્રી અને સ્કિલ્સનું કોમ્બિનેશન. ઓનલાઈન કોર્સિસ, સર્ટિફિકેશન્સ (જેમ કે ગૂગલ સર્ટિફિકેટ્સ) અને પ્રેક્ટિકલ અનુભવ મેળવો. કંપનીઓ હવે પોર્ટફોલિયો અને પ્રોજેક્ટ્સ જુએ છે. ભારતમાં પણ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સમાં વધારો થઈ રહ્યો છે.

એટલું કહી શકાય કે ડિગ્રી પૂરી રીતે બેકાર નથી થઈ પરંતુ તે એકમાત્ર માર્ગ હોય એવું હવે નથી. જો તમે સ્માર્ટ ચોઈસ કરો સારી ફીલ્ડ અને સ્કિલ્સ વિકસાવો તો તે હજુ પણ મૂલ્યવાન છે. ભવિષ્ય સ્કિલ્સનું છે ડિગ્રી તેને મજબૂત બનાવી શકે છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદ ટ્રાફિક પોલીસનું X(ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ: T20 વર્લ્ડ કપની પોસ્ટ બની કારણ?

અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાઓ અને અપડેટ્સ માટે કાર્યરત સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ @PoliceAhmedabad ને X (અગાઉનું ટ્વિટર) દ્વારા હાલ...
Gujarat 
અમદાવાદ ટ્રાફિક પોલીસનું X(ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ: T20 વર્લ્ડ કપની પોસ્ટ બની કારણ?

મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો

Viral Mahakumbh Girl Monalisa Marries Boyfriend Farman Khan At Kerala Temple Amid Police Protection
Entertainment 
મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો

ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈને તમે પરેશાન હોવ, તો...
Governance 
ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

જમ્મુ-કાશ્મીરમાં લગ્ન સમારોહમાં ફાયરિંગ કરવાના આરોપીનું નિવેદન સામે આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરિન્દર...
Politics 
‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.