IIT કે IIM માંથી નહીં છતા બનાવ્યો રેકોર્ડ, મોહિત અગ્રવાલને મળ્યું 1.23 કરોડનું પેકેજ

દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય છે કે કોલેજ પછી સારી નોકરી મળવી. આવું જ એક સ્વપ્ન જોયું હતું ઝારખંડના મોહિત અગ્રવાલે, તેણે પોતાની મહેનત અને સમર્પણથી પોતાનું સ્વપ્ન પૂરું કરી બતાવ્યું છે. મોહિતને અમેરિકન ટેક કંપની રુબ્રિક તરફથી 1.23 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળ્યું છે.  આ સફળતા તેણે ફક્ત સારા શિક્ષણ દ્વારા જ નહીં, પરંતુ યોગ્ય દિશા અને સતત મહેનત દ્વારા પણ મેળવી છે. વાંચો નાના શહેરથી નિકળેલા આ ટેલેન્ટની સફળતાની વાર્તા...

NIT-Mohit-Agrawal1
bharatspeaks.com

તે બાળપણથી જ હતો હોશિયાર

ડાલટનગંજના મોહિતનું પ્રારંભિક શિક્ષણ VPN જ્ઞાન નિકેતનમાંથી થયું હતું, જ્યાં તેણે ધોરણ 10માં 94 ટકા મેળવ્યા હતા અને પછી ડાલટનગંજની DAV સ્કૂલમાંથી ધોરણ 12માં 95 ટકા મેળવ્યા હતા. તેના શાળાના શિક્ષકો કહે છે કે મોહિત ધોરણ 6 માં જ એ પ્રશ્નો ઉકેલતો હતો, જે સામાન્ય રીતે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે હોય. ગણિત અને વિજ્ઞાનમાં તેની ઊંડી સમજ શરૂઆતથી જ સ્પષ્ટ દેખાતી હતી.

NIT જમશેદપુરમાં ચમક્યું ટેલેન્ટ

મોહિતે NIT જમશેદપુરમાંથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો. અહીં તેનું ટેલેન્ટ વધુ ઉભરી આવ્યું. અભ્યાસની સાથે સાથે, તેણે ઈન્ડસ્ટ્રીના ટ્રેન્ડ્સને સમજ્યા અને પોતાને ટેકનોલોજીના દરેક પાસામાં મજબૂત બનાવ્યો.

NIT-Mohit-Agrawal
dnaindia.com

ગુગલ માંથી ઇન્ટર્નશિપ, હવે મળી શાનદાર ઓફર

મોહિતની પહેલી મોટી સિદ્ધિ ગુગલમાં તેની ઇન્ટર્નશિપ હતી, જેણે તેની કારકિર્દીને નવી દિશા આપી. ત્યારબાદ તેણે રુબ્રિકની બેંગલુરુ ઓફિસમાં ઇન્ટર્નશિપ કરી, જેને તેને ફૂલ ટાઈમ નોકરીની રૂપમાં 1.23 કરોડ રૂપિયાનું પેકેજ અપાવ્યું.

નાના શહેરોના વિદ્યાર્થીઓ માટે બન્યો એક ઉદાહરણ 

મોહિતે નાના શહેરોના યુવાનો માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેની વાર્તા સાબિત કરે છે કે સફળતા ફક્ત મોટા શહેરો કે ટોચની કોલેજોની ડિગ્રીઓથી જ મળતી નથી, પરંતુ ધ્યેય પ્રત્યે પ્રામાણિકતા સાથે યોગ્ય દિશામાં સખત મહેનત કરીને, કોઈપણ વિદ્યાર્થી ઊંચાઈને સ્પર્શી શકે છે. આજે મોહિત એવા યુવાનો માટે પ્રેરણા છે જેઓ મર્યાદિત સંસાધનો છતાં મોટા સપના જુએ છે.

About The Author

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.