- Education
- વિદેશની 5 બેસ્ટ યુનિવર્સિટીઓના કેમ્પસ ભારતમાં શરૂ થઇ રહ્યા છે
વિદેશની 5 બેસ્ટ યુનિવર્સિટીઓના કેમ્પસ ભારતમાં શરૂ થઇ રહ્યા છે

ભારતથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ કેરિઅર બનાવવા માટે વિદેશની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે જાય છે. પરંતુ હવે દુનિયાની 5 ટોપની યુનિવર્સિટીઓ ભારતમાં જ પોતાનું કેમ્પસ શરૂ કરવા માટે જઇ રહી છે જેને કારણે ભારતના વિદ્યાર્થીઓને વિદેશ ભણવા જવાની જરૂર નહીં પડે. ભારતથી કેનેડા, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભણવા જાય છે.
વર્ષ 2026થી 2027 સુધીમાં વિદેશની 5 યુનિવર્સિટીઓ કેમ્પસ શરૂ કરી રહી છે તેમાં અમેરિકાની ઇલિનોઇસ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી, બ્રિટનની યુનિવર્સિટી ઓફ લીવરપૂલ, ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયા યુનિવર્સિટી, ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સીડની યુનિવર્સિટી અને ઇન્સ્ટીટ્યૂટ યુરોપિયા ડિ ડિઝાઇન ભારતમા કેમ્પસ શરૂ કરશે.
ભારતના વિદ્યાર્થીઓને ટેક્નોલોજી, ફેશન, હેલ્થ, હોસ્પીટાલીટી રિસર્ચ જેવા અનેક અભ્યાસક્રમોનો લાભ મળશે.
સંભવત આ યુનિવર્સિટીઓના કેમ્પસ બેંગલુરુ, નોઇડા, મુંબઇમાં આવી શકે છે.
Related Posts
Top News
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Opinion
