દેશભરમાં બળવો કરી રહેલા Gen Alpha કોણ છે? સારી શાળાઓ, પાકા રસ્તા અને સારા શિક્ષકો આપોની માંગ

થોડા દિવસો પહેલા, લખનૌના દુબગ્ગા ચોકડી પર એક વિચિત્ર હોબાળો થયો હતો. 10થી 15 વર્ષના બાળકો, યુનિફોર્મ પહેરેલા અને સ્કૂલ બેગ લઈને, રસ્તાની વચ્ચે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. મુદ્દો શાળામાં શિક્ષકોની ગેરહાજરીનો હતો. પોલીસ આવી, તેમને શાંત પાડ્યા, અને પરિસ્થિતિનો ઉકેલ આવ્યો. પરંતુ આ ફક્ત લખનૌની વાર્તા નથી. જો તમે નકશા પર નજર નાખો અને દેશના વિવિધ ખૂણાઓ પર નજર નાખો, તો તમને ખ્યાલ આવશે કે 2010 પછી જન્મેલી આ નવી પેઢી, Gen Alpha', હવે ચુપચાપ સહન કરવાની સ્થતિમાં નથી.

Jalor-Rajasthan
instagram.com

જૂની પેઢી જે સિસ્ટમને પોતાનું ભાગ્ય માનીને સહન કરતી હતી, આ પેઢી વ્યવસ્થાનો કોલર પકડીને તેના પર સવાલ ઉઠાવી રહી છે. ક્યાંક છાપરું જર્જરિત છે, ક્યાંક શૌચાલય છે જ નહીં, ક્યાંક શિક્ષણ આપનાર શિક્ષક જ ગાયબ છે. પરિણામ? Gen Alpha' વર્ગખંડો છોડીને શેરીઓમાં આવી ગયા છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે, બાળકોના આ બળવાખોર વલણનું પરિણામ પણ આવી રહ્યું છે. અધિકારીઓ દોડી રહ્યા છે, કાગળો આમ તેમ થઇ રહ્યા છે, રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે, અને રાતોરાત માંગણીઓ પૂર્ણ થઈ રહી છે.

Lacknaw
instagram.com

દેશના વિવિધ ભાગોમાંથી આવેલા આ ફોટાઓ બતાવે છે કે કેવી રીતે Gen Alpha'એ તેમની જીદ સામે સિસ્ટમને ઘૂંટણિયે લાવી દીધી છે. ચાલો તાજેતરના Gen Alpha' વિરોધ પ્રદર્શનોને જોઈ લઈએ કે, જેણે પોલીસ વહીવટીતંત્રથી લઈને રાજકારણીઓ અને મંત્રીઓ સુધી બધાને પરસેવો પાડી દીધો છે.

લખનૌના દુબગ્ગામાં જયપ્રકાશ નારાયણ સ્કૂલના સેંકડો વિદ્યાર્થીઓ 3 દિવસ પહેલા રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખાતરીઓ આપી હોવા છતાં સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ ન આવ્યું ત્યારે તેઓ ફરીથી વિરોધ કરવા માટે ચાર રસ્તા પર બેસી ગયા. શિક્ષકોની અછતનો વિરોધ કરવા માટે બાલાગંજ ચાર રસ્તા પર બેઠેલા આ વિદ્યાર્થીઓએ દુબગ્ગા રોડ બ્લોક કરી દીધો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, વિદ્યાર્થીઓને શાંત પાડ્યા અને ટ્રાફિક પુનઃસ્થાપિત કર્યો. આ ગુસ્સો દર્શાવે છે કે વિદ્યાર્થીઓ હવે વડીલો પર આધાર રાખવા તૈયાર નથી.

Lucknaw-JPN-School
aajtak.in

સિરોહીમાં આદિવાસી કન્યા છાત્રાલયની લગભગ 50 વિદ્યાર્થીઓ અચાનક જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસે પહોંચી ગઈ. તેઓએ કહ્યું કે તેમને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહ્યું નથી, ન તો સ્વચ્છતા અને રહેવાની વ્યવસ્થા પૂરતી છે. વિદ્યાર્થીઓની ફરિયાદો પછી, કલેક્ટરે તેમની સાથે વાત કરી અને તાત્કાલિક તપાસ સમિતિની રચના અને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો.

Sirohi

અલવરના થાનાગાઝીમાં જોધાવાસ સરકારી શાળામાં વિદ્યાર્થીઓએ નવી ઇમારત, શૌચાલય, પાણી અને પુસ્તકાલય સહિતની માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શનમાં પહોંચેલા CJP કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું, ત્યારપછી પોલીસે પરિસ્થિતિને સાંભળી હતી, વહીવટીતંત્રે તેમને એક મહિનાની ખાતરી આપ્યા પછી વિદ્યાર્થીઓએ વિરોધ સમાપ્ત કર્યો.

Kannauj-School
thelallantop.com

ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં, 'Gen Alpha'ના વિદ્યાર્થીઓ, શાળાની ખરાબ સ્થિતિથી નારાજ, પોતાને એક વર્ગખંડમાં બંધ કરી દીધા. વીડિયો વાયરલ થયા પછી, જિલ્લા મેજિસ્ટ્રેટ જાતે પહોંચ્યા. અહીં તમને બતાવી દઈએ કે, જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મૂળભૂત સુવિધાઓ, ખોરાક અને શિક્ષકોના વર્તનનો વિરોધ કરતા પોતાને એક વર્ગખંડમાં બંધ કરી દીધા હતા. વિરોધનો વીડિયો વાયરલ થયા પછી, જિલ્લા મેજિસ્ટ્રેટ આશુતોષ મોહન અગ્નિહોત્રી ઘટનાસ્થળે પહોંચ્યા અને વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર નીકાળ્યા હતા.

Rajgarh-Students
livehindustan.com

શિક્ષકની બદલીથી ગુસ્સે થયેલા Gen Alpha'ના વિદ્યાર્થીઓ અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રોડ બ્લોક દરમિયાન, બ્લોક હેડ પહોંચ્યા. વિદ્યાર્થીઓએ તેમના પર થપ્પડ મારવાનો આરોપ લગાવ્યો. શિક્ષક મલય સિંહની બદલી સામે વિદ્યાર્થીઓનો વિરોધ સતત 3 દિવસે પણ ચાલુ રહ્યો, જેમાં રસ્તો બ્લોક થઈ ગયો. પ્રદર્શનકારીઓને શાંત કરવા પહોંચેલા બ્લોક હેડ પર એક વિદ્યાર્થીને થપ્પડ મારવાનો આરોપ મૂકવામાં આવ્યો, ત્યારપછી વિદ્યાર્થીઓએ તેમના વાહનમાં તોડફોડ કરી અને કાર્યવાહીની માંગ કરી.

Hamirpur
aajtak.in

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં, 'Gen Alpha'ના વિરોધની અસર એટલી હતી કે વરિષ્ઠ અધિકારીઓ ગામમાં રસ્તો બનાવવાની માંગ પર ત્યાં પહોંચ્યા. કલેક્ટર કચેરી ખાતે શાળાના બાળકો દ્વારા કરવામાં આવેલા પ્રદર્શન પછી, વહીવટીતંત્ર હરકતમાં આવ્યું. ADM, SDM, ખનિજ અને PWD અધિકારીઓ ચંદુપુર ગામમાં પહોંચ્યા અને રસ્તાનું નિરીક્ષણ કર્યું અને બાંધકામ પ્રક્રિયા ઝડપી બનાવી.

Vidisha
aajtak.in

બસ ભાડા વધારાથી ગુસ્સે થયેલી શાળાની વિદ્યાર્થિનીઓએ સિરોંજ બસ સ્ટેન્ડ પર વિરોધ પ્રદર્શન કર્યું. સિરોંજમાં, ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થિનીઓએ બસ ભાડા વધારાથી ગુસ્સે થઈને લગભગ અડધા કલાક સુધી બસ સ્ટેન્ડ પર વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે ધારાસભ્યને ભાડું ઘટાડવાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા.

Alwar-Jodhawas-School
navbharattimes.indiatimes.com

રાજગઢના સાંડાવતામાં, PM શ્રી સ્કૂલ અને કન્યાશાળાના સેંકડો વિદ્યાર્થીઓએ શાળાની સામે આવેલી દારૂની દુકાન દૂર કરવા અને સ્પીડ બ્રેકર લગાવવાની માંગણી સાથે લગભગ બે કલાક સુધી રસ્તો રોકી રાખ્યો હતો. વહીવટીતંત્ર દ્વારા એક મહિનામાં કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવ્યા પછી વિરોધ પ્રદર્શન સમાપ્ત થયું, પરંતુ ABVPએ તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો હિંસક આંદોલન કરવાની ચેતવણી આપી હતી.

Rajgarh-Students
livehindustan.com

''Gen Alpha'નું નવું ભારત છે' એમ કહેવું અતિશયોક્તિ નહીં હોય. અહીંના બાળકો ફક્ત કાગળ પર વચનો આપવાથી ઘરે પાછા ફરવાના નથી. તેઓ જાણે છે કે તેમના અધિકારો કેવી રીતે માંગવા. જ્યારે વર્ગખંડમાં બ્લેકબોર્ડ સામે કોઈ શિક્ષક ન હોય અથવા છાત્રાલયમાં ખોરાક હલકી ગુણવત્તાનો હોય, ત્યારે આ વિદ્યાર્થીઓ વહીવટી કચેરીઓનો ઘેરાવ કરવામાં અચકાતા નથી. તેમનો સંદેશ સ્પષ્ટ છે, જો શિક્ષણ માટે અનુકૂળ વાતાવરણ અને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે, તો રસ્તાઓ પર આ જ પ્રકારનું વિરોધ પ્રદર્શન જોવા મળશે, જેનાથી સિસ્ટમને તે વાતનો અમલ કરવો જ પડશે.

About The Author

Related Posts

Top News

Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

જો તમે પણ આ તહેવારોની સિઝનમાં નવા સ્માર્ટફોન વિશે વિચારી રહ્યા છો અને હેરી પોટરના ચાહક છો, તો Realme...
Tech and Auto 
Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI ...
Business 
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.