આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

શિક્ષકોને છેલ્લા કેટલાક સમયથી એવા કામો સોંપવામાં આવે છે જે શિક્ષણ ક્ષેત્ર સાથે લાગતા વળગતા નથી. જેમાં કેટલાક કામો તો એવા છે કે જે અંગે સાંભળીને આપણને આશ્ચર્ય થાય આવા કામો પણ શિક્ષકોએ કરવાના હોય છે? આવા કામોમાં તીડ ભગાડવાનું કામ, લગ્ન સમારોહ કે અન્ય સામાજીક પ્રસંગોમાં ભોજનનો બગાડ ન થાય તે જોવાનું, શૌચાલય ગણવાનું, ગામમાં ઢોર પશુઓની ગણતરીનું, સુજલામ-સુફલામમાં ખાડા ખોદવા સહિતના કામો કરવા અંગે શિક્ષકોને કહેવામાં આવ્યું છે. જેમાં તીડ ભગાડવા અંગેનો આદેશ પાછળ હટાવવામાં આવ્યો હતો. હવે શૈક્ષણિક સંસ્થા આસપાસ કૂતરાની ગણતરી કરવા આદેશ કરવામાં આવ્યો છે.

teacher
x.com/i/grok

ગુજરાતમાં SIRની કામગીરીમાંથી શિક્ષકો હજી મુક્ત નથી થયા ત્યાં તો પોતાની શાળા અને કોલેજની આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાઓની ગણતરી માટે આદેશ કરાતા વિવાદ ઊભો થયો છે. શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કરી શિક્ષકોને કૂતરા ગણવાની જવાબદારી સોંપી છે. ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની સોંપાતી કામગીરીના કારણે શિક્ષણ પર અસર થતી હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી રહી છે. આ દરમિયાન હવે રખડતા કૂતરાની ગણતરીના આદેશથી નવો વિવાદ છેડાયો છે.

હાલમાં ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા પણ ચાલી રહી છે અને આગામી દિવસોમાં ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા પણ શરૂ થવાની છે. આ સંજોગોમાં સ્કૂલોના આચાર્યોને  કૂતરાઓના સર્વેની કામગીરી કરવાની નોબત આવી છે. સરકારના શિક્ષણ વિભાગે યુનિવર્સિટીઓ અને કોલેજો બાદ હવે સ્કૂલોને પણ સ્કૂલોના કેમ્પસમાં રખડતા શ્વાનનો સર્વે કરવા માટે આદેશ આપ્યો છે.

teacher
divyabhaskar.co.in

નાયબ શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ‘સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્યની તમામ સંસ્થાઓ જેવી કે હોસ્પિટલ, દવાખાના, શૈક્ષણિક સંસ્થા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશનમાં કૂતરાઓની સંખ્યા અંગે સચોટ માહિતી રાખવી અનિવાર્ય છે. ત્યારે રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને આસપાસના વિસ્તારમાં રહેતા કૂતરાઓનો સર્વે કરવા આદેશ કરાયો છે.

આ મામલે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ કહ્યું હતું કે, ‘આક્ષેપ કરવો કોંગ્રેસનું કામ છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. શૈક્ષણિક સંકુલની બહાર જઈને સર્વે કરવાનો નથી.” મંત્રીએ સ્પષ્ટતા કરી કે આ પગલું વિદ્યાર્થીઓની સુરક્ષા અને માર્ગદર્શિકા અનુસાર લેવામાં આવ્યું છે અને તેને રાજકીય રંગ આપવો યોગ્ય નથી.

તો કોંગ્રેસે આ પરિપત્ર રદ કરવાની માંગ કરી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, ગુજરાતમાં 3000 શાળાઓ તો એવી છે કે જે એક જ શિક્ષકથી ચાલે છે. શિક્ષકોને શિક્ષણ સિવાય શૌચાલય ગણવા, ભીડ ભેગી કરવા, ચૂંટણીના કામ, SIRની કામગીરી સોંપાઈ રહી છે જેના કારણે શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. શિક્ષકોને પોતાના વિસ્તારમાં કૂતરાની ગણતરી માટે આદેશ કરાયો છે જેના કારણે વર્ગખંડમાં શિક્ષણ આપવાનો સમય જ નહીં મળે. ગુજરાતમાં શિક્ષકો સિવાય કોઈ છે જ નહીં કે જે આ કામગીરી કરી શકે? તાત્કાલીક આ પરિપત્ર રદ કરવામાં આવે.

એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધીશોએ ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા મળેલા આ પ્રકારના પરિપત્ર બાદ યુનિવર્સિટી કેમ્પસમાં રખડતા કૂતરાઓના સર્વે માટે ઝૂઓલોજી વિભાગના અધ્યાપકની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવી પડી છે. જેમને કેમ્પસમાં વિદ્યાર્થીઓમાં રખડતા શ્વાન અંગે જાગૃતિ ફેલાવવાની પણ કામગીરી સોંપવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને...
Sports 
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

ભારત સરકારે સોમવારે જાહેર કર્યું કે વર્ષ 2026માં દેશમાં ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં નબળો રહેવાની સંભાવના છે. આ ત્રણ વર્ષમાં...
National 
ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?

દેશની રાજકીય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત...
National 
લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.