NTAનો વધુ એક છબરડો, NEETના વિદ્યાર્થીને અબુ ધાબીમાં પરીક્ષા કેન્દ્ર આપી દીધું, વિદ્યાર્થી બોલ્યો મારી પાસે પાસપોર્ટ પણ નથી

દેશભરમાં 21 જૂને ફરી NEET પરીક્ષા યોજાવાની છે, જેમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરી એકવાર પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર છે. પરંતુ, નાગપુરના અબ્દુલ્લા મોહમ્મદ સાથે બનેલી એક ઘટનાએ ફરી એકવાર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને સવાલોના ઘેરામાં મૂકી દીધી છે. NEET વિવાદ બાદ પરીક્ષાને પૂરી રીતે આયોજિત પરીક્ષા પૂરી રીતે પારદર્શી રીતે આયોજિત કરવા માટે કેન્દ્ર સરકાર દાવા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. NTAની મોટી બેદરકારીને કારણે, નાગપુરના વિદ્યાર્થી અબ્દુલ્લાને ફરીથી પરીક્ષા માટે અબુ ધાબી (UAE)માં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. પોતાની મુશ્કેલી શેર કરતા, તેણે કહ્યું કે તેની પાસે પરીક્ષા માટે ત્યાં જવા માટે પાસપોર્ટ પણ નથી. હવે તેમાં સુધારો કરીને નાગપુરમાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે.

પરીક્ષા માટે માત્ર એક દિવસ બાકી છે, જેને કારણે વિદ્યાર્થી અને તેના માતા-પિતા ખૂબ ચિંતિત હતા. આ અગાઉ, વિદ્યાર્થીને નાગપુરમાં જ એક કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. પસંદગીના વિકલ્પો છતા NTAની ભૂલ ફરી એકવાર સામે આવી છે. અબ્દુલ્લાએ અરજીમાં નાગપુર, વર્ધા અને ભંડારાને પોતાની પસંદગીના કેન્દ્ર તરીકે સૂચિબદ્ધ કર્યા હતા, પરંતુ NTAએ આ બધા વિકલ્પોને અવગણીને તેમને વિદેશમાં પરીક્ષા કેન્દ્ર આપી દીધું. આજતકના અહેવાલ મુજબ, ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા ડૉ. અનીસ અહેમદે  સાથે વાત કરતા પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે NTAએ પરીક્ષા પ્રક્રિયાના ધજાગરા ઉડાવી દીધા છે અને સુધારેલું પ્રવેશપત્ર તાત્કાલિક જાહેર કરવું જોઈએ.

father1
aninews.in

નોંધનીય છે કે આ વિદ્યાર્થી પાસે પાસપોર્ટ પણ નથી. માત્ર 24 થી 48 કલાકમાં પાસપોર્ટ અને વિઝા ઔપચારિકતાઓ પૂર્ણ કરીને તેને પરીક્ષા માટે વિદેશ મોકલવા અમારા માટે અશક્ય છે. તેને લઇને વિદ્યાર્થીએ હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી છે. ટેકનિકલ ભૂલ સ્વીકારતા, અધિકારીઓએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં સુધારેલું પ્રવેશપત્ર જાહેર કરવામાં આવશે. જો કે, નવી હોલ ટિકિટ ન મળે ત્યાં સુધી વિદ્યાર્થી અને તેનો પરિવાર માનસિક તણાવમાં રહેશે.

exam1
ndtv.com

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા અનીસ અહેમદે જણાવ્યું હતું કે આ મુદ્દો ઉઠાવ્યા બાદ NTA હેલ્પલાઇનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ગઈકાલે મોડી રાત્રે સંપર્ક થયા બાદ વિદ્યાર્થીને જાણ કરવામાં આવી કે આજે સાંજે 4:00 વાગ્યા સુધીમાં નાગપુર સેન્ટર ફાળવવામાં આવશે અને નવું એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. હવે તેમાં સુધારો કરીને નાગપુરમાં પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતની વધુ એક પાટીદાર મહિલા સિંગરે અન્ય સમાજના યુવક સાથે લવ મેરેજ કરી લેતા વિવાદ, સમાજમાં રોષ

ગુજરાતમાં સિંગરોના આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. સુરતમાં આરતી સાંગાણી બાદ વધુ એક પાટીદાર ગાયિકાએ અન્ય...
Gujarat 
ગુજરાતની વધુ એક પાટીદાર મહિલા સિંગરે અન્ય સમાજના યુવક સાથે લવ મેરેજ કરી લેતા વિવાદ, સમાજમાં રોષ

NTAનો વધુ એક છબરડો, NEETના વિદ્યાર્થીને અબુ ધાબીમાં પરીક્ષા કેન્દ્ર આપી દીધું, વિદ્યાર્થી બોલ્યો મારી પાસે પાસપોર્ટ પણ નથી

દેશભરમાં 21 જૂને ફરી NEET પરીક્ષા યોજાવાની છે, જેમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરી એકવાર પોતાનું નસીબ અજમાવવા માટે...
Education 
NTAનો વધુ એક છબરડો, NEETના વિદ્યાર્થીને અબુ ધાબીમાં પરીક્ષા કેન્દ્ર આપી દીધું, વિદ્યાર્થી બોલ્યો મારી પાસે પાસપોર્ટ પણ નથી

50 હજારની ભેંસ બની 'VIP', સુરક્ષા માટે તૈનાત થઇ પોલીસ; રાતભર પહેરો શા માટે?

આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુથલાપટ્ટુ મંડળમાં આવેલા થિમ્મીરેડ્ડીપલ્લી ગામમાં મેળા દરમિયાન અધિકારીઓએ ભેંસની બલિ અટકાવી. ગ્રામજનો 50 હજાર રૂપિયામાં ખરીદેલી...
National 
50 હજારની ભેંસ બની 'VIP', સુરક્ષા માટે તૈનાત થઇ પોલીસ; રાતભર પહેરો શા માટે?

બિહારના વાયુસેનાના શુભમ કુમારની વાર્તામાં નવો વળાંક; કોર્ટ મેરેજ, 21 લાખ રૂપિયાનો ચેક અને તેના માતા-પિતાનું દુઃખ...

વાયુસેનાના ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમની શહાદત પછી શરૂ થયેલો એક વિવાદ વધુ ઘેરો...
National 
બિહારના વાયુસેનાના શુભમ કુમારની વાર્તામાં નવો વળાંક; કોર્ટ મેરેજ, 21 લાખ રૂપિયાનો ચેક અને તેના માતા-પિતાનું દુઃખ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.