ગુજરાતમાં શાળાઓમાં નવરાત્રી વેકેશનને લઇને આવ્યા મોટા સમાચાર

રાજ્યના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને આ સમાચાર વાંચીને મોટો ઝટકો લાગી શકે છે, કારણ કે સરકારે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન આપવામાં આવતું વેકેશન નહીં આપવાનો મોટો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઇ નવરાત્રીના તહેવારમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે, નવરાત્રીના તહેવાર દરમિયાન ગુજરાતની શાળાઓમાં વેકેશન રહેશે.

ત્યારે આ નિર્ણયને લઇને ઘણો વિવાદ પણ થયો હતો. કારણ કે રાજ્ય શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ નવરાત્રી વેકેશન આપવાની જાહેરાત કરી દીધી હતી, જે અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્યારે અજાણ હતા. પરંતુ હવે સરકારે નિર્ણય લીધો છે કે હવે નવરાત્રી વેકેશન આપવામાં આવશે નહીં.

શુક્રવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે જ એવો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે નવમા અને અગીયારમા ધોરણમાં હવે રિટેસ્ટ લેવામાં નહીં આવે.

About The Author

Related Posts

Top News

RSSએ પડદા પાછળ ચલાવી રણનીતિ અને સમગ્ર ખેલ બદલી નાખ્યો; બંગાળમાં BJPએ TMCના કિલ્લાને ધ્વસ્ત કર્યો

પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતની આશા તો રાખી રહી હતી, પરંતુ ભાજપના નેતાઓને એટલી અપેક્ષા નહોતી કે 200 થી વધુ...
Politics 
RSSએ પડદા પાછળ ચલાવી રણનીતિ અને સમગ્ર ખેલ બદલી નાખ્યો; બંગાળમાં BJPએ TMCના કિલ્લાને ધ્વસ્ત કર્યો

મૂંગી-બહેરી હોવાનું નાટક, લગ્નના બહાને લોકોને ફસાવતી 'લૂંટેરી દુલ્હન' ટોળકીની 4 મહિલાની ધરપકડ

ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં પોલીસે લગ્નના બહાને છેતરપિંડી અને લૂંટ કરનારી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગની ચાર મહિલાઓની ધરપકડ...
National 
મૂંગી-બહેરી હોવાનું નાટક, લગ્નના બહાને લોકોને ફસાવતી 'લૂંટેરી દુલ્હન' ટોળકીની 4 મહિલાની ધરપકડ

એક્સિસ માય ઇન્ડિયાએ કરેલી આગાહી થલાપતિ વિજયની જીત સાથે કેવી રીતે એકદમ સચોટ નીકળી!

થલાપતિ વિજયે તમિલનાડુમાં ગજબનું પ્રદર્શન કર્યું છે. એકદમ નવું બનેલું આ રાજકીય પક્ષ તમિલગા વેત્રી કઝગમ (TVK)ના નેતા...
National 
એક્સિસ માય ઇન્ડિયાએ કરેલી આગાહી થલાપતિ વિજયની જીત સાથે કેવી રીતે એકદમ સચોટ નીકળી!

નેપાળની નવી સરકારની આડોડાઈ, કૈલાશ માનસરોવર યાત્રામાં અડચણ, ભારતે પણ આપ્યો જડબાતોડ જવાબ

નેપાળે ભારત અને ચીન દ્વારા લિપુલેખ પાસ દ્વારાના રસ્તે કૈલાશ માનસરોવર યાત્રાના આયોજન અંગે વાંધો ઉઠાવ્યો છે. તેણે જણાવ્યું છે...
National 
નેપાળની નવી સરકારની આડોડાઈ, કૈલાશ માનસરોવર યાત્રામાં અડચણ, ભારતે પણ આપ્યો જડબાતોડ જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.