દીકરો નાપાસ થયો તો માતા-પિતાએ કર્યું સેલિબ્રેશન, કેક કાપી અને મીઠાઇ પણ વહેંચી, જુઓ વીડિયો

એક એવી દુનિયા, જ્યાં લોકોના બાળકોને તેમના પરિણામો, નાપાસ કે પાસ થવાથી જજ કરવામાં આવે છે. જ્યાં ટોપર્સને ચોતરફથી પ્રશંસા મળે છે, તો ફેલિયરના હિસ્સામાં માત્ર મહેણાં-ટોણાં જ આવે છે. એવામાં  તેમને કોણ સમજાવે કે શાળાના પરિણામો માત્ર જીવનનો એક વળાંક છે, આખી જિંદગી નહીં. હજી પણ ઘણા રસ્તા છે. મોટા ભાગે આ સમાજમાં જોવા મળે છે કે જ્યારે બાળક નાપાસ થઈ જાય, ત્યારે સમાજ, પોતાના માતા-પિતા પણ તેને મહેણાં-ટોણાં મારવાનું ચૂકતા નથી, પરંતુ એક એવી દુનિયામાં જ્યાં બાળકો નાપાસ થવા પર મહેણાં-ટોણા, ઠપકો અને દબાણ સામાન્ય વાત છે, કર્ણાટકના એક પરિવારે કલ્પનાથી વિરુદ્ધ જઈને પોતાના પુત્રની નિષ્ફળતાના દિવસને સેલિબ્રેશન માનવ્યું. હવે આ સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

family
x.com/PTI_News

 

અભિષેક ચોલાચગુડ્ડા, જે કર્ણાટકના બાગલકોટની બસવેશ્વર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. આ વર્ષે તેનું 10મા ધોરણનું પરિણામ આવ્યું. SSLC બોર્ડ પરીક્ષામાં બધા 6 વિષયોમાં નાપાસ થઈને કુલ 32 ટકા માર્ક્સ (200/625) હાંસલ કર્યા. સ્વાભાવિક છે, પરંતુ તેમના દીકરાનું આવું પરિણામ જોઈને, માતા-પિતાએ પોતાના પુત્રનો સાથ ન છોડયો. તેમણે પોતાના દીકરા માટે એક ખાસ કેક સાથે એક સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું, જેના પર લખ્યું હતું: 32%.

વાયરલ વીડિયોમાં, અભિષેક પોતાના આખા પરિવાર સાથે કેક કાપતો, મીઠાઈઓ વહેંચતો અને સૌથી મોટી વાત કે તે હસતો જોવા મળે છે. તેના પિતા યલ્લપ્પા ચોલાચગુડ્ડા, વ્યવસાયે એક ફોટોગ્રાફર છે. તેનું કહેવું અભિષેકે ભલે 32 ટકા માર્ક્સ મેળવ્યા, પરંતુ તેણે સખત કરી હતી. આ કેકના માધ્યમથી અમે અહેસાસ અપાવ્યો કે તે એકલો નથી.

family
x.com/PTI_News

 

યલ્લ્પ્પા કહે છે કે, આ સેલિબ્રેશન નિષ્ફળતા છુપાવવા માટે નથી, પરંતુ પ્રયાસને સ્વીકારવા માટે હતું. તેના જણાવ્યા મુજબ, આ નાનકડાં સેલિબ્રેશને તેમના પુત્રમાં કોન્ફિડેન્સ પાછો લાવી દીધો અને હવે તે આગામી પ્રયાસ માટે પૂરી રીતે તૈયાર છે. અભિષેકે પણ કહ્યું કે મારા પરિવારે મને પડવા દીધો નથી. હવે હું આગામી વખત પાસ થઈને બતાવીશ. સોશિયલ મીડિયા પર લોકો આ પરિવારના વખાણ કરતા થકી રહ્યા નથી. કોઈ તેને રિયલ પેરેન્ટિંગ ગોલ્સબતાવી રહ્યા છે, તો કોઈ લખી રહ્યું છે આવી હોય છે પેરેન્ટિંગ.

Top News

રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી કારમી મંદી અને રત્નકલાકારો બેરોજગાર થઇ રહ્યા હોવાની બુમરાણ વચ્ચે ગુજરાત સરકારે 24 મે 2025...
Gujarat 
રત્નકલાકારોને રાહતની સમય મર્યાદા પુરી, જાણો કેટલા કારીગરોએ ફોર્મ ભર્યા?

લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

સોનાના ભાવો છેલ્લાં કેટલાંક સમયથી આસમાને પહોંચી ગયા છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયાને પાર...
Business 
લોકો સસ્તું સોનું ખરીદી શકે તેના માટે સરકારે કાઢ્યો આ રસ્તો

કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

સુરત. લોનની નિર્ધારીત મુદત પુરી થાય તે પહેલા લોન ખાતા બંધ કરતી વખતે બેંક દ્વારા વસૂલ કરવામાં આવેલ ફોર ક્લોઝર...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંકની સેવા મેળવનાર બેંકના ગ્રાહક ગણાય નહીં: ગ્રાહક કમિશન

બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે

આગામી દિવસોમાં એક રીઅલ એસ્ટેટ કંપનીનો IPO આવી રહ્યો છે, જેમાં બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રિતિક...
Business 
બીગ બી-શાહરૂખ, અજય દેવગણે જેમાં રોકાણ કરેલું છે તે કંપનીનો IPO આવી રહ્યો છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.