આ સ્કોલરશિપની મદદથી તમે પૂરું કરી શકશો વિદેશમાં અભ્યાસનું સપનું, જાણો યોગ્યતા

આપણા દેશમાં ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને અભ્યાસ કરવાની ઈચ્છા રાખે છે, પરંતુ ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તેઓ પોતાનું સપનું પૂરું નથી કરી શકતા. એવામાં જો વિદ્યાર્થી વિદેશની કોઈ યુનિવર્સીટીમાંથી અથવા દેશની જ કોઈ નામાંકિત સંસ્થામાંથી પોતાનો અભ્યાસ પૂરો કરવા માંગે છે, તો તેઓ આ સંસ્થાઓ તરફથી મળનારી સ્કોલરશીપ માટે અપ્લાઈ કરી શકે છે. દરેક યુનિવર્સીટી તરફથી અલગ-અલગ પ્રકારની સ્કોલરશીપ આપવામાં આવે છે. જે તમારા પર નિર્ભર કરે છે કે તમે તે સંસ્થામાં ક્યાં અભ્યાસમાં પ્રવેશ લેવા માંગો છો, અને તે સંસ્થા એ અભ્યાસક્રમ માટે કેટલી અને કેવા પ્રકારની સ્કોલરશીપ આપી રહી છે.

તમે કદાચ જ જાણતા હશો કે દર વર્ષે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે આશરે 15.6 અરબ યુરો સુધીની સ્કોલરશીપ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો કે સૌથી મોટો સવાલ એ છે કે, કઈ સ્કોલરશીપ તમારા માટે યોગ્ય રહેશે ? આ જાણવા માટે તમારે ઘણું રિસર્ચ કરવું પડી શકે છે કારણકે વિદેશમાં અભ્યાસ કરવા માટે તમને ઘણા બધા ભંડોળની જરૂર પડે છે. જેમાં તમારી કોલેજની ફી, રહેવાનો ખર્ચ વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે. આ જ કારણોસર તમારા માટે યોગ્ય સ્કોલરશીપને પસંદ કરવું ખુબ જ જરૂરી છે. એવામાં તમે ઘણી બધી સ્કોલરશીપ માટે પણ અપ્લાઈ કરી શકો છો. જે તમને વિદેશમાં અભ્યાસના સપનાને પુરા કરવામાં મદદ કરશે.

યુનિવર્સીટી તરફથી મળનારી સ્કોલરશીપ

યુનિવર્સીટીઓ તરફથી મળનારી સ્કોલરશીપમાં સંસ્થા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થી દ્વારા મેળવેલા ગુણને જોઈ છે. વિદ્યાર્થીના સારા માર્ક્સના આધાર પર જ તેને સ્કોલરશીપ આપવમાં આવે છે. આ સાથે જ સ્કોલરશીપ આપવા માટે સંસ્થા તરફથી વયમર્યાદા પણ નક્કી કરવામાં આવે છે. ત્યારે દરેક યુનિવર્સીટી અને કોલેજ એક ડિગ્રી લેવલ માટે વિશેષ સ્કોલરશીપનો પ્રસ્તાવ પણ આપે છે.

IISC બેંગ્લોર અને મેલબર્ન VVએ આ ક્ષેત્રમાં શરુ કર્યો સયુંકત PHD કાર્યક્રમ, જાણો ક્યારે મળશે એડમિશન.

આ શિષ્યવૃત્તિમાં સામેલ ભંડોળ
1. ટ્યુશન ફી
2. દર મહિનાનો રહેવાનો ખર્ચ
3. ઇકોનોમી ક્લાસની ફ્લાઇટ ટિકિટ
4. આવશ્યક ખર્ચાઓ માટે વધારાનું અનુદાન અને ભથ્થું

વિશેષ સ્કોલરશીપ

ઘણીવાર આ પ્રકારની સ્કોલરશીપ આરક્ષિત શ્રેણીના વિદ્યાર્થીઓને લાભ પહોંચાડવા માટે આપવામાં આવે છે. જેમ કે, યુરોપિયન દેશો બેલ્જિયમ આફ્રિકન, દક્ષિણ અમેરિકન અને એશિયન દેશોથી આવવા વાળા વિદ્યાર્થીઓને આ પ્રકારની સ્કોલરશીપ આપવામાં આવે છે.

મેરિટ બેસ્ડ સ્કોલરશીપ

આ સ્કોલરશીપ વિદ્યાર્થીઓને તેમની યોગ્યતા મુજબ આપવામાં આવે છે. આમાં વિદ્યાર્થીઓના શોખ, પ્રતિભા, સિદ્ધિઓ, એકેડેમી અથવા કારકિર્દીના સ્કોપનો સમાવેશ થાય છે. સાથે જ આ સ્કોલરશીપ રાજ્ય સરકાર, વ્યવસાયિક સંસ્થાઓ અને યુનિવર્સીટી તરફથી આપવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
Gujarat 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ

એક રિસર્ચ ટીમે જણાવ્યું કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાવાળી છોકરીઓમાં અન્ય જેન્ડરની સરખામણીમાં વધુ સામાજિક ચિંતા જોવા મળે છે.આ અભ્યાસ...
Health 
યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.