- Education
- એન્જિનિયરિંગની પરીક્ષામાં નકલ કરતી પકડાઈ કાયદા મંત્રીની પૌત્રી
એન્જિનિયરિંગની પરીક્ષામાં નકલ કરતી પકડાઈ કાયદા મંત્રીની પૌત્રી

રાજસ્થાનના કાયદા મંત્રી જોગારામ પટેલની પૌત્રી એન્જિનિયરિંગ પરીક્ષામાં નકલ કરતી પકડાઈ ગઈ છે. મામલો જોધપુરની મુગનીરામ બાંગુર મેમોરિયલ યુનિવર્સિટી સાથે જોડાયેલો છે. યુનિવર્સિટી કેમ્પસમાં આ દિવસોમાં સેમેસ્ટર પરીક્ષાઓ ચાલી રહી છે. ગુરુવારે એનવાયરમેન્ટલ એન્જીનિયરિંગની પરીક્ષા હતી. પરીક્ષામાં રાજ્યના કાયદા મંત્રીની પૌત્રી પણ સામેલ હતી. જ્યારે ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ અચાનક પરીક્ષા ખંડમાં પહોંચી, તો મંત્રીની પૌત્રી પાસેથી એક કેલ્ક્યૂલેટર મળ્યું અને તેના કવર પર પેન્સિલથી નોટ્સ લખેલી મળી આવી હતી.

તપાસ દરમિયાન, ટીમના સભ્યોએ મંત્રીની પૌત્રીની પૂછપરછ કરી અને પછી પરીક્ષા શીટ પર નોટ બનાવીને કાપલી જપ્ત કરી લીધી. તેને પરીક્ષા માટે બીજી કોપી આપવામાં આવી, જેમાં તેણે પરીક્ષા આપી હતી. તપાસ ટીમના સભ્યોએ નકલનો કેસ બનાવીને યુનિવર્સિટી મેનેજમેન્ટને પોતાનો રિપોર્ટ સોંપી દીધો. બીજી તરફ, નેશનલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ અને સાંસદ હનુમાન બેનીવાલે આ મામલે કાયદા મંત્રીને ઘેર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કાયદા મંત્રી તેમના પુત્ર મનીષ પટેલને રાજ્ય સરકારના એડિશનલ એડવોકેટ જનરલ બનાવવાને લઈને વિવાદમાં ફસાયા હતા. મનીષને એડિશનલ એડવોકેટ જનરલ બનાવવા પર કાયદા મંત્રીની પાર્ટીમાં ફરિયાદ ઉચ્ચ સ્તરે પહોંચી હતી. ત્યારબાદ, મુખ્યમંત્રી ભજનલાલ શર્માના નિર્દેશ પર, તેમણે પોતાના પુત્રને રાજીનામું અપાવ્યું હતું. કોંગ્રેસે પણ આ મુદ્દા પર કાયદા મંત્રીને પણ ઘેર્યા હતા.

પરીક્ષા કેન્દ્રના અધિક્ષક ડૉ. શ્રવણરામે જણાવ્યું હતું કે, ફ્લાઇંગ સ્ક્વોડે જે કેસ બનાવ્યો છે, મારી નજરમાં આ નકલનો કેસ બનતો નથી. કેલ્ક્યુલેટરના કવર પર ઘણી વખત આમ જ કંઈક લખેલું હોઈ શકે છે. મેં પોતાના રિપોર્ટમાં આ બાબતને નકલ તરીકે સામેલ ન કરવાની જાણકારી આપી છે. કુલપતિ પ્રો. અજય શર્માએ કહ્યું હતું કે, આ પ્રકારના કિસ્સાઓમાં કુલપતિ સીધી રીતે સામેલ હોતા નથી, પરંતુ નિર્ણય પરીક્ષા નિયંત્રક અને અનફેર મીન્સ કમિટી દ્વારા કરવામાં આવે છે. સમિતિ પરીક્ષા સમાપ્ત થયા બાદ બધા કેસોની સામૂહિક રીતે સુનાવણી કરે છે અને અંતિમ નિર્ણય લે છે. આ પ્રકરણ સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની બહાર પ્રદર્શન કર્યું અને નિષ્પક્ષ કાર્યવાહીની માગ કરી. ઉલ્લેખનીય છે કે છેતરપિંડી કરતી પકડાયેલી વિદ્યાર્થિનીના પિતા ધર્મેન્દ્ર પટેલ કેમિકલ એન્જિનિયરિંગ વિભાગમાં ગેસ્ટ ફેકલ્ટી છે.
Related Posts
Top News
73 હજાર પગાર મેળવતી સોફ્ટવેર એન્જિનિયર પત્નીએ પતિ પાસેથી માંગ્યું હતું ભરણપોષણ
માત્ર 3 મિનિટમાં 29 લાખ કાર વેચાઈ, લોકોએ આ EV ખરીદવા માટે બધા રેકોર્ડ તોડી નાખ્યા
‘વિરાટ માફ કરજે..’, એબી ડીવિલિયરસે પસંદ કર્યા ટોપ-5 ક્રિકેટર્સ
Opinion
