ફાયર સેફ્ટી અને NOC ન હોય તેવી કોલેજોની ખેર નહીં, VNSGUએ લીધો મોટો નિર્ણય

થોડા દિવસ અગાઉ રાજકોટ ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 27 જેટલા લોકો મોતને ભેટ્યા કે એમ કહીએ તો કંઇ ખોટું નથી કે તંત્રની બેદરકારીના કારણે આ લોકોને ભોગ બનવું પડ્યું.  આટલા લોકોના ભોગ બાદ રાજ્યમાં તંત્રની ઊંઘ ઉડી છે. ફાયર NOC ન હોય એવા સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લાઓમાં પણ તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ફાયર સેફ્ટી અને ફાયર NOC ન હોય એવા ઘણી એકાઇઓ સીલ કરવામાં આવી છે.

સુરતમાં અત્યાર સુધી કુલ 7 ગેમ ઝોનના સંચાલકો અને મેનેજરો સહિત કુલ 22 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે ત્યારે બીજી તરફ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)એ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ફાયર સેફ્ટી અને NOCને લઈને VNSGUએ તેની સાથે સંકળાયેલી કૉલેજોને આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ, VNSGUની સંલગ્ન કૉલેજો પાસે ફાયર સેફ્ટી અને NOC હોવી આવશ્યક છે. જે કૉલેજોમાં ફાયર સેફ્ટી અને NOC નહીં હોય, એ કૉલેજોનું VNSGU સાથે જોડાણ કરવાની રદ્દ કરી દેવાની ચેતવણી આપવામાં આવી છે.

VNSGUએ તમામ સંલગ્ન કૉલેજોને પરિપત્ર જાહેર કરીને કડક સૂચના આપી છે કે VNSGU સંલગ્ન કૉલેજો પાસે ફાયર સેફ્ટી અને NOC હોવી જરૂરી છે. યુનિવર્સિટીની તપાસમાં ફાયર સેફ્ટી અને NOCના મામવે કોઈ પણ ખામી જણાશે, તો યુનિવર્સિટી દ્વારા કૉલેજોનું જોડાણ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. VNSGUના વાઈસ ચાન્સેલર ડૉ. કિશોર ચાવડાએ આ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે VNSGUએ સંલગ્ન 300 કૉલેજોને ફાયર સેફ્ટી અને NOC ની માહિતી આપવા પરિપત્ર જાહેર કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, એ માહિતીને આધારે જે કૉલેજો પાસે ફાયર સેફ્ટીની NOC નહીં હોય, તે કૉલેજોને અત્યારના શૈક્ષણિક વર્ષ 2024-25ની પ્રવેશ કાર્યવાહીથી તેમને દૂર રાખવામાં આવશે. આવેલી માહિતીના આધારે અમારી ટેક્નિકલ ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, તેના આધારે આગામી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિર્ણય લેવાશે. રાજ્ય સરકારે બધી કૉલેજોને પરિપત્ર જહેર કર્યા છે કે જે કૉલેજો ફાયર સેફ્ટીની NOC લેવામાં નિષ્ફળ જાય, રાજ્ય સરકાર જ એ કૉલેજોનું જોડાણ રદ્દ કરવાની કાર્યવાહી શરૂ થશે. સરકારે એ કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે.  ચાવડાએ એમ પણ કહ્યું કે જો કૉલેજોનું યુનિવર્સિટી સાથેનું જોડાણ રદ્દ કરી દેવામાં આવ્યું તો તેનાથી વિદ્યાર્થીઓ પર કોઈ અસર નહીં થાય.

About The Author

Related Posts

Top News

ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) ભરતી કૌભાંડ અંગે CID પૂછપરછ દરમિયાન વધુ એક મોટો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલ...
National 
ફોરેસ્ટ રેન્જ ઓફિસર માટે 25 લાખ બોલી’, ઝારખંડમાં JPSC કૌભાંડના માસ્ટરમાઇન્ડ અભય તિવારીની કબૂલાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-08-2026 દિવસ: ગુરુવાર મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી. વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન હવે ગુનો ગણાશે. લોકસભા અને રાજ્યસભા દ્વારા 'વંદે માતરમ બિલ'ને...
National 
'વંદે માતરમ' સમયે ફરજિયાત ઉભું થવું પડશે, અપમાન કર્યું તો 3 વર્ષની જેલ; રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ

રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

એક વીડિયોમાં પાણી ભરાયેલું પાર્કિંગ છે. પાર્કિંગ પણ જેવું-તેવું નથી, પરંતુ નોઈડા એરપોર્ટનું પાર્કિંગ છે, એ જ એરપોર્ટ...
National 
રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.