ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી ડો.કિરણ પંડ્યા સાર્વજનિક યુનિ. ના પ્રો-વોસ્ટ બન્યા

On

સૂરત: ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી અને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેનના સભ્ય રહી ચૂકેલા ડો. કિરણ પંડ્યાને ગુજરાતની અગ્રણી સાર્વજનિક સોસાયટી દ્વારા સંચાલિત સાર્વજનિક યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ તરીકે નિમણૂક આપવામાં આવી છે. તેમણે શુક્રવારે વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો.

ડો. પંડ્યા ઇંગ્લેંડની સસેક્સ યુનિવર્સિટીમાંથી પીએચડી થયા છે અને પછી વર્ષો સુધી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપન ઇનચાર્જ કુલસચિવ, એચઆરડી વિભાગના વડા સહિત જુદા જુદા પદો પર કામ કરી ચૂક્યા છે. અધ્યાપન ઉપરાંત તેમણે દેશભરમાંથી કેન્દ્ર સરકાર માટેના આંકડાનું કામ કરતી સંસ્થા સેન્ટ્રલ સ્ટેટિસ્કિટકલ ઓર્ગેનાઇઝેશન, ગુજરાત સરકારના જુદા જુદા પ્રોજેક્ટ્સના ફીલ્ડ એસેસમેન્ટ સહિતના કાર્યો સક્રિય રીતે કર્યા છે. આમ માત્ર અધ્યાપન જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ફિલ્ડની તાલીમમાં જોતરનાર ડો. પંડ્યા હવે પ્રતિષ્ઠિત સાર્વજનિક યુનિવર્સિટીમાં પોતાની સેવાઓ આપશે. તેઓ વડોદરાની કે.પી. યુનિવર્સિટી અને બારડોલીની ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં પણ સેવા આપી ચૂક્યા છે.

સાર્વજનિક યુનિવર્સિટીએ ગુજરાતની અગ્રણી અને સૌથી જૂની સંસ્થાઓમાંની એક સાર્વજનિક સોસાયટી દ્વારા સંચાલિત યુનિવર્સિટી છે.  આ પ્રસંગે ડો. પંડ્યાએ કહ્યું કે, "112 વર્ષ જૂની સંસ્થા ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવે છે. આવી સંસ્થા માટે કામ કરવું તે એક ગૌરવપૂર્ણ વાત છે. આ સંસ્થામાં ખૂબ જ અનુભવી અને નિષ્ણાત અધ્યાપકો તો છે જ તેની સાથે ઉત્તમ ઇન્ફાસ્ટ્રક્ચર પણ છે. શહેરની વચ્ચોવચ હોવાથી તેને લોકેશનલ એડવાન્ટેજ પણ છે. સૌથી મહત્ત્વની વાત સંસ્થા ચલાવનાર ટ્રસ્ટી ખૂબ જ અનુભવી અને ઉચ્ચશિક્ષિત છે જેમાં શહેરના જાણીતા લોયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટ્સ અને બિઝનેસમેન છે.

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.