3 એક્કા ગુજરાતી ફિલ્મ 18મી ઓગસ્ટે રિલીઝ

જ્યારથી આનંદ પંડિત અને વૈશલ શાહની આગામી ગુજરાતી ફિલ્મ 'ત્રણ એક્કા'ની જાહેરાત થઈ હતી ત્યારથી, ચાહકો, તેમજ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો રાહ જોઈ રહ્યા હતા કે યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવીનું જાદુઈ કોમ્બિનેશન આ વખતે શું મનોરંજન આપશે. ઉપરાંત ફિલ્મની ક્વીન્સ કિંજલ રાજપ્રિયા, એશા કંસારા અને તર્જની ભાડલા મુખ્ય ભૂમિકામાં છે. કલાકારોમાં હિતુ કનોડિયા, ચેતન દૈયા અને પ્રેમ ગઢવી પણ અગત્યની ભૂમિકામાં છે. ટૂંક સમય પહેલા રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેલરથી આ ફિલ્મ માટે દર્શકોની અપેક્ષાઓ વધી ગઈ છે. આ વર્ષનું સૌથી મોટું મલ્ટી સ્ટારર પેપી ગીત 'ટેહુંક' લોન્ચ થઇ ગયું છે જેમાં ફિલ્મની છ સ્ટાર કાસ્ટ સામેલ છે.

આનંદ પંડિત કહે છે, "ફિલ્મની કાસ્ટ અંગેની જાહેરાતે જ જોરદાર ધૂમ મચાવી હતી. અત્યાર સુધીમાં દર્શકોને પણ વાર્તાનો ખ્યાલ આવી ગયો હશે જે ત્રણ અજાણ્યા યુવાન છોકરાઓની આસપાસ ફરે છે જે એક સરળ-મધ્યમ-વર્ગના ઘરને ગુપ્ત જુગારના અડ્ડામાં ફેરવીને પૈસા કમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફિલ્મનો પ્લોટ ખુબ જ મનોરંજક છે."

નિર્માતા આનંદ પંડિતની "ફક્ત મહિલાઓ માટે",” ચેહરે” અને "ડેઝ ઓફ ટફરી" પછી વૈશલ શાહના જનનોક ફિલ્મ્સ સાથે આ ચોથી ફિલ્મ છે અને તેઓ કહે છે, "અમને બંનેને પારિવારિક મનોરંજન આપતી ફિલ્મો માટે સમાન પ્રેમ છે અને અમે આ ફિલ્મ બનાવવા માટે એકસાથે ઘણો સારો સમય પસાર કર્યો." વૈશલ શાહ વધુમાં જણાવે છે, "અમે એક સારુ અને મનોરંજક સિનેમા પાછું લાવવા માંગીએ છીએ જે સમગ્ર પરિવાર સાથે બેસીને જોઈ શકે અને અમારા પરથી જોઈ શકાય છે કે આ ફિલ્મ શુદ્ધ મનોરંજનથી ભરપૂર છે." આ ફિલ્મનું નિર્દેશન રાજેશ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 18મી ઓગસ્ટે રિલીઝ થશે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.