છૂટાછેડા પછી બગડી તબિયત, એ.આર.રહેમાને કહ્યું- હું જીવતો રહું કે...


સંગીતના ઉસ્તાદ તરીકે જાણીતા એ.આર. રહેમાન થોડા સમય પહેલા હોસ્પિટલમાં દાખલ થયા હતા. જણાલલામાં આવ્યું કે અચાનક છાતીમાં દુખાવો થવાને કારણે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર અને ડોક્ટરોની ટીમે પાછળથી કહ્યું કે આ ડિહાઇડ્રેશનને કારણે થયું હતું. અગાઉ પણ તેમનું અંગત જીવન પણ ચર્ચામાં હતું, જ્યારે તેમણે તેમની પત્ની સાયરા બાનુથી છૂટાછેડાની જાહેરાત કરી હતી.

ઇન્ડિયા ટુડે સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, રહેમાને તેમના અંગત જીવનની ચર્તાઓ વિશે વાત કરી હતી. રહેમાને કહ્યું કે મારા ત્રણ દાયકા લાંબા કરિયરમાં આવું પહેલી વાર બન્યું છે. 

AR-Rahman
songsall.com

ચાહકો ઇચ્છે છે કે હું જીવંત રહું

પોતાના સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે વાત કરતાં રહેમાને કહ્યું કે તે તેમની પોતાની મસ્તી હતી. ગાયકે આગળ કહ્યું- હું ઉપવાસ કરતો હતો અને શાકાહારી પણ બની ગયો હતો. મને ગેસ્ટ્રિક એટેક આવ્યો અને હું હોસ્પિટલમાં હતો. બીજી વાત જે મને ખબર પડી કે તેમણે એક પ્રેસ નોટ મોકલી હતી. જોકે, લોકો તરફથી આટલા બધા સુંદર સંદેશાઓ મળ્યા અને તે અનુભવવું ખુબ સારુ હતુ કે તે લોકો ઈચ્છે છે કે હું જીવતો રહું.

જાહેર થયું અંગત જીવન 

જ્યારે તેમને તેમના અંગત જીવનના સમાચારો ચર્ચામાં રહેવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, 'આ માનવતા છે.' ક્યારેક તમે એવી વ્યક્તિને નફરત કરવા લાગો છો જે પોતાને માણસ નથી માનતો. મેં મારા જીવનમાં ઉતાર-ચઢાવનો સામનો કર્યો છે. તે સાચું છે. આપણામાંથી દરેકમાં એક ખાસ ગુણ છે, તેઓ પોતાના ઘરમાં સુપરહીરો છે. પણ મારા ચાહકોએ મને સુપરહીરો બનાવ્યો છે. એટલા માટે મેં મારા આગામી પ્રવાસનું નામ 'વન્ડરમેન્ટ' રાખ્યું છે, કારણ કે તે હેરાનીની વાત છે કે મને લોકો તરફથી આટલો બધો પ્રેમ અને આશીર્વાદ મળે છે.

AR-Rahman2
dailyexcelsior.com

એઆર રહેમાને વધુમાં જણાવ્યું કે તેઓ આ પ્રવાસ માટે અમેરિકાના 18 શહેરોની મુલાકાત લેશે. મુંબઈથી કાર્યક્રમ શરૂ કરવા વિશે વાત કરતાં તેમણે કહ્યું, 'પહેલો કાર્યક્રમ મુંબઈમાં કરવો જરૂરી હતો. 'છાવા' ની સફળતા પછી શહેરમાં પાછા આવીને ખરેખર સારું લાગે છે.

 

Related Posts

Top News

71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે; 26,560 કરોડની છે સંપત્તિ

92 વર્ષની ઉંમર અને દરરોજ કામ કરવું, આ સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહીં આવે. પણ આ વાસ્તવિકતા છે. તે...
Business 
71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે;  26,560 કરોડની છે સંપત્તિ

ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ

ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર ભારતના વલણને સમજાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ભારતીય ડેલિગેશનની રચના ખૂબ લાઈમલાઇટમાં છે. આ...
National  Politics 
ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ

બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું

રોહિત શર્માની ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત બાદ, ભારતીય ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને ચર્ચા તેજ છે. આ દરમિયાન,...
Sports 
બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું

ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા...
National 
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.