‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’, અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?

અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 71 એકરમાં ફેલાયેલું છે. આ મંદિરના નિર્માણમાં કરોડોના કિંમતી પથ્થર, કરોડોનું સોનું-ચાંદી, હીરા અને અન્ય કિંમતી રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ તમને જાણીને એ આશ્ચર્ય થશે કે આ ભવ્ય મંદિરના નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી. ગુરુવારે આ જાણકારી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રામ મંદિરમાં રાજા રામ સહિત 8 મૂર્તિઓના અભિષેક બાદ આપી હતી.

nripendra-mishra1
egov.eletsonline.com

 

રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ મંદિરના તસવીર અને વીડિયો પણ સામે આવ્યા હતા. આ સંપૂર્ણ દર્શન દરમિયાન રામ મંદિર નિર્માણના સૂત્રધાર નૃપેન્દ્ર મિશ્રાએ સમગ્ર નિર્માણ કાર્યની સુક્ષ્મતા બાબતે પણ જણાવ્યું. હતું નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, અહીં 7 મંદિરો છે. તેને સપ્ત મંડપ કહેવામાં આવે છે. શરૂઆતમાં જ્યારે નિર્માણ કાર્યની કલ્પના કરવામાં આવી રહી હતી, તો ખૂબ જ નાના આકારમાં મંદિરની કલ્પના કરવામાં આવી હતી. તે સમયે એવો કોઈ અંદાજ પણ નહોતો કે સુપ્રીમ કોર્ટ 71 એકર જમીન આપશે અને જનતા મંદિર માટે 100 ટકા યોગદાન આપશે.

મંદિરના નિર્માણના ખર્ચ પર નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે, તેમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી. તેમાં બધુ યોગદાન આપણા દેશ અને વિદેશમાં રહેતા દેશવાસીઓએ આપ્યું છે. તેમાં 100 ટકા ભક્તોનું યોગદાન છે. તેનાથી નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. આ અનુમાન નહોતું કે આટલી ધનરાશિ આવશે. નૃપેન્દ્ર મિશ્રાએ એમ પણ કહ્યું કે, દેશ અને વિદેશમાં રહેતા જે આપણા દેશવાસી રહે છે, તેમના દાનથી નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. નૃપેન્દ્ર મિશ્રાએ ભાર આપીને જણાવ્યું કે 100 ટકા નિર્માણ દાનથી થઈ રહ્યું છે. અમને એ અંદાજ નહોતો કે દાનમાં આટલી બધી ધનરાશિ આવશે. જ્યારે ધનરાશિ આવવા લાગી, તો મહત્ત્વાકાંક્ષા વધવા લાગી. જેમ-જેમ મહત્ત્વાકાંક્ષા વધી તો આ 5 મંડપ બન્યા, મહત્ત્વાકાંક્ષા સાથે પહેલો અને બીજો માળ જોડવામાં આવ્યો. પરકોટાના નિર્માણનો વિચાર તો કોરોના સમાપ્ત થયા બાદ 2023માં આવ્યો.

nripendra-mishra
indianexpress.com

 

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે મંદિરના પહેલા માળ પર જેટલા પણ દરવાજા છે, તે બધા સોનાના બનેલા છે. મંદિરના દરવાજા અને કળશને જોડવામાં આવે તો કુલ મળીને 45-50 કિલો સોનાનો ઉપયોગ થયો છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક ખૂબ મોટા બિઝનેસમેન છે, તેમનું નામ દિલીપજી છે. તેમણે સોમનાથ અને કાશીના વિશ્વનાથ મંદિરને પણ સોનું દાન કર્યું હતું. અહીં તેમણે લગભગ 45-50 કિલો સોનું દાન કર્યું છે. ટેક્સથી અલગ કરીને બતાવવામાં આવે તો તેની કિંમત 50 કરોડ રૂપિયા છે.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
Business 
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

સુરતના અનેક વિસ્તારોની અંદર અશાંત ધારો લાગૂ પાડવામાં આવેલો છે. પરંતુ તેનો યોગ્ય રીતે અમલ નથી થતો તેવી ફરિયાદ ખુદ...
Gujarat 
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે

ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરત બારડનો પાલિકાની ચૂંટણી આવે તે પહેલા વ્હોટસએપ ગ્રુપમાં એક મેસેજ ફરતો થતા ભાવનગરના રાજકારણમાં હડકંપ...
Politics 
ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.