શું છે શિમલા એગ્રિમેન્ટ? શું ભારતે કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષકારો માટે દરવાજા ખોલી નાખ્યા?' કોંગ્રેસે આ પ્રશ્ન કેમ ઉઠાવ્યો?

મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસ, જેણે પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીમાં સરકારને સંપૂર્ણ ટેકો આપ્યો હતો, તેણે હવે યુદ્ધવિરામની જાહેરાત અને ત્યારપછીની પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરીને સરકારને ઘેરી લીધી છે. ભારત પાકિસ્તાન પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામની જાહેરાત ને લઈને પણ કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા છે. આ ઉપરાંત, પાકિસ્તાન સાથેના શિમલા કરારના અંતનો ઉલ્લેખ કરીને, ત્રીજા પક્ષની મધ્યસ્થી અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

કોંગ્રેસના નેતા અને પ્રવક્તા જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું, 'ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ફરી એકવાર માંગ કરે છે કે PMની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે. આ સાથે, પહેલગામ, ઓપરેશન સિંદૂર અને પહેલા વોશિંગ્ટન DC અને પછી ભારત અને પાકિસ્તાનની સરકારો દ્વારા જાહેર કરાયેલ યુદ્ધવિરામના મુદ્દા પર સંસદનું એક ખાસ સત્રનું આયોજન કરવું જોઈએ, જેથી આ બધા મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ શકે.'

રમેશે લખ્યું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માને છે કે, US સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત માટે 'તટસ્થ મંચ'નો ઉલ્લેખ અનેક પ્રશ્નો ઉભા કરે છે. તેમણે પૂછ્યું કે, શું આપણે શિમલા કરારનો ત્યાગ કર્યો છે? શું આપણે તૃતીય પક્ષ મધ્યસ્થી માટે દરવાજા ખોલી નાખ્યા છે?

Shimla-Agreement-19721
lokmatnews.in

તેમણે લખ્યું, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પૂછવા માંગે છે કે, શું ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી માર્ગો ફરીથી ખોલવામાં આવી રહ્યા છે? આપણે પાકિસ્તાન પાસેથી કઈ પ્રતિબદ્ધતાઓ માંગી છે અને આપણને તેના બદલે શું મળ્યું છે?

Shimla-Agreement-19722
amnesty-org-uk.translate.goog

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગઈકાલે સાંજે દેશના બે ભૂતપૂર્વ સૈન્ય વડાઓ દ્વારા આ સમગ્ર પરિસ્થિતિ અંગે કરવામાં આવેલી ટિપ્પણીઓ તરફ ધ્યાન દોરવા માંગે છે. આ ટિપ્પણીઓને ધ્યાનમાં રાખીને, PM મોદીએ પોતે જવાબ આપવો જોઈએ. રમેશે લખ્યું કે, 'છેલ્લે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માને છે કે દેશ માટે 1971માં ઇન્દિરા ગાંધીજીના અપવાદરૂપે હિંમતવાન અને દૃઢ નેતૃત્વને યાદ રાખવું સ્વાભાવિક છે.

Related Posts

Top News

રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ

શહેરના રૈયા રોડ વિસ્તારમાં ચાલતું એક આધાર કાર્ડ કૌભાંડ શહેર ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ બહાર આવ્યું છે. પોલીસે દસ્તાવેજોમાં છેડછાડ...
Gujarat 
રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ

ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?

તાજેતરમાં અનિલ અંબાણીની કંપનીની લોનને SBIએ ફ્રોડ લોન જાહેર કરી હતી એ મુશ્કેલીમાંથી અનિલ અંબાણી બહાર આવ્યા નહોતા તેવામાં...
Business 
ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?

શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું

  IVFએ એક એવી તકનીક છે, જે આજના ઘણા યુગલોને માતાપિતા બનવાનો આનંદ આપે છે. આ તકનીક ફક્ત એક...
Lifestyle 
શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું

Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું

સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષા અને ધમકીઓ આપવા માટે કુખ્યાત કિર્તી પટેલની જ્યારે 17 જૂને સુરત પોલીસે ધરપકડ કરી ત્યારે...
Gujarat 
Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.