- National
- નૌકાદણના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ એમ કેમ કહ્યું કે- નેવીએ તૈયાર રહેવું પડશે
નૌકાદણના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ એમ કેમ કહ્યું કે- નેવીએ તૈયાર રહેવું પડશે

એડમિરલ દિનેશ K. ત્રિપાઠીએ શુક્રવારે કહ્યું હતું કે, આતંકવાદને યુદ્ધ તરીકે લેવાના ભારતના નવા અભિગમથી નૌકાદળની કામ કરવાની રીત બદલાઈ ગઈ છે. પાકિસ્તાન સામે 'ઓપરેશન સિંદૂર' પછી આ પરિવર્તન આવ્યું છે. એડમિરલ ત્રિપાઠીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, આપણે આ નવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. આપણે આ આતંકવાદીઓને મજબુતીથી જવાબ આપવો પડશે.
ગયા મહિને, ઉત્તર અરબી સમુદ્રમાં પાકિસ્તાન સામે INS વિક્રાંત અને તેના MiG-29K ફાઇટર એરક્રાફ્ટ સહિત ભારતના 35થી વધુ યુદ્ધ જહાજો અને સબમરીન તૈનાત કરવામાં આવ્યા હતા. તેનો હેતુ પાકિસ્તાનને ડરાવવાનો હતો. એડમિરલ ત્રિપાઠીએ કહ્યું કે, અમારા જહાજો, સબમરીન અને વિમાનો સંપૂર્ણપણે તૈયાર હતા. તેઓ આપણી તાકાત બતાવી રહ્યા હતા, જેથી પાકિસ્તાન કંઈ હિમ્મત ન કરે. તેમણે વધુમાં કહ્યું કે, અમારી ઝડપથી થયેલી કાર્યવાહી દર્શાવે છે કે, અમે કેટલા શક્તિશાળી છીએ. આનાથી પાકિસ્તાનને તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ કરવાની ફરજ પડી. હું કહીશ કે આ યોગ્ય સમયે થયું.
7 મેના રોજ, જ્યારે ભારતીય વાયુસેના (IAF) અને સેનાએ પાકિસ્તાન અને PoKમાં નવ આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો, ત્યારે નૌકાદળની તૈનાતીએ ખાતરી કરી કે, પાકિસ્તાની નૌકાદળ તેની સરહદોની અંદર રહે અને પોતાનો બચાવ કરતી રહે.
ભારત માટે નૌકાદળની ભૂમિકા હવે વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. સુરક્ષાના સંદર્ભમાં દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. એડમિરલ ત્રિપાઠીએ કહ્યું, 'વિશ્વભરમાં ચાલી રહેલા સંઘર્ષો અને ભૂ-રાજકીય ફેરફારોને કારણે અમારા કાર્યની સંખ્યા, વિવિધતા અને જટિલતામાં વધારો થયો છે.'
તેમણે વધુમાં કહ્યું, 'સૌથી ઝડપથી વિકસતી સેના હોવાને કારણે, નૌકાદળ સતત નવી તકનીકો અપનાવી રહ્યું છે. અમે આધુનિક જહાજો, સબમરીન, વિમાન, માનવરહિત પ્રણાલીઓ (ડ્રોન), અવકાશ સંસાધનો અને AI (કૃત્રિમ બુદ્ધિ) સંચાલિત પ્લેટફોર્મનો સમાવેશ કરી રહ્યા છીએ. આ અમારી શક્તિમાં વધુ વધારો કરી રહ્યું છે.
આનો અર્થ એ છે કે, ભારતીય નૌકાદળ હવે પહેલા કરતાં ઘણું વધુ શક્તિશાળી છે અને કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છે. તેઓ નવી તકનીકનો ઉપયોગ કરી રહ્યા છે અને દેશને સુરક્ષિત રાખવા માટે સતત તેમની શક્તિમાં વધારો કરી રહ્યા છે.
Related Posts
Top News
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ
Opinion
