સલમાન ખાન ફાર્મહાઉસ વિવાદ: પાડોશીએ ગંભીર આરોપો લગાવ્યા, હાઇ કોર્ટે પાડોશીને જ ખખડાવી નાખ્યા

બોલિવુડ અભિનેતા સલમાન ખાનનો વિવાદોનો ઇતિહાસ લાંબો છે. આ વખતે તેનાના પાડોશી કેતન કક્ક઼ડ વચ્ચે ચાલી રહેલા ફાર્મહાઉસ જમીન વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. બોમ્બે હાઇકોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે સોશિયલ મીડિયા કોઈને પણ કોઈપણ વ્યક્તિ, પછી ભલે તે સામાન્ય નાગરિક હોય કે સેલિબ્રિટી વિરુદ્ધ બદનક્ષીભરી સામગ્રી પોસ્ટ કરવાનો અધિકાર આપતું નથી.

સુનાવણી દરમિયાન, બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ શર્મિલા દેશમુખે સલમાન ખાનના પાડોશી કેતન કક્ક્ડને સોશિયલ મીડિયા પર અભિનેતા વિરુદ્ધ કરેલી પોસ્ટ્સ અને વીડિયો દૂર કરવાનું વિચારવા કહ્યું. કોર્ટે એમ પણ પૂછ્યું કે જ્યારે મામલો પહેલાથી જ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે તે સોશિયલ મીડિયાનો આશરો કેમ લઈ રહ્યો છે.

salman
mensxp.com

શું છે આખો મામલો

કેતન કક્કડ અમેરિકામાં રહી ચૂકેલો નિવૃત્ત NRI છે. તેની જમીન રાયગઢ જિલ્લાના પનવેલ વિસ્તારમાં આવેલી છે, દે સલમાન ખાનના પ્રખ્યાત ફાર્મહાઉસ અર્પિતા ફાર્મ્સ પાસે આવેલી છે. એવું કહેવાય છે કે 1990ના દાયકામાં જ્યારે કક્કડે નિવૃત્તિ માટે જમીન ખરીદી હતી, ત્યારે જમીન વેચનારી કંપનીએ તેનો સલમાન ખાનના પિતા સલીમ ખાન સાથે પરિચય કરાવ્યો હતો. ઘણા વર્ષો સુધી, બંને પરિવારો વચ્ચે સારા સંબંધો રહ્યા. જ્યારે પણ કક્કડ પરિવાર તેમની મિલકત પર આવતો હતો, ત્યારે સલમાનના પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવતું હતું. પરંતુ 2019માં, બંને પક્ષો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. કક્ક્ડનો આરોપ છે કે તેને અચાનક તેની જમીન પર જતા રોકી દેવામાં આવ્યા હતા.

આખો વિવાદ પનવેલમાં 2.5 એકર ડુંગરાળ જમીનનો છે. કક્ક્ડનો દાવો છે કે આ જમીન તેની છે. કક્ક્ડનો આરોપ છે કે સલમાન ખાનના પ્રભાવ હેઠળ મહારાષ્ટ્ર વન વિભાગે તેની જમીન ફાળવણી રદ કરી દીધી. તેનો એવો પણ દાવો છે કે એક મોટો દરવાજો બનાવીને તેની જમીન સુધી પહોંચવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો.

કક્ક્ડનો આરોપ છે કે તેમની જમીન તરફ જતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, વીજળી કાપી નાખવામાં આવી હતી અને તેમનું ઇકો-ફ્રેન્ડલી ઘર અને ગણપતિ મંદિર તોડી પાડવામાં આવ્યું. તેનો એવો પણ દાવો છે કે કેટલાક દસ્તાવેજોમાં છેડછાડ કરીને તેની જમીનને ખાનગી વન વિસ્તાર જાહેર કરી દેવામાં આવી. સલમાન ખાને આ બધા આરોપોને નકારી કાઢ્યા છે. અભિનેતાના વકીલોનું કહેવું છે કે કક્ક્ડ જે જમીન ખરીદવા માંગતા હતા તે ગેરકાયદેસર હોવાનું જણાયું હતું અને આ કારણે તેને રદ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ, તેમણે સલમાન ખાન સામે આરોપો લગાવવાનું શરૂ કર્યું.

સ્થાનિક રીતે વિવાદનો ઉકેલ ન આવ્યા પછી, કેતન કક્કડે સોશિયલ મીડિયા પર ઝંપલાવ્યું. તેણે સલમાન ખાનના 100 એકરના ફાર્મહાઉસ સાથે સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો આરોપ લગાવતા ઘણા વીડિયો અને પોસ્ટ શેર કર્યા. એક વીડિયોમાં તેણે સલમાન ખાનની તુલના બાબર અને ઔરંગઝેબ સાથે કરી. સાથે જ ગણપતિ મંદિર અને અયોધ્યા મંદિરનો ઉલ્લેખ કરીને વિવાદને ધાર્મિક વળાંક આપવાનો પ્રયાસ કર્યો. આ વીડિયો લાખો લોકોએ જોયા, અને સોશિયલ મીડિયા પર સલમાન ખાન વિરુદ્ધ અસંખ્ય ટિપ્પણીઓ આવવા લાગી.

સોશિયલ મીડિયા પર લાગેલા આરોપો બાદ સલમાન ખાને કેતન કક્ક્ડ સામે સિવિલ માનહાનિનો કેસ દાખલ કર્યો. તેમણે ગુગલ, યુટ્યુબ, ફેસબુક, એક્સ (ટ્વીટર) અને કેટલાક કન્ટેન્ટ ક્રિએટર્સને પણ કેસમાં પક્ષકારો તરીકે નામ આપ્યા.

salman
mensxp.com

સલમાને માંગ કરી કે કોર્ટ કક્ક્ડને તેમના વિરુદ્ધ કોઈપણ વાંધાજનક નિવેદનો અથવા વીડિયો પોસ્ટ કરવાથી રોકે. અભિનેતાએ જણાવ્યું હતું કે આ પોસ્ટ્સ ન માત્ર તેમની છબી ખરાબ કરી રહી છે, પરંતુ સાંપ્રદાયિક તણાવ પણ પેદા કરી રહી છે. જોકે, નીચલી કોર્ટમાંથી કોઈ રાહત ન મળતા સલમાન ખાને બોમ્બે હાઈકોર્ટમાં નિર્ણયને પડકાર્યો હતો.

હવે, સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે જણાવ્યું છે કે સોશિયલ મીડિયા સુઘી પહોંચ હોવાનો અર્થ એ નથી કે કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિ વિરુદ્ધ બદનક્ષીભરી સામગ્રી પોસ્ટ કરતી રહે. કોર્ટે કક્ક્ડને સલમાન ખાન વિરુદ્ધ કરેલી પોસ્ટ્સ અને વીડિયો દૂર કરવાનું વિચારવા કહ્યું.

કોર્ટે એ પણ પ્રશ્ન કર્યો કે જ્યારે કેસ પહેલાથી જ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે સોશિયલ મીડિયા દ્વારા આરોપો લગાવવાની જરૂર શું છે. કેસમાં હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. હાઈકોર્ટે હજુ સુધી અંતિમ આદેશ પસાર કર્યો નથી, અને આ કેસની વધુ સુનાવણી આગામી તારીખે કરવામાં આવશે.

About The Author

Top News

સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

બોલિવૂડ અભિનેતા સલમાન ખાને તેની આગામી સૂચિત ફિલ્મ ‘કાલા હિરન: ધ બેટલ ફોર લેગસી’ ના નિર્માતાઓ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી...
Entertainment 
સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે શેરબજારમાં અદભુત તેજી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ હોવાના અહેવાલો વહેતા...
Business 
એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

પશ્ચિમ બંગાળના રાજકારણની અસર હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી શકે છે. તૃણમૂલ કોંગ્રેસમાં થયેલા આ ભંગાણના કારણે મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેની...
National 
TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો

બિહારમાં પુલ બનાવવાથી લઈને તેમના તૂટી પડવા સુધીની અનેક ગેરરીતિઓ જોવા મળી છે. તેનું તાજેતરનું ઉદાહરણ છે પૂર્વ ચંપારણ જિલ્લામાં...
National 
બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.