બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો

બિહારમાં પુલ બનાવવાથી લઈને તેમના તૂટી પડવા સુધીની અનેક ગેરરીતિઓ જોવા મળી છે. તેનું તાજેતરનું ઉદાહરણ છે પૂર્વ ચંપારણ જિલ્લામાં બનેલો એક પુલ. તેની આસપાસ ન તો કોઈ મોટો રસ્તો છે કે ન તો કોઈ નદી. ખેતરની એકદમ વચ્ચે જ એન્જિનિયરે આ પુલ બનાવી દીધો. ન તો અહીંથી કોઈએ પસાર થવાનું છે, ન તો આગળ કોઈ એવો રસ્તો બનવાનો છે. આમ છતાં પણ, ફક્ત સરકારી ભંડોળની ઉચાપત કરવા માટે અધિકારીઓની મિલીભગતથી મનરેગા યોજના હેઠળ આ કૌભાંડ કરવામાં આવ્યું હતું, અને લોકોના પૈસાનો બગાડ કરવામાં આવ્યો હતો.

Motihari Bridge
amarujala.com

આ મામલો પૂર્વ ચંપારણનો છે, જ્યાં મનરેગા યોજના હેઠળના એક બાંધકામ પ્રોજેક્ટે વહીવટી તંત્ર પર સવાલો ઉભા કર્યા છે. કેસરિયા બ્લોકની ઢેકહા પંચાયતમાં, ખેતર અને કાદવથી ભરેલા માર્ગ વચ્ચે એક પુલ બનાવવામાં આવ્યો હતો, જ્યાં નથી કોઈ રસ્તો કે નથી કોઈ આવવા જવા માટેનો સીધો માર્ગ. લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ પુલના ફોટા અને વીડિયો સામે આવ્યા પછી, આ મામલો ચર્ચાનો વિષય બન્યો.

સ્થાનિક લોકોનો આરોપ છે કે, મનરેગા યોજનાનો ઉપયોગ વિકાસના હેતુઓ માટે નહીં પણ સરકારી ભંડોળનો દુરુપયોગ કરવા માટે થઈ રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે, ગંડક નદીના પટ્ટા અને કાદવથી ભરેલા માર્ગ પર 4 પુલ બનાવવામાં આવ્યા છે, જોકે ત્યાં સુધી પહોંચવા માટે કોઈ રસ્તો જ નથી. પરિણામે, આ પુલનો ઉપયોગ કોણ કરશે તે સમજવું મુશ્કેલ છે. અહેવાલો અનુસાર, દરેક પુલના નિર્માણ પર આશરે સાડા ચાર લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આનો અર્થ એ થાય કે સરકારી ભંડોળમાંથી 4 પુલ પર લાખો રૂપિયા ખર્ચવામાં આવેલા. જો કે, જ્યાં તે બનાવવામાં આવ્યા હતા ત્યાં ન તો લોકોની કોઈ નિયમિત અવાર જવર છે અને ન તો કોઈ સારી સડક.

Motihari Bridge
hindi.news18.com

પુલ બાંધકામમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની ભૂમિકા પર હવે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. સામાન્ય જનતામાં એવી ચર્ચા થઇ રહી છે કે, મનરેગા જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ કેટલાક વિસ્તારોમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ માટે 'કમાણીનું સાધન' બની ગયું છે. જ્યાં જરૂર નથી ત્યાં બાંધકામ કાર્ય કરીને સરકારી ભંડોળનો દુરુપયોગ કરવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. જો કે, કેસરિયા બ્લોકના મનરેગા પ્રોગ્રામ ઓફિસર (PO) આશુતોષ કુમારે બાંધકામ કાર્યનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોએ પુલની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે સ્વીકાર્યું કે દરેક પુલનો ખર્ચ આશરે 4.5 લાખ રૂપિયા થયો હતો.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.