ભણેલા-ગણેલા નથી નેતા, કાજોલે એવું તો શું કહ્યું છે જેના કારણે ટ્રોલ થઈ રહી છે

કાજોલ હિન્દી સિનેમાની એ કેટલીક એક્ટ્રેસોમાં સામેલ છે જે પોતાની શાનદાર એક્ટિંગ સાથે નીડર વિચાર અને બિન્દાસ એટિટ્યુડ માટે પણ જાણીતી છે. કાજોલ હંમેશાં પોતાની વાત ખૂલીને સામે રાખે છે, પરંતુ આ વખત પોતાના એક નિવેદમાં દેશના નેતાઓને અશિક્ષિત કહી દીધા, જેના પર હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ એક્ટ્રેસને તેની વાયરલ કમેન્ટ પર ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. ટ્રોલિંગ પર હવે એક્ટ્રેસે મૌન તોડ્યું છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે કાજોલે શું કહ્યું છે.

કાજોલ જલદી જ વેબ સીરિઝ 'ધ ટ્રાયલ'થી OTT પર પોતાનું ડેબ્યૂ કરવા જઈ રહી છે. એક્ટ્રેસ વેબ સીરિઝનું ફૂલ જોશમાં પ્રમોશન કરવા માટે વ્યસ્ત છે. આ દરમિયાન એક વેબસાઈટને આપેલ ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે દેશના નેતાઓના અભ્યાસ અને સ્લો ગ્રોથ પર કમેન્ટ કરી દીધી, જેના પર લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે. એક્ટ્રેસે કહ્યું કે, બદલાવ, ખાસ કરીને ભારત જેવા દેશમાં ધીમો છે. એ ખૂબ જ વધારે સ્લો છે કેમ કે આપણે પોતાની પરંપરાઓ અને વિચારોમાં ડૂબેલા છીએ અને નિશ્ચિત રૂપે તેનો સંબંધ શિક્ષણ સાથે છે.

કાજોલે આગળ કહ્યું કે, તમારી પાસે એવા રાજનીતિક નેતા છે, જેમનું કોઈ એજ્યૂકેશનલ બેકગ્રાઉન્ડ નથી. મને દુઃખ છે, પરંતુ હું બહાર જઈને એમ કહીશ, દેશ પર નેતાઓનું શાસન છે. તેમાંથી ઘણા નેતા એવા છે જેમની પાસે યોગ્ય દૃષ્ટિકોણ પણ નથી, જે માત્ર શિક્ષણથી આવે છે. નેતાઓના શિક્ષણ પર કાજોલનું આ નિવેદન તેજીથી વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.

એક યુઝરે કાજોલને ટ્રોલ કરતા લખ્યું કે, ડિયર કાજોલ, એક નિશ્ચિત અંદાજમાં ઇંગ્લિશ બોલવું એજ્યૂકેશન નથી. એ એક સ્કિલ હોય શકે છે. દુર્ભાગ્યથી આપણાં પર અશ્વિની વૈષ્ણવ, ડૉ. જયશંકર, નિર્મલા મેમ, કિરણ રિજિજુ, પિયુષ ગોયલ, નીતિન ગડકરી જેવા શિક્ષિત નેતાઓનું શાસન છે, જે તામરી જેમ અંગ્રેજી બોલી શકતા નથી. શરમ કરો.

એક અન્ય યુઝરે કાજોલને ટ્રોલ કરતા યાદ અપાવ્યું કે તે પોતે એક સ્કૂલ ડ્રોપઆઉટ છે. ટ્રોલિંગ બાદ કાજોલે ટ્વીટના માધ્યમથી પોતાના વાયરલ નિવેદન પર સ્પષ્ટતા આપી છે. એક્ટ્રેસે ટ્વીટ કરીને લખ્યું કે, હું માત્ર શિક્ષણ અને તેના મહત્ત્વ બાબતે વાત કરી રહી હતી. મારું ઉદ્દેશ્ય કોઈ પણ રાજનીતિક નેતાને નીચું દેખાડવાનું નહોતું. આપણી પાસે મહાન નેતા છે જે દેશને યોગ્ય રસ્તા પર લઈ જઈ રહ્યા છે.

કાજોલના નિવેદનને લઈને હવે શિવસેના (UBT) નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના વિચાર રાખ્યા છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે, તો કાજોલનું કહેવું છે કે અમે એ નેતાઓ દ્વારા શાસિત છીએ, જે અશિક્ષિત અને જેમની પાસે કોઈ વિઝન નથી. કોઈ પણ નારાજ નથી કેમ કે તેમનું મંતવ્ય છે, કોઈ સત્ય નથી. તેણે કોઈનું નામ પણ લીધું નથી, પરંતુ બધા ભક્ત નારાજ છે. કાજોલના વર્કફ્રન્ટની વાત કરીએ તો વેબ સીરિઝ ‘ધ ટ્રાયલ’માં નજરે પડવાની છે. વેબ સીરિઝ 14 જુલાઇના રોજ રીલિઝ થવાની છે. ‘ધ ટ્રાયલ’ અમેરિકન કોર્ટ રૂમ ડ્રામા ‘ધ ગુડ વાઇફ’નું હિન્દી વર્ઝન છે.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.