સ્ટાર કિડ્સ જેમણે ફિલ્મોમાં નહીં પરંતુ બીજી લાઈનમાં બનાવી પોતાની ઓળખ

આપણે ત્યાં એવું માનવામાં આવતું હોય છે કે ડૉક્ટરનો છોકરો કે છોકરી ડૉક્ટર જ થશે અને ખાસ કરીને બોલિવુડના સિતારાઓના છોકરા અથના છોકરી પણ ફિલ્મ લાઈનમાં જ જોડાશે તેવું સૌ કોઈ માનતા હયો છે પરંતુ દર વખતે આવું જ થાય તેવું જરૂરી નથી. ઘણા સ્ટાર કિડ્સ એવા છે જેમણે ફિલ્મ લાઈનમાં નહીં પરંતુ બીજી લાઈનમાં પોતાનું કરિયર બનાવ્યું છે અને તેમાં સફળ પણ થયા છે. તો ચાલો જોઈ લઈએ એવા જ કેટલાંક સ્ટાર કિડ્સ અંગે

નવ્યા નવેલી નંદા

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા ફિલ્મની દુનિયાથી દૂર પોતાનું કરિયર બનાવવાનું વિચારી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે નવ્યાએ પોતાના પિતા નિખિલ નંદા સાથે બિઝનેસ સેક્ટરમાં કામ કરવાનું નક્કી કર્યું છે. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તે પોતાના પરિવારની ચોથી પેઢી અને પહેલી મહિલા હશે જે આ ક્ષેત્રમાં આગળ વધશે. તેને પોતાના દાદાની વિરાસતને આગળ જવામાં ઘણો ગર્વ થશે.

રિધીમા કપૂર સહાની

ઋષિ કપૂર અને નીતુ કપૂરની પુત્રી રિધીમા કપૂર ફેશન ઈન્ડ્સ્ટ્રીની જાણીતી હસ્તી છે. તે એક જ્વેલરી ડિઝાઈનર છે અને તેની પોતાની બ્રાન્ડ છે. ભલે તે ફિલ્મોથી દૂર રહી છે પરંતુ તેની પોપ્યુલારીટી બાકીના કોઈ બોલિવુડ સિલેબ્સથી ઓછી નથી.

શાહીન ભટ્ટ

ડાયરેક્ટર મહેશ ભટ્ટ અને સોની રઝદાનની પુત્રી શાહીન ભટ્ટે ફિલ્મોમાં એક્ટિંગ કરવાને બદલે બેક સ્ટેજ કંટ્રોલ કરવાની જવાબદારી લીધી છે. તેણે સન ઓફ સનદાર ફિલ્મમાં કો-રાઈટર તરીકે પણ કામ કર્યું છે. શાહીને લંડનથી ફિલ્મ મેકીંગનો અભ્યાસ કર્યો છે.

સુનૈના રોશન

રાકેશ રોશનની પુત્રી અને ઋતિકિ રોશનની બહેન સુનૈના ઘણી વખત ચર્ચામાં રહી ચૂકી છે. સુનૈનાના પ્રોફેશનલ ફ્રન્ટવર્કની વાત કરીએ તો તે પોતાના પરિવારના પ્રોડક્શન હાઉસ ફિલ્મક્રાફ્ટને સફળતાપૂર્વક આગળ વધાર્યું છે.

રાહુલ ભટ્ટ

આલિયા, પૂજા અને શાહીન સિવાય મહેશ ભટ્ટને એક છોકરો રાહુલ ભટ્ટ પણ છે. રાહુલ એક પ્રોફેશનલ ફિટનેસ ટ્રેનર છે. ફિલ્મ દંગલમાં રાહુલે જ આમિર ખાનને ટ્રેનિંગ આપી હતી.

અહાના દેઓલ

ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી અહાના દેઓલ પણ જાણીતી હસ્તી છે. તે એક્ટિંગ ક્ષેત્રમાં ન હોવા છત્તાં ઘણી જાણીતી છે. તે એક પ્રોફેશનલ ઓડિસી ડાન્સર છે. ઘણી વખત હેમા માલિની અને ઈશા દેઓલ સાથે ડાન્સક કરતી જોવા મળી છે.

સબા અલી ખાન

પટૌડી પરિવારમાં સૈફ અલી ખાન અને સોહા અલી ખાનને ફિલ્મોમાં પોતાની સારી ઓળખ બનાવી છે. પરંતુ તેમની એક બહેન સબા અલી ખાન પણ છે, જેના અંગે ઘણા ઓછા લોકો જાણતા હશે. સબા એક જાણીતી જ્વેલરી ડિઝાઈનર છે.

અંશુલા કપૂર

બોની કપુરની મોટી છોકરી અને એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલા કેમેરાની સામે ઘણી ઓછી જોવા મળે છે. તે ગુગલની કર્મચારી રહી ચૂકી છે અને પછી તેણે ઋતતિક રોશનની એચઆરએક્સ બ્રાન્ડની ઓપરેશન મેનેજર તરીકે પણ કામ કર્યું છે.

રીહા કપૂર

અનિલ કપૂરની પુત્રી સોન કપૂર ઈન્ડ્સ્ટ્રીનું જાણીતું નામ છે. જ્યારે તેની બહેન રીહા કપૂરે એક્ટિંગથી દૂર ફેશન ઈન્ડ્સ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે. ફેશન સ્ટાઈલિસ્ટ સિવાય તે ફિલ્મોને પણ પ્રોડ્યુસ કરે છે. તેની પોતાની એક ફેશન બ્રાન્ડ પણ છે, જે લોકોમાં ખાસ કરીને મહિલાઓ ઘણી જાણીતી છે.

About The Author

Related Posts

Top News

AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

હજીરા-સુરત, ગુજરાત, ફેબ્રુઆરી 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના વેલ્યુ એડેડ સ્ટીલ પોર્ટફોલિયોને વધુ મજબૂત...
Gujarat 
AM/NS Indiaએ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો

ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

(ઉત્કર્ષ પટેલ)  આપણો દેશ ભારત અનેક પ્રકારની તડકી છાયડી જોયા પછી આજે સ્વતંત્ર હોવાના ગર્વ અને વિકસિત ભારતના વિચારો સાથે...
Opinion 
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

(ઉત્કર્ષ પટેલ) આજના ઝડપી અને તણાવભર્યા યુગમાં જ્યાં યુવાનોનું જીવન સ્ક્રીન, સ્પર્ધા અને અનિયમિતતાથી ભરેલું છે ત્યાં એક અદભૂત પરિવર્તન...
Opinion 
અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026માં વિજયના રથ પર અગ્રેસર થઇ રહી છે. ટીમ ત્રણેય ગ્રુપ સ્ટેજ મેચ જીતીને...
Sports 
શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.