- Entertainment
- 'શરમ નથી આવતી...', ધર્મેન્દ્રના ઘર બહાર ઊભેલા પાપારાજી પર સની દેઓલ ગરમ, ગાળ પણ આપી
'શરમ નથી આવતી...', ધર્મેન્દ્રના ઘર બહાર ઊભેલા પાપારાજી પર સની દેઓલ ગરમ, ગાળ પણ આપી
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવી ગયા છે. તેઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. 13 નવેમ્બરની સવારે, ધર્મેન્દ્રના પુત્ર અને અભિનેતા સની દેઓલને જોવા મળ્યા હતા. તેમના ઘરની બહાર પાપારાજીને ઉભેલા જોઈને તેઓ ગુસ્સે થઈ ગયા. અભિનેતાએ પહેલા મીડિયા સામે હાથ જોડ્યા અને પછી ગુસ્સામાં કહ્યું કે, 'ઘરે તમારો પરિવાર, માતા-પિતા અને બાળકો છે, તમે એવી રીતે વીડિયો બનાવી રહ્યા છો જેમ કે મૂર્ખ હોવ. શરમ નથી આવતી?'
સની દેઓલ વાદળી શર્ટ અને ગ્રે પેન્ટ પહેરીને જોવા મળ્યા. તેમણે કાળી ટોપી પણ પહેરી હતી. અભિનેતાના હાવભાવ ખૂબ ગુસ્સાવાળા હતા અને તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું કે તેમના પિતાના મૃત્યુના સમાચારથી તેઓ કેટલા દુઃખી થયા છે. કોઈપણ પુત્ર માટે તેમના પિતા માટે આવી વાતો સાંભળવી પીડાદાયક છે.
https://twitter.com/IANSKhabar/status/1988835127611277708?s=20
આ અગાઉ હેમા માલિનીએ પણ મંગળવારે મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર ફેલાયેલા ધર્મેન્દ્રના મૃત્યુના સમાચારને બેજવાબદાર ગણાવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે હતું , 'જે કઈ થઈ રહ્યું છે તે અક્ષમ્ય છે! જવાબદાર ચેનલો એક એવી વ્યક્તિ બાબતે ખોટા સમાચાર કેવી રીતે ફેલાવી શકે છે, જે સારવારની અસર જોવા મળી રહી છે અને રિકવર થઈ રહ્યા છે? આ અત્યંત અપમાનજનક અને બેજવાબદાર છે. કૃપાયા ને પરિવાર અને તેમની ગોપનીયતાની જરૂરિયાતનો પૂરો સન્માન કરો.
હેમા માલિનીએ એમ પણ કહ્યું કે, આ મુશ્કેલ સમય છે. આપણે બધા ધર્મજીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છીએ. તેમના બાળકો સૂતા નથી. હું પણ આટલી બધી જવાબદારીઓથી નબળી પડી શકતી નથી. હું ખુશ છુ કે તેઓ ઘરે આવતા રહ્યા છે. તેમને પ્રિયજનો સાથે રહેવાની જરૂર છે.' પિતાના મૃત્યુના ખોટા સમાચાર બાદ ઇશા દેઓલે પણ સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્યનું અપડેટ પણ શેર કર્યું હતું.
તમને જણાવી દઈએ કે, અભિનેતા ધર્મેન્દ્રનું છેલ્લા કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય ખૂબ ખરાબ છે. તેઓ ઘણા દિવસ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં રહ્યા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ત્યારબાદ તેમને વેન્ટિલેટર પર પણ રાખવામા આવ્યા હતા. જોકે, તેઓ હવે સારવારને રિસ્પોન્ડ કરી રહ્યા છે. એટલે હવે તેમનો પરિવાર તેમને ઘરે લાવ્યો છે. ધર્મેન્દ્રની હવે ઘરેથી સારવાર ચાલી રહી છે. તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવા માટે ડૉક્ટરો પણ તેમના ઘરે ગયા હતા.
https://twitter.com/mohitlaws/status/1988875260440031487
ધર્મેન્દ્ર જ્યારે હૉસ્પિટલમાં હતા ત્યારે તેમનો આખો પરિવાર હાજર હતો. શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, ગોવિંદા અને અમીષા પટેલ જેવા કલાકારો તેમને મળવા પહોંચ્યા હતા.

