નીતા અંબાણીની 50મા બર્થ ડેનો ખર્ચ જાણીને હોંશ ઉડી જશે, 32 ચાર્ટડ ફલાઇટ્સ...

On

એશિયાના સૌથી ધનિક અને દુનિયાના ધનપતિઓની યાદીમાં ટોપ-10માં સ્થાન ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબણાની પત્ની નીતા અંબાણીની 50મી વર્ષગાંઠની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આ જન્મ દિવસની ઉજવણી પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો હતો તે જાણીને તમારા હોંશ ઉડી જશે. નીતા અંબાણીની ગરીમા જેટલી જ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને તેની પાછળ 220 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. નીતા અંબાણીની જન્મ તારીખ 1 નવેમ્બર છે.

લગ્નો અને ભવ્ય પાર્ટીઓ માટે રાજસ્થાનના શહેરો આગામી ટ્રેન્ડી ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યા છે. તમામ મોટી હસ્તીઓએ અહીં ડેસ્ટિનેશન વેડિંગ કરીને ચર્ચામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ વર્ષ 2013માં પોતાનો 50મો જન્મદિવસ અહીં ઉજવ્યો હતો.  આ શાનદાર પાર્ટીમાં અબજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

ફીલિયોનથેરાપીસ્ટ, એજ્યૂકેશનિસ્ટ અને બિઝનેશ વુમન તરીકે જાણીતા નીતા અંબાણીનો 50મો જન્મ દિવસ રોયલ રીતે ઉજવવામાં આવ્યોછે. જોધપુરના સૌથી મોંઘા ઉમેદ ભવન પેલેસમાં બે દિવસ સુધી નીતા અંબાણીની બર્થડેનું સેલિબ્રેશન થયું હતું.

નીતા અંબાણીનો 50મો જન્મ દિવસ 1 નવેમ્બર 2013ના દિવસે જોધપુરમાં મનાવવામાં આવ્યો હતો. જેમાં લગભગ 250થી વધારે દેશ-દુનિયાની નામાંકિત વ્યકિતઓ હાજર રહી હતી. આ બધા મહેમાનોને રિલાયન્સ ગ્રુપના 32 ચાર્ટડ પ્લેનમાં જોધપુરના રિસોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જેનો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જ કરોડો રૂપિયામાં થયો હતો.

નીતા અંબાણીના જન્મ દિવસની ઉજવણી પાછળ 30 મિલિયન ડોલર એટલે કે લગભગ 220 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. નીતા અંબાણીની બર્થડેની ઉજવણી 1 નવેમ્બરે ધનતેરસની પુજા સાથે થઇ હતી. જેમાં ભવ્ય રોશની કરવામાં આવી હતી. તેની સાથે આકાશમાં ધીરુભાઇ અંબાણીનો ચહેરો બનાવવા માટે લાઇટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

નીતા અંબાણીની પાર્ટીમાં પરિવારના બધા સભ્યો તો હાજર હતા, પરંતુ મોંઘેરા મહેમાનોની વાત કરીએ તો સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલ, આનંદ મહિન્દ્રા, બિરલા, ગોદરેજ જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ ઉપરાંત બોલિવુડ  સિતારાઓમાં શાહરૂખ ખાન, આમીર ખાન, રાની મુકરજી, કરિશ્મા કપુર હાજર રહ્યા હતો. તો સચીન તેંડુલકર અને મુંબઇ ઇન્ડિયન્સની આખી ટીમ આ બર્થડે માટે આમંત્રિત હતી.

બે દિવસ ચાલેલી પાર્ટીમાં પ્રિયંકા ચોપરા અને  એઆર રહેમાનના પરફોર્મન્સ અને ઇશા અને નીતા અંબાણીએ પણ સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. ધીરુભાઇ અંબાણી લાઇટ ઇફેક્ટસ માટે સિંગાપુરથી એક ખાસ ટીમને બોલાવવામાં આવી હતી. ઉપરાંત થાઇલેન્ડથી ફુલ મંગાવવામાં આવ્યા હતા. બધી ઉંમરના લોકો માટે મનોરંજન રાખવામાં આવ્યું હતું. બાળકો માટે ખાસ લંડનથી ફ્રેન્ડલી રાઇડ્સ મંગાવવામાં આવી હતી.

Related Posts

Top News

તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

આગ્રામાં તાજમહેલના રોયલ ગેટ પર રવિવારે મધપૂડો તૂટવાને કારણે પર્યટકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મધમાખીઓએ પર્યટકો પર હુમલો કર્યો હતો,...
National 
તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે...
Lifestyle 
સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.