સિરિયલોમાં કામ મળતું બંધ થતાં આ 6 TV અભિનેત્રીઓ આ રીતે ચલાવી રહી છે પોતાનું ઘર

TV ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમને કામ નથી મળી રહ્યું. મેકર્સ અને પ્રોડ્યુસર્સ તેને કોઈ ઓફર નથી આપી રહ્યા. કેટલીક અભિનેત્રીઓ તો સારી ઓફર ન મળવાને કારણે પણ કામ નથી કરી રહી. જેમાં અંકિતા લોખંડે, દેવોલિના ભટ્ટાચારજી, અનિતા હસનંદાની સહિત અનેક અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

અહીં અમે તમને તે લોકપ્રિય TV અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમને TV શોની ઑફર નથી મળી રહી અને તેઓ ઘરે ખાલી બેઠી છે. આવી સ્થિતિમાં તેણે ઘર ચલાવવા અને લાઇમલાઇટમાં રહેવા માટે એક ઉપાય નિકાળી લીધો છે.

દેબીના બેનર્જીએ રામાયણમાં સીતાનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. પરંતુ છેલ્લા 3-4 વર્ષથી તે TVની દુનિયામાંથી ગાયબ છે. પરંતુ તે લાઇમલાઇટમાં બની રહે છે. કારણ છે તેની બે પુત્રીઓ- લિયાના અને દિવિશા અને તેનો વ્લોગ દેબીના ડીકોડ્સ. યુટ્યુબથી કમાણી ઉપરાંત, તે તેના વ્લોગ દ્વારા ફેશન અને બાળકોની બ્રાન્ડને સમર્થન આપી રહી છે.

રતિ પાંડેએ 'હિટલર દીદી'થી લોકપ્રિયતા મેળવી હતી. તેણે 'શાદી મુબારક', 'દેવી આદિ પરાશક્તિ' જેવા TV શોમાં કામ કર્યું. પરંતુ છેલ્લા 3 વર્ષથી તેની પાસે કોઈ કામ નથી. ત્યારથી તેણે રતિ પાંડે ડાયરીઝ નામનો વ્લોગ શરૂ કર્યો અને તેને કમાણીનું માધ્યમ બનાવ્યું. તે મુસાફરીના તેના અનુભવો અને તેના અંગત જીવનને શેર કરે છે.

દીપિકા કક્કરે હાલમાં જ બાળકને જન્મ આપ્યો છે. તે ઘણા સમયથી TV પર કામ કરી રહી નથી. પરંતુ લાઈમલાઈટમાં રહે છે. તે 'દીપિકા કી દુનિયા' નામનો વ્લોગ ચલાવે છે. તેના પતિ શોએબ ઈબ્રાહિમ અને નણંદે પણ વ્લોગિંગની દુનિયામાં પગ મૂક્યો છે.

મોહના કુમારી સિંહે 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ સીઝન 3', 'કુબુલ હૈ', 'ગુમરાહઃ એન્ડ ઓફ ઈનોસન્સ' જેવા ઘણા TV શોમાં કામ કર્યું છે. વર્ષ 2019માં તે 'ખતરાના ખતરા'માં જોવા મળી હતી. આ પછી તે TVની દુનિયાથી દૂર છે. તે રીવાની રાજકુમારી છે. તે Mohena Vlogs નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. જોકે તે છેલ્લા 1 વર્ષથી સક્રિય નથી.

'અગલે જનમ મોહે બિટિયા હી કીજે', 'સંતોષી મા', 'રાધા કી બેટીયોં કુછ કર દેખેંગી' જેવા TV શોમાં કામ કરનાર રતન રાજપૂતે ઘણી લોકપ્રિયતા મેળવી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેને કોઈ ઓફર મળી રહી નથી. તે ફક્ત વ્લોગિંગની દુનિયામાં પોતાનો હાથ અજમાવી રહી છે. યુટ્યુબ જાહેરાત દ્વારા લાખોની કમાણી કરી રહી છે.

સંભવના સેઠ ભોજપુરીની ટોચની અભિનેત્રી રહી છે. તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે બિગ બોસની બીજી સિઝનમાં પણ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. સંભાવના વ્લોગિંગ દ્વારા તેના ચાહકો સાથે તેની રૂટિન લાઇફ શેર કરે છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.