‘લાપતાગંજ’માં ચૌરસિયાનું પાત્ર ભજવનાર એક્ટર હવે નથી રહ્યા, હાર્ટ એટેકથી મોત

ટેલીવિઝન પર પેટ પકડીને હસાવતી જાણીતી સિરિયલ ‘લાપતાગંજ’ના કલાકાર અરવિંદ કુમારને લઇને એક દુખદ સમાચાર સામે આવ્યા છે. 12 જુલાઇએ અભિનેતાનું હાર્ટએટેકને કારણે મોત થયું  છે. અરવિંદ કુમાર ટેલીવિઝનના પોપ્યુલર શો ‘લાપતાગંજ’માં ચૌરસિયાના પાત્રથી જાણીતા હતા.

‘લાપતાગંજ’માં ચૌરસિયાનું પાત્ર ભજવી ચુકેલા અરવિંદ કુમારનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે.આ સિરિયલાં અરવિંદ સપોર્ટીંગ પાત્ર ભજવતા હતા. સિંટાના પ્રમુખ મનોજ જોશીએ અભિનેતાના નિધનની પૃષ્ટી કરી છે. મનોજ જોશીએ કહ્યુ કે અરવિંદ કુમારનું 12 જુલાઇએ મોત થયું છે. અરવિંદ કુમાર કામની શોધમા હતા, કોરોના મહામારી દરમિયાન કામ નહીં મળવાને કારણે તેઓ આર્થિક તંગી સામે ઝઝુમી રહ્યા  હતા.

'લાપતાગંજ'ના લેખક અશ્વિની ધીરે આજતક સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, હું મારા પ્રોજેક્ટ્સમાં અરવિંદને સતત કામ આપ રહેતો હતો. મારો પ્રયાસ રહ્યો હતો કે આ કલાકારને કોઈને કોઈ કામ મળતું રહે. હું એ જાણતો નથી કે તે આર્થિક રીતે કેટલો મજબૂત હતો, પરંતુ હું એ જાણું છું કે તેને કામની ખૂબ જ જરૂર હતી.

અશ્વિની ધીરે કહ્યું કે મેં જૂન મહિનામાં જ તેની સાથે અમારી ફિલ્મનું શૂટીંગ કર્યું હતું. મારી આગામી ફિલ્મ માટે અરવિંદ કુમારે 4- 5 દિવસનું શૂટીંગ કર્યું હતું. જ્યારે અરવિંદ કુમારના મોતના સમાચાર મળ્યા ત્યારે હું લોનાવલા હતો. એવું જાણવા મળ્યું કે કોઇ સ્ટુડીયોના સેટ પર કામ કરતી વખતે અરવિંદ કુમારને હાર્ટએટેક આવ્યો હતો.

અરવિંદ કુમારનો જન્મ ઉત્તર પ્રદેશના શામલીમાં થયો હતો. 1998માં તેમણે થિયેટરથી અભિનયની શરૂઆત કરી હતી. એ પછી તેમણે નાટકોમાં કામ કરવા માંડ્યા હતા. અભિનયમાં કેરિયર બનાવવા માટે તેમણે મુંબઇનો રૂખ કર્યો હતો.મુંબઇ આવીને કેરિયર બનાવવી સરળ નહોતી, પરંતુ તેમણે સંઘર્ષ કરીને સફળતા પર આગળ વધતા રહ્યા હતા.

 

લોકપ્રિય ટેલિવિઝન શો 'લાપતાગંજ'માં પોતાની પ્રતિભા બતાવવાની અરવિંદ કુમારને તક મળી. 5 વર્ષ સુધી તેમણે ચૌરસિયાનું પાત્ર એટલું સારી રીતે ભજવ્યું કે બધા તેની એક્ટિંગના દિવાના બન્યા હતા.'લાપતાગંજ' સિવાય તેમણે 'ક્રાઈમ પેટ્રોલ' અને 'સાવધાન ઈન્ડિયા' જેવા ઘણા શોમાં પણ કામ કર્યું છે. ટેલિવિઝન સિવાય તે 'ચીની કમ', 'અંડરટ્રાયલ', 'રામા ક્યા હૈ ડ્રામા' અને 'મેડમ ચીફ મિનિસ્ટર' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.

અરવિંદ કુમારના નિધનને કારણે તેમના પરિવાર પર દુખનો પહાડ તુટી પડ્યો છે. તેમની સાથે કામ કરનારા સાથી મિત્રો પણ તેમના અવસાનથી દુખી છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.