'શસ્ત્ર' ફિલ્મની સ્ટારકાસ્ટ સુરતની મુલાકાતે – 1 મેના રોજ થશે ફિલ્મ રીલીઝ!

સુરત: ગુજરાતી સિનેમાને નવી દિશા આપતી થ્રિલર ફિલ્મ "શસ્ત્ર" 1લી મે ૨૦૨૫, એટલે કે ગુજરાત સ્થાપના દિનના પાવન પ્રસંગે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટેગલાઈન છે – "You will be hacked!", જે દર્શકોમાં ઊંડું કૌતૂહલ જગાડી રહ્યું છે.

આ ફિલ્મ ડિજિટલ યુગમાં વધતા જઈ રહેલા સાઈબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર અને પ્રાસંગિક વિષયને કેન્દ્રમાં રાખે છે. ટેક્નોલોજી જ્યાં જીવન સરળ બનાવે છે, ત્યાં જ તેનો ખતરાવાળો પાસો પણ વ્યક્ત કરવો જરૂરી છે – અને "શસ્ત્ર" એ જ સંદેશ આપે છે.

ફિલ્મના મુખ્ય કલાકારો ચેતન ધનાણી, પુજા જોષી, હેમિન ત્રિવેદી, શ્રેય મારડીયા અને પ્રિયલ ભટ્ટ દ્વારા તાજેતરમાં જ સુરતની મુલાકાત લેવાઈ હતી. આ મુલાકાત દરમિયાન ફિલ્મના વિષય વિશે માહિતગાર કરવામાં આવ્યા તેમજ ટેક્નોલોજી અને સાયબર સિક્યુરિટીની અગત્યતા અંગે ચર્ચા પણ કરવામાં આવી. શસ્ત્ર માત્ર એક ફિલ્મ નહીં, પણ એ આપણને આજના ડિજિટલ યુગમાં સતર્ક રહેવા માટેનો સંદેશ આપે છે.

ફિલ્મના દિગ્દર્શક છે કર્તવ્ય શાહ, લેખન કર્યુ છે ભાર્ગવ ત્રિવેદી અને નિર્માતાઓમાં છે અજય પટેલ, દિત જે પટેલ, અશોક પટેલ અને પિયુષ પટેલ. દિત જે પટેલનું ક્રિએટિવ દિગ્દર્શન ફિલ્મને આગવી ઓળખ આપે છે. સારેગામા ગુજરાતી મ્યુઝિક લેબલ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે.

"શસ્ત્ર" એક થ્રિલર છે, એક ચેતવણી છે અને એક નવી દિશા તરફ ગુજરાતી સિનેમાની ઉત્સાહજનક આગળવાઢ છે. ખાસ કરીને યુવા પેઢી માટે આ ફિલ્મ એક મજબૂત સંદેશ લઈને આવી રહી છે.

તો તૈયાર રહો – કેમ કે "શસ્ત્ર" તમને હેક કરવા આવી રહી છે – ૧લી મે, ૨૦૨૫એ તમારી નજીકના સિનેમાઘરમાં!

About The Author

Related Posts

Top News

દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

આસામના જોરહાટમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પર તેના જ ઘરમાંથી આશરે ₹50 લાખ રોકડા...
National 
દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. તે લોકશાહી પ્રતિનિધિઓના ઇરાદા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે...
National 
કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ દરમિયાન વીઝા નિયમો ઘણા કડક અને વધુ મોંઘા કરી દીધા છે. H1B વીઝા...
Business 
ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો નિર્ણય; આખી દુનિયામાં US વીઝા ઇન્ટરવ્યુ અટકાવી દીધા!

કુદરતનું આવું રોદ્ર સ્વરૂપ તમે નહીં જોયું હોય, બ્રિજ, ઘર, વાહનો...રસ્તામાં જે આવ્યું એ તબાહ થઈ ગયું, 105 ભારતીય ગાયબ, હજારો લોકો વહી ગયા હોવાની ખબર

નેપાળ ટૂરિઝ્મ બોર્ડના જણાવ્યા અનુસાર, બુધવારે (26 ઓગસ્ટ) નેપાળના રસુવા ક્ષેત્રમાં આવેલા ભયંકર પૂરને કારણે 291 વિદેશી નાગરિકો...
World 
કુદરતનું આવું રોદ્ર સ્વરૂપ તમે નહીં જોયું હોય, બ્રિજ, ઘર, વાહનો...રસ્તામાં જે આવ્યું એ તબાહ થઈ ગયું, 105 ભારતીય ગાયબ, હજારો લોકો વહી ગયા હોવાની ખબર

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.