એક્સપાયર્ડ બિસ્કિટ વેચતા દુકાનદારને બચાવી રહ્યો હતો અધિકારી, ભીડે ઘેરીને તેને જ બળજબરીથી ખવડાવ્યા બિસ્કિટ

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં એક FDA અધિકારી સાથે બનેલી ઘટનાનો વીડિયો જોઇને દરેક હેરાન છે. એક તરફ લોકો ગુસ્સામાં હતા અને બીજી તરફ અધિકારીને ઘેરીને લોકો એક્સપાયર્ડ થયેલા બિસ્કિટના પેકેટ લહેરાવી રહ્યા હતા. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે લોકોએ અધિકારીને એ જ બિસ્કિટ ખાવા કહ્યું; એવો આરોપ છે કે કેટલાક લોકોએ તો બળજબરીથી તેના મોંમાં બિસ્કિટ નાખવાનો પ્રયાસ પણ કર્યો. સ્થાનિક પાનની દુકાનને લગતા મુદ્દાઓને કારણે ભીડનો ગુસ્સો હતો; સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે ત્યાં એક્સપાયર્ડ થયેલા ખાદ્ય પદાર્થો વેચાઈ રહ્યા હતા અને અધિકારી પર દુકાનદારને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી.

FDA-Officer1
news18.com

અહેવાલો અનુસાર, બે વર્ષનો બાળક બીમાર પડ્યા બાદ વિવાદ શરૂ થયો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બાળકે દુકાનમાંથી ખરીદેલ 'નમકીન મિક્સ' ખાધું હતું. ત્યારબાદ બાળકને ચક્કર આવવા લાગ્યા, અને તેની હાલત વધુ ખરાબ થતા તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા. ઘટનાથી ગુસ્સે ભરાયેલા પરિવાર અને સ્થાનિક રહેવાસીઓએ છત્રપતિ સંભાજીનગર સ્થિત FDA ઓફિસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ બાદ દુકાનનું નિરીક્ષણ કરવા માટે એક અધિકારી પહોંચ્યા. પરંતુ, સ્થાનિક લોકોએ આરોપ છે કે તપાસ શરૂ થાય તે રહેલા જ બાળકે ખાધેલું નમકીન મિક્સ દુકાનમાંથી દૂર કરી દેવામાં આવ્યું હતું. આનાથી પરિસ્થિતિ વધુ વણસી ગઈ.

તપાસ દરમિયાન, FDA અધિકારીને દુકાનમાંથી એક્પાયર્ડ બિસ્કિટના ઘણા પેકેટ મળી આવ્યા હતા. કહેવાય છે કે, આ ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા હતા. જોકે, સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો કે દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી નથી. આનાથી હાજર લોકોમાં રોષ ફેલાયો હતો; ટોળાએ અધિકારીને પ્રશ્નો પુછવાનું શરૂ કર્યું અને આરોપ લગાવ્યો કે તેઓ દુકાનદારને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જ્યારે ભીડે એક્સપાયર્ડ બિસ્કિટ અધિકારીની સામે મૂક્યા ત્યારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. લોકોએ તેમને કહ્યું કે, જો આ બિસ્કિટ ખાવા માટે સલામત છે તો તેઓ પોતે ખાઇને બતાવે. ત્યારબાદ, કેટલાક વ્યક્તિઓએ અધિકારીના મોંમાં બળજબરીથી બિસ્કિટ નાખવાનો પ્રયાસ કર્યો. વીડિયોમાં ભીડનો ગુસ્સો અને અધિકારીને ઘેરવાનો સમગ્ર ઘટનાક્રમ જોવા મળે છે. જોકે, આ ઘટના દરમિયાન ગંભીર ઈજાઓ થઈ હોવાના કોઈ અહેવાલ નથી.

ટોળાએ FDA અધિકારી પર દુકાનદાર પાસેથી કથિત રીતે લાંચ લેવાનો પણ આરોપ લગાવ્યો હતો. લોકોનું કહેવું હતું કે એક્સપાયર્ડ માલ મળી આવ્યો હોવા છતા દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે, લાંચના આરોપ અંગે કોઈ સ્વતંત્ર પુષ્ટિ સામે આવી નથી; આમ, આ દાવો તપાસનો વિષય છે. આ મામલે હવે એ પણ જોવા મળશે કે દુકાનની તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષા નિયમો હેઠળ શું પગલાં લેવામાં આવ્યા હતા.

FDA-Officer2
freepressjournal.in

આ ઘટના એવા સમયે બની છે જ્યારે સમગ્ર મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષા અંગે નિરીક્ષણ ઝુંબેશ વધુ તીવ્ર કરવામાં આવી રહી છે. FDAની ટીમો ખાદ્ય ભેળસેળ, સમાપ્ત થયેલ ઉત્પાદનોના વેચાણ અને અન્ય નિયમનકારી ઉલ્લંઘનો જેવા મુદ્દાઓની તપાસ કરી રહી છે. આ સંદર્ભમાં, એક અધિકારી પ્રત્યે ભીડનું આક્રમક વર્તન વહીવટીતંત્ર માટે ચિંતાનું કારણ બની ગયું છે. ખાદ્ય સુરક્ષા ફરિયાદો હોય તો કાર્યવાહી જરૂરી છે, પરંતુ કોઇ અધિકારી સાથે ભીડ દ્વારા બળજબરી કરવી ગંભીર બાબત છે.

હાલમાં, સમગ્ર મામલાનું કેન્દ્ર એ દુકાન અને ત્યાં વેચાતી ખાદ્ય સામગ્રી છે. એક બાળકનું સ્વાસ્થ્ય ખરાબ થયા પછી ફરિયાદ કરવામાં આવી હતી, જેના કારણે FDA અધિકારી તપાસ માટે પહોંચ્યા હતા. હવે આ તપાસ મહત્ત્વપૂર્ણ હશે કે બાળકનું સ્વાસ્થ્ય ખરાબ થવા અને દુકાનમાંથી ખરીદેલી ખાદ્ય ચીજ વચ્ચે સીધો સંબંધ હતો કે નહીં. સાથે જ, એક્સપાયર્ડ બિસ્કિટના વેચાણ અંગે દુકાન સંચાલક સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ આ ઘટના ચર્ચામાં છે.

About The Author

Top News

CJIના દિપકે, દાસ અને રાંકા વિશે બોલ્યા સોનમ વાંગચુક, કહ્યું- તેઓ કોઈ સંત નથી કે તેમને...

દિલ્હીના જંતરમંતર પર 26 દિવસ સુધી ઉપવાસ કરનાર પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દિપકે, સૌરવ દાસ...
National 
CJIના દિપકે, દાસ અને રાંકા વિશે બોલ્યા સોનમ વાંગચુક, કહ્યું-  તેઓ કોઈ સંત નથી કે તેમને...

જમશેદપુરમાં રોડ વચ્ચે આવેલું મા ભગવતીનું 125 વર્ષ જૂનું મંદિરને હટાવવાના અનેક પ્રયાસો છતા તેના સ્થાનથી હટ્યું નથી

છેલ્લા 125 વર્ષોથી, ટાટાનગર સ્ટેશન રોડની મધ્યમાં આવેલું મા ભગવતી મંદિર, સ્થાનિક રહેવાસીઓ અને દૂર-દૂરથી આવતા ભક્તો માટે...
National 
જમશેદપુરમાં રોડ વચ્ચે આવેલું મા ભગવતીનું 125 વર્ષ જૂનું મંદિરને હટાવવાના અનેક પ્રયાસો છતા તેના સ્થાનથી હટ્યું નથી

IIT-IIM અને લંડનની કરોડોની નોકરી છોડી IAS અધિકારી બનનારા દિવ્યા મિત્તલે શા માટે રાજીનામું આપ્યું?

ઉત્તર પ્રદેશ કેડરના 2013 બેચના તેજ અને બહુચર્ચિક IAS અધિકારી દિવ્યા મિત્તલે તેમની 13 વર્ષની વહીવટી સેવાને વિરામ આપતા તેમના...
National 
IIT-IIM અને લંડનની કરોડોની નોકરી છોડી IAS અધિકારી બનનારા દિવ્યા મિત્તલે શા માટે રાજીનામું આપ્યું?

એક્સપાયર્ડ બિસ્કિટ વેચતા દુકાનદારને બચાવી રહ્યો હતો અધિકારી, ભીડે ઘેરીને તેને જ બળજબરીથી ખવડાવ્યા બિસ્કિટ

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં એક FDA અધિકારી સાથે બનેલી ઘટનાનો વીડિયો જોઇને દરેક હેરાન છે. એક તરફ લોકો ગુસ્સામાં હતા...
એક્સપાયર્ડ બિસ્કિટ વેચતા દુકાનદારને બચાવી રહ્યો હતો અધિકારી, ભીડે ઘેરીને તેને જ બળજબરીથી ખવડાવ્યા બિસ્કિટ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.