- National
- IIT-IIM અને લંડનની કરોડોની નોકરી છોડી IAS અધિકારી બનનારા દિવ્યા મિત્તલે શા માટે રાજીનામું આપ્યું?
IIT-IIM અને લંડનની કરોડોની નોકરી છોડી IAS અધિકારી બનનારા દિવ્યા મિત્તલે શા માટે રાજીનામું આપ્યું?
ઉત્તર પ્રદેશ કેડરના 2013 બેચના તેજ અને બહુચર્ચિક IAS અધિકારી દિવ્યા મિત્તલે તેમની 13 વર્ષની વહીવટી સેવાને વિરામ આપતા તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની પ્રતિભા, કાર્યનિષ્ઠા અને જનસેવા પ્રત્યેના અનોખા અંદાજ માટે જાણીતા દિવ્યા મિત્તલે સોશિયલ મીડિયા પર શેર કરેલા એક ખૂબ જ ભાવનાત્મક પત્ર દ્વારા પોતાના નિર્ણયની માહિતી આપી. તેઓ હાલમાં ઉત્તર પ્રદેશ સરકારના મહેસૂલ વિભાગમાં વિશેષ સચિવ તરીકે તૈનાત હતા. તેમના રાજીનામાના સમાચારથી વહીવટી વર્તુળો અને સોશિયલ મીડિયામાં વ્યાપક ચર્ચા થઇ રહી છે.
દિવ્યા મિત્તલ એ પસંદગીના થોડા વહીવટી અધિકારીઓમાંના એક છે, જેમણે દેશની ત્રણ સૌથી પડકારજનક પરીક્ષાઓ અને સંસ્થાઓ: IIT, IIM અને UPSCમાં સફળતા પ્રાપ્ત કરી. તેમણે IIT દિલ્હીથી B.Techની ડિગ્રી મેળવી અને ત્યારબાદ IIM બેંગ્લોરમાં અનુસ્નાતક (MBA) પૂર્ણ કર્યું. તેમના અભ્યાસ પછી લંડનમાં પ્રખ્યાત વૈશ્વિક નાણાકીય કંપની 'J.P. Morgan'માં સારા પગાર પર ટ્રેડર તરીકે કામ કર્યું.
https://twitter.com/divyamittal_IAS/status/2093886943172145265?s=20
વિદેશમાં સફળ અને શાનદાર કારકિર્દી હોવા છતા તેઓ દેશ સેવાના જુસ્સા સાથે તેઓ ભારત પરત ફર્યા. 2012ની UPSC પરીક્ષામાં 68મો ઓલ ઈન્ડિયા રેન્ક (AIR 68) મેળવ્યા પછી તેઓ IAS અધિકારી બન્યા. (તેમના પતિ ગગનદીપ સિંહ પણ IAS અધિકારી છે).
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર, સંત કબીર નગર અને દેવરિયા જેવા જિલ્લાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) તરીકે દિવ્યા મિત્તલની કાર્યશૈલીની ખૂબ પ્રશંસા કરવામાં આવી. મિર્ઝાપુરના DM તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે હલિયા બ્લોકના અંતરિયાળ ડુંગરાળ ગામ લાહુરિયાદહમાં કામ કર્યું, જ્યાં રહેવાસીઓને સ્વતંત્રતા પછી 75 વર્ષ પછી પણ પીવાના પાણીની સુવિધાનો અભાવ હતો. તેમણે ગામમાં પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવા માટે અથાક મહેનત કરી, ત્યારબાદ તેઓ રાજ્યભરમાં ચર્ચામાં આવી ગઇ. તેમણે જનસુનાવણી, ખેડૂતો માટે જમીન અધિકારો અપાવવા અને દિવ્યાંગોના સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. તેમણે ગોંડાના મુખ્ય વિકાસ અધિકારી (CDO) તરીકે પણ કામ કર્યું.
રાજીનામાની જાહેરાત કરતા દિવ્યા મિત્તલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક માર્મિક સંદેશ લખ્યો- ‘એક સામાન્ય વાતાવરણમાં ઉછર્યા પછી, મેં સારા જીવનનું સપનું જોયું હતું. IIT દિલ્હી, IIM બેંગ્લોર અને લંડનમાં નોકરી કર્યા પછી પણ બધું પ્રાપ્ત કરીને કંઈક અધૂરું હતું. તાના દેશમાં ન હોવાનો ભાર મારા પર હતો. મારું શિક્ષણ, મારો આત્મવિશ્વાસ અને દુનિયામાં માથું ઊંચું રાખીને ચાલવાની તાકત, આ બધું આ માટીનું ઋણ હતું, જેને ચૂકવવા માટે પાછી ફરી હતી.’
તેમણએ આગળ લખ્યું કે, ‘દેવરિયાએ મને શીખવ્યું કે જે સાચા સાથે ઊભા રહેવું એ એક ફરજ છે; મિર્ઝાપુરે મને શીખવ્યું કે અશક્ય ફક્ત એક અભિપ્રાય છે; અને મા વિંધ્યાવાસિનીના ચરણોમાં મેં શીખ્યું કે શક્તિ કોઈ પદથી નહીં, પણ વિશ્વાસથી આવે છે. હું મૂર્ખ હતી કે કંઇક આપવા આવી છું; સત્ય એ છે કે સૌથી વધુ મેં આ જ મેળવ્યું, અને તે ઋણ હજી વધી ગયું... આજે, પદ છૂટ્યું છે, પરંતુ તે સ્પર્શ અને દેશ માટે જોયેલું સપનું ક્યારેય નહીં છૂટે.’

