- Food
- 'સેક્સ ઓન ધ બીચ' જે ગૂગલ પર થઈ રહ્યું સૌથી વધુ સર્ચ, જાણો શું છે
'સેક્સ ઓન ધ બીચ' જે ગૂગલ પર થઈ રહ્યું સૌથી વધુ સર્ચ, જાણો શું છે

2022માં ભારતીય યુઝર્સ દ્વારા ઈન્ટરનેટ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા કીવર્ડ્સની સૂચિ ગુગલે હાલમાં જ જાહેર કરી છે. તેમાંથી એક છે સેક્સ ઓન ધ બીચ. આ પહેલા કે તમે કંઈક અલગ વિચારો, એ જાણી લો કે આ એક કોકટેલ રેસિપી છે. ગુગલ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાંઓ પ્રમાણે પનીર પસંદા, મોદક, સેક્સ ઓન ધ બીચ, ચિકન સૂપ અને મલાઈ કોફતા પહેલા પાંચ ક્રમ પર છે. તેવામાં એ જાણવું જરૂરી છે કે આ રેસિપીમાં એવું તો શું છે કે તેને આટલું સર્ચ કરવામાં આવી.
ભારતમાં દારૂ પીતા લોકોને સંખ્યા ઘણી વધારે છે. તેવામાં કોકટેલ રેસિપી અંગે સર્ચ થવું કોઈ અચરજની વાત નથી. કોકટેલ એટલે કે દારૂ, બરફ અને અલગ અલગ રીતના લિક્વિડ જ્યુસ, સોડા વગેરેના મિશ્રણથી બનાવવામાં આવતું ડ્રિંક્સ. જ્યાં સુધી સેક્સ ઓન ધ બીચ કોકટેલનો સવાલ છે, તેને વોડકા, પીચ શ્નેપ્સ, ઓરેન્જ જ્યુસ, ક્રેનબેરી જ્યુસ વગેરે સાથે મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. વાઈન એક્સપર્ટ્સ માને છે કે આ કોકટેલનું નામ ભલે વિવાદીત હોય પરંતુ તેનો સ્વાદ અને ટેસ્ટ એકદમ રિફ્રેશીંગ હોય છે. જણાવી દઈએ કે તેમાં પડનારી પીચ શ્નેપ્સ એક પ્રકારનો દારૂ છે.
કહેવાય છે 1987માં તેના પ્રમોશન માટે જ પહેલી વખત અમેરિકાના ફ્લોરિડામાં એક બાર ટેન્ડરે આ કોકટેલ તૈયાર કર્યું હતું. સમુદ્ર કિનારે આવેલા બાર પર વેકેશન માટે આવેલા લોકો તેને મોટી સંખ્યામાં ઓર્ડર કરતા હતા. હફ પોસ્ટ વેબ સાઈટ પર છપાયેલા એક આર્ટિકલમાં કેટલાંક સ્ત્રોતોના આધાર પર આ કોકટેલના નામના કારણને શોધવાની કોશિશ કરવામાં આવી હતી.
દાવો છે કે આ કોકટેલને ફ્લોરિડાના કનફેટી બારમાં કામ કરતા બારટેન્ડર ટેડે બનાવ્યું હતું. ટેડનું માનવું હતું કે સમર દરમિયાન તેના બારમાંઆવતા ગ્રાહકો બે હેતુથી અહીં આવતા હતા, જેમાં એક સેક્સ અને બીજો સમુદ્ર. જોકે એક અન્ય દાવા પ્રમાણે, આ કોકટેલની વાત 1982 અમેરિકન બારટેન્ડર્સ સ્કુલ બુકમાં પણ હતો.
કારણ કંઈ પણ હોય, નક્કી છે કે તેનો ખુમાર ધીમે ધીમે અમેરિકા સહિત આખી દુનિયાના લોકોની જુબાન પર આવી ગયું છે. સેક્સ ઓન ધ બીચને બનાવવું ઘણું સરળ છે. કેટલાંક લોકો ઓરેન્જ જ્યુસના બદલે પાઈનેપલ જ્યુસનો ઉપયોગ કરે છે પરંતુ ક્લાસિક કોકટેલમાં ઓરન્જ જ્યુસનો જ ઉપયોગ થાય છે.
વાઈન એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે તેને બનાવવામાં 45 ml વોડકા, 30 ml પીચ શ્નેપ્સ, 45 ml ઓરેન્જ જ્યુસ, 45 ml ક્રેનબેરી જ્યુસની જરૂર હોય છે. આ બધાને શેકરમાં નાખીને બરફ નાખો અને સારી રીતે શેક કરી લો. એક હાઈબોલ ગ્લાસમાં બરફ નાખો અને બધુ લિક્વિડ ગ્લાસમાં નાખો. ગાર્નિશિંગ માટે સંતરાનો પીસ અને કોકેટલ અંબ્રેલાનો ઉપયોગ કરો.
Top News
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ
Opinion
