8 લાખના 21 લાખ ચૂકવ્યા તો પણ વ્યાજખોરો દરરોજ ત્રાસ આપી 42 હજાર માંગતા રાજકોટનું દંપતી સહન ન કરી શક્યું

રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે બેફામ બની રહ્યો છે. સામાન્ય નાગરિકો આ અનૈતિક વ્યાજના વિષચક્રમાં ફસાઈને જીવ ગુમાવી રહ્યા છે. આવો જ એક રૂવાડા ઉભા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વ્યાજખોરના અસહ્ય માનસિક હેરાનગતિ હારીને એક પરિણીત દંપતીએ જીવન ટૂંકાવી લીધું છે.  મૃતક દંપતીને સંતાનમાં એક 15 વર્ષનો દીકરો છે. જેના માથેથી હવે માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. પતિ-પત્નીની એક સાથે અર્થી ઉઠતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. આ ઘટનાથી શહેર સહિત સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ, મૃતક રમેશ ચાવડાએ આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટે વ્યાજખોરો પાસેથી 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ રકમ પેટે તેઓ દરરોજ 42 હજાર રૂપિયા જેવી તોતિંગ રકમ વ્યાજ તરીકે ચૂકવી રહ્યા હતા. સામાન્ય વેપાર કરતા પરિવાર માટે આટલું મોટું વ્યાજ ભરવું અશક્ય બની ગયું હતું. તેમ છતાં વ્યાજખોર સતત નાણાંની ઉઘરાણી કરીને માનસિક હેરાનગતિ કરતા હતા.

રોજનું ધરખમ વ્યાજ વસૂલતા શખ્સોને સંતોષ ના થતો હોય તેમ તેમણે મુદ્દલ રકમથી બમણી એટલે કે 8 લાખ રૂપિયા ચૂકવી દેવા માટે સતત દબાણ ઊભું કર્યું હતું. વ્યાજખોરે એવી પણ ગંભીર ધમકી આપી હતી કે જો તેઓ 8 લાખ રૂપિયા એકસાથે નહીં ચૂકવે તો હવેથી રોજના 70 હજાર રૂપિયા વ્યાજ પેટે આપવા પડશે. આ અમાનવીય માંગણી સાંભળીને પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. રોજેરોજ ગાળાગાળી અને ધમકીઓથી કંટાળીને આખરે રમેશભાઈ અને તેમના પત્ની ભારતીબેને આ જીવનનો અંત કરવાનો રસ્તો પસંદ કર્યો હતો.

suicide
divyabhaskar.co.in

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, 40 વર્ષીય રમેશ ચાવડા અને તેમના પત્ની ભારતી ચાવડા ગોંડલ હાઈવે પર કલ્પવનમાં રહેતા હતા. તેમણે અટીકા ફાટક પાસે લસણના કારખાનામાં 25 ઓક્ટોબરે રાત્રે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. મૃતકના ભાઈ લક્ષ્મીદાસે કહ્યું કે, 8 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેની સામે રૂપિયા 21 લાખ રૂપિયા 3 મહિનામાં ચૂકવી દીધા હતા. છેલ્લા એક સપ્તાહથી તો દરરોજના 42 હજાર રુપિયા ચૂકવતા હતા, જો કે આજે 26મી ઓક્ટોબરથી 70 હજાર રુપિયા પ્રતિ દિવસ ચૂકવવાના હતા. જે ના ચૂકવી શકતા જીવન ટૂંકાવ્યું હતું. આ પગલું ભર્યું છે તે મારા કાકાનો છોકરો છે, મારો ભાઈ થાય છે. વ્યાજખોરોના કારણે તેણે આ કર્યું છે. વ્યાજખોર એક મોરબીનો ભાઈ છે અને એક રાજકોટનો છે. લસણનો ધંધો કરવા માટે વ્યાજે પૈસા લીધા હતા. મારા ભાઈ સાથે જે થયું તે બીજા સાથે ન થાય અને વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરે તેવી સરકાર સમક્ષ અમારી માંગણી છે.

સ્વજનોના જણાવ્યા મુજબ, મોરબીના વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી પઠાણી ઉઘરાણી અને ત્રાસના તમામ પુરાવા મૃતકના મોબાઈલ ફોનમાં રેકોર્ડ થયેલા છે. ભક્તિનગર પોલીસે તપાસના અર્થે મૃતકનો મોબાઈલ કબજે કર્યો છે અને ટેકનિકલ એનાલિસિસના આધારે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.

રાજકોટના આત્મહત્યા કરનાર દંપત્તિના મૃતદેહને કાંગસિયાળી ખાતે આવેલી કલ્પવન સોસાયટીમાં તેમના ભાઈના ઘરે લાવવામાં આવ્યા ત્યારે સમગ્ર પરિવારમાં ઘેરા શોકની કાપિલી છવાઈ ગઈ હતી અને પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. મૃતકના કાકાના દીકરાએ પણ ગઈકાલે જ તેમની સાથે વાતચીત થઈ હોવાનો ખુલાસો કર્યો હતો. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે શોકગ્રસ્ત પરિવારજનોએ વ્યાજખોરો સામે તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી કરી ન્યાય અપાવવાની ભારપૂર્વક માંગણી કરી છે.

suicide
divyabhaskar.co.in

રાજકોટ જિલ્લામાં સામે આવતા આત્મહત્યાના બનાવોને ગંભીરતાથી લઈ રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને SP વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ મલ્ટી-ડિસિપ્લિનરી ટીમ કાર્યરત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર યોગેશ જોગસણ તથા ડૉ.ધારા દોશીના નેતૃત્વમાં રિસર્ચ સ્કોલર્સ, ક્લિનિકલ કાઉન્સિલર્સ અને પોલીસ ટીમે સંયુક્ત મોરચો સંભાળ્યો હતો. આ ટીમે માત્ર પોલીસ મથકે નોંધાતા ઇમરજન્સી કેસો સુધી સીમિત ન રહેતા ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને પીડિતોનું વ્યક્તિગત કાઉન્સેલિંગ કર્યું હતું.

આ પહેલનું સૌથી સંવેદનશીલ પાસું એ રહ્યું કે, જે પરિવારોએ ભૂતકાળમાં આત્મહત્યાના કારણે પોતાના સ્વજન ગુમાવ્યા હતા, તેવા પરિવારોની પણ રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આવા પરિવારોમાં ફરી કોઈ સભ્ય હતાશા કે ડિપ્રેશનનો ભોગ ન બને તે માટે તેમને સાંત્વના આપી યોગ્ય માર્ગદર્શન અને મનોવૈજ્ઞાનિક સહાય પૂરી પાડવામાં આવી હતી. સતત ટેલિફોનિક ફોલોઅપ અને સ્થાનિક આશા વર્કરો તેમજ ગ્રામજનોના નેટવર્કથી પીડિતોની આસપાસ મજબૂત સુરક્ષા જાળું તૈયાર કરાયું આવ્યું છે.

About The Author

Top News

રૂ. 3 લાખનો iPhone Duo ખરીદ્યા પછી સ્ક્રીન તૂટવા લાગી? સોશિયલ મીડિયા અનેક તસવીરો સામે આવી

જ્યારે Appleના પહેલા ફોલ્ડેબલ iPhone માટે રાહ જોવાઈ ત્યારે લોકોને આશા હતી કે કંપની ફોલ્ડેબલ ફોનની દુનિયામાં એક નવું...
Tech and Auto 
રૂ. 3 લાખનો iPhone Duo ખરીદ્યા પછી સ્ક્રીન તૂટવા લાગી? સોશિયલ મીડિયા અનેક તસવીરો સામે આવી

8 લાખના 21 લાખ ચૂકવ્યા તો પણ વ્યાજખોરો દરરોજ ત્રાસ આપી 42 હજાર માંગતા રાજકોટનું દંપતી સહન ન કરી શક્યું

રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે બેફામ બની રહ્યો છે. સામાન્ય નાગરિકો આ અનૈતિક વ્યાજના વિષચક્રમાં ફસાઈને જીવ ગુમાવી રહ્યા છે....
Gujarat 
8 લાખના 21 લાખ ચૂકવ્યા તો પણ વ્યાજખોરો દરરોજ ત્રાસ આપી 42 હજાર માંગતા રાજકોટનું દંપતી સહન ન કરી શક્યું

સરકારે 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, ખેડૂતોને મળશે 17000 રૂપિયા અને...

રાજ્યના મોટાભાગના જિલ્લામાં આ વર્ષે વરસાદ ઓછો વરસ્યો છે ત્યારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે ખેડૂતો-પશુપાલકો ઘાસચારો અને પાણીની યોગ્ય...
Gujarat 
સરકારે 4 જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા, ખેડૂતોને મળશે 17000 રૂપિયા અને...

ન ચાર્જિંગની ચિંતા... ન રેન્જની! દુનિયાની પહેલી AI બાઇક રજૂ કરાઇ

કાર અને SUVની દુનિયામાં પોતાની ઓળખ ઉભી કરનાર ચીનની ઓટોમોબાઈલ કંપની ચેરી (Chery), હવે ટૂ-વ્હીલર માર્કેટમાં પણ પોતાનું...
Tech and Auto 
ન ચાર્જિંગની ચિંતા... ન રેન્જની! દુનિયાની પહેલી AI બાઇક રજૂ કરાઇ
Copyright (c) Khabarchhe All Rights Reserved.