ગીર સોમનાથની બે સગીરાનું મહેસાણામાં ધર્મપરિવર્તન કરાવી લગ્ન કરાવવાનો પ્રયાસ, 3ની ધરપકડ, એક ફરાર

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની બે સગીરાઓ ગુમ થયા બાદ મહેસાણાના ઉનાવા ગામની મીરા દાતાર દરગાહમાંથી મળી આવતાં ચકચાર મચી છે. બંને સગીરાઓને ત્યાં લઈ જઈ તેમનાં નામ બદલવા, બુરખો પહેરાવવા અને કલમા પઢાવવાના આક્ષેપો થયા છે. એટલું જ નહીં, એક સગીરાના લગ્ન 16 વર્ષીય કિશોર સાથે કરાવવાના પ્રયાસનો પણ આરોપ છે. આ મામલે કોડીનાર પોલીસે દરગાહના મૌલવી સહિત 4 લોકોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પોલીસે ગુમ થયેલી બંને સગીરાને ઉનાવા સ્થિત દરગાહમાંથી બુરખો પહરેલી સ્થિતિમાં શોધી કાઢી હતી અને મહિલા પોલીસ દ્વારા કાઉન્સેલિંગ કરી બંનેને સુરક્ષિત રીતે કોડીનાર લાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કોડીનારમાં બે સગીરા ગુમ થવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે આસપાસના વિસ્તારોનાં CCTV ફૂટેજ તપાસી હતી. તપાસ દરમિયાન બંને સગીરાનું લોકેશન મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામ તરફ મળતા કોડીનાર પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી મીરા દાતાર દરગાહમાંથી બંને સગીરાને શોધી કાઢવામાં આવી હતી. બંને સગીરા બુરખો પહેરેલી હાલતમાં મળી આવતા પોલીસે તેમનો કબજો મેળવી કોડીનાર પરત લાવી હતી.

કોડીનાર પરત લાવ્યા બાદ મહિલા પોલીસ દ્વારા બંને સગીરાની કાઉન્સેલિંગ સાથે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન સગીરાઓએ આપેલી વિગતોના આધારે તેમને કોડીનારથી મહેસાણાના ઉનાવા સુધી લઈ જવા, બુરખો પહેરાવવા અને નામ બદલવા સહિતના આક્ષેપો સામે આવ્યા હતા. પોલીસની તપાસમાં આ સમગ્ર ઘટનામાં અન્ય વ્યક્તિઓની સંડોવણી હોવાની વિગતો પણ બહાર આવી હોવાનું જાણવા મળે છે.

Religious-Conversion-Case
divyabhaskar.co.in

આ ઘટનાનો 6 મિનિટનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં ધોરણ-8માં અભ્યાસ કરતી એક સગીરાએ RSSના આગેવાન જિજ્ઞેશ પરમાર સમક્ષ સમગ્ર ઘટનાની વિગતો જણાવી છે. સગીરાના જણાવ્યા અનુસાર, તેની બહેનપણીનું હિન્દુ નામ બદલીને કાજી નાયરા રાખવામાં આવ્યું હતું. બંનેને ઉનાવા ગામની મીરા દાતાર દરગાહમાં ત્રણ દિવસ સુધી રાખવામાં આવી હતી.

વીડિયોમાં સગીરાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં બંને સગીરા તેમાંથી એકના કહેવાતા મામા અબ્દુલ મિયાંના ઘરે ગઈ હતી. ત્યાં તેને બુરખો પહેરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને ગામમાં ફેરવવામાં આવી હતી અને વેરાવળ જવાનું કહેવામાં આવ્યું હતું. વેરાવળ પહોંચ્યા બાદ ગાંધીનગર જવાનું જણાવવામાં આવ્યું હતું. સગીરાના જણાવ્યા મુજબ, બંને વેરાવળથી ટ્રેનના જનરલ ડબ્બામાં ટિકિટ વગર મુસાફરી કરીને ગાંધીનગર પહોંચ્યાં હતાં. ત્યાં તેની માતાને ફોન કરવામાં આવ્યો હતો. માતાએ એક દુકાનદારને ઓનલાઈન નાણા ટ્રાન્સફર કર્યા બાદ દુકાનદારે રોકડા રૂ.1000 આપ્યા હતા. ત્યારબાદ બંનેએ ટિકિટ લઈને ટ્રેન મારફતે ઉનાવા સુધીની મુસાફરી કરી હતી.

સગીરાના જણાવ્યા પ્રમાણે, ઉનાવા રેલવે સ્ટેશન પર એક યુવક રિક્ષા લઈને તેમને લેવા આવ્યો હતો. ત્યારબાદ બંનેને મીરા મીરા દાતાર દરગાહ લઈ જવામાં આવી હતી. ત્યાં તે યુવક ચાદર સહિતની વસ્તુઓ લઈને આવ્યો હતો. દરગાહમાં દિવસ દરમિયાન બેસવાનું અને સાંજે બહાર રહેવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન ધોરાજીના મુસ્લિમ યુવક નિસાદ કાજીએ બંને સગીરાના ફોનમાંથી સીમકાર્ડ કાઢીને તોડી નાખ્યાં હતા, જેથી સગીરાના પરિવાર અને પોલીસ તેમનું લોકેશન ટ્રેસ ન કરી શકે. સગીરાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, તેને પોતાનું નામ બદલી નાખવા માટે કહેવામાં આવ્યું હતું, જેથી કોઈ વ્યક્તિ નામ પૂછે તો તેની ઓળખ જાહેર ન થાય. આ ઉપરાંત, એક યુવક સાથે લગ્ન કરવા અને ત્યાં જ સ્થાયી થવા માટે પણ કહેવામાં આવ્યું હોવાનો દાવો સગીરાએ કર્યો હતો. જોકે, વીડિયોમાં કરાયેલા દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થવી જરૂરી છે.

Religious-Conversion-Case3
divyabhaskar.co.in

આરોપીઓની ઓળખ કોડીનારના રહેવાસી અબ્દુલ હાજી સંધિ, ઉનાવાના દરગાહનો મૌલવી આસિફ કવાલી ઉર્ફે કવાલી, ઉનાવાના રહેવાસી શાકિર ઉર્ફે બબલી, ધોરાજીના રહેવાસી નિસાદ કાજી તરીકે થઇ છે. આ કેસમાં મહેસાણાના ઉનાવાની પ્રસિદ્ધ મીરા દાતાર દરગાહના મૌલવી આસિફ કવાલી ઉર્ફે કવાલી, એક સગીરાના કહેવાતા મુસ્લિમ મામા અબ્દુલ હાજી સંધિ, ધોરાજીના એક મુસ્લિમ યુવક નિસાદ કાજી અને શાકિર ઉર્ફે બબલી એમ કુલ ચાર આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે નિસાદ કાજી હજુ પણ ફરાર છે.

સમગ્ર મામલે સગીરાઓના નિવેદનો, તેમની મુસાફરીનો ઘટનાક્રમ અને ધર્મપરિવર્તન તથા લગ્ન કરાવવાના આક્ષેપોની તપાસ પોલીસ માટે મહત્ત્વપૂર્ણ બની છે. આગળ જતા આ તપાસમાં આરોપીઓ દ્વારા અન્ય હિન્દૂ યુવતી-સગીરાઓના ધર્મપરિવર્તનની પણ વિગતો સામે આવી શકે છે. પોલીસને આ કોઈ મોટું ધર્માંતરણ રેકેટ લાગી રહ્યું છે અને તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે કોડીનાર પોલીસે ઉનાવાની મીરા દાતાર દરગાહના મૌલવી, એક સગીરાના કહેવાતા મામા, ધોરાજીના એક યુવક અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સહિત 4 સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પોલીસે ચારેયને કસ્ટડીમાં લઈ આગળની તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ સગીરાઓનાં નિવેદનો, તેમની મુસાફરી, દરગાહમાં રોકાણ અને ધર્મપરિવર્તન તથા લગ્ન કરાવવાના આક્ષેપોની કડીઓ તપાસી રહી છે. આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કે નહીં અને આવી જ બીજી ઘટનાઓ બની છે કે કેમ તે દિશામાં પણ તપાસ થઈ શકે છે. જોકે, સમગ્ર ઘટનામાં કોની કેટલી સંડોવણી છે તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

કોડીનારના PI એન. વી. હરિયાણીએ જણાવ્યું હતું કે, ફરિયાદમાં આરોપી આસિફ કવાલી મૌલવી હોવાનો ઉલ્લેખ છે, પણ તપાસ બાદ સાચી હકીકત ખબર પડશે કે તે મૌલવી છે કે નહીં. તમામ આરોપી પુખ્ત વયના છે, જેમાંથી 3ની ધરપકડ થઈ ગઈ છે, જ્યારે ધોરાજીનો યુવક હજુ ફરાર છે.

About The Author

Top News

અન્ય રાજકારણીઓની જેમ જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો પણ દાવ થઈ ગયો

રાજકારણમાં ઘણી વખત એક તસવીર વર્ષોની મહેનતથી ઊભી કરેલી પ્રતિષ્ઠા માટે અસ્વસ્થ કરનારા સવાલો ઊભા કરી દે છે. જાહેર કાર્યક્રમોમાં...
Politics 
અન્ય રાજકારણીઓની જેમ જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો પણ દાવ થઈ ગયો

WhatsAppમાં આવ્યા 4 મોટા ફીચર, હવે હંમેશાં પિન થશે મેસેજ, ગ્રુપમાં પણ સ્ટેટસ મુકી શકાશે

WhatsApp ઉપયોગ કરનારા કરોડો યુઝર્સ માટે એક મોટું અપડેટ રજૂ કર્યું છે, જેમાં ખાસ વાત એ છે કે ગ્રુપ...
Tech and Auto 
WhatsAppમાં આવ્યા 4 મોટા ફીચર, હવે હંમેશાં પિન થશે મેસેજ, ગ્રુપમાં પણ સ્ટેટસ મુકી શકાશે

મનુસ્મૃતિના શ્લોક વાંચીને જજે પતિને 25% સેલેરી પત્નીને ચૂકવવાનો આપ્યો આદેશ

પત્ની, સગીર બાળકો અને માતા-પિતા આર્થિક રીતે પોતાનો ખર્ચ ઉછાવવામાં અસમર્થ હોય, તો તેમનો ખર્ચ ઉઠાવવો એ પતિ...
National 
મનુસ્મૃતિના શ્લોક વાંચીને જજે પતિને 25% સેલેરી પત્નીને ચૂકવવાનો આપ્યો આદેશ

IPL 2027 માટે રોહિત શર્મા ફરી સંભાળી શકે છે મુંબઈ ઈન્ડિયન્સનું કેપ્ટનપદ

મુંબઈ ઈન્ડિયન્સ આગામી IPL સિઝન 2027 માટે કેપ્ટનપદની જવાબદારી રોહિત શર્માને સોંપે તેવી પૂરી શક્યતા છે, એવું 'ધી...
Sports 
IPL 2027 માટે રોહિત શર્મા ફરી સંભાળી શકે છે મુંબઈ ઈન્ડિયન્સનું કેપ્ટનપદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.