જાપાનથી અમદાવાદ આવી રહેલા મુસાફર પાસેથી 61 ડિઝાઇનર પેન કરાઇ જપ્ત; એક પેનની કિંમત જાણીને ઊડી જશે હોશ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દાણચોરીના એક અનોખા કેસનો પર્દાફાસ કર્યો છે. જાપાનથી વિયેતનામ થઈને અમદાવાદ પહોંચેલા એક મુસાફર પાસેથી 61 કિંમતી ડિઝાઇનર પેન જપ્ત કરવામાં આવી છે. આ પેનની કુલ અંદાજિત કિંમત આશરે 25 થી 30 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

રવિવારે સવારે, વિયેતજેટ ફ્લાઇટ નંબર VJ 1805માં હો ચી મિન્હ સિટી થઈને જાપાન થી અમદાવાદ આવી રહેલા એક પુરુષ મુસાફરને શંકાસ્પદ વર્તન કરતા જોવા મળ્યો હતો. બેગેજ સ્કેનિંગ પ્રક્રિયા દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓને મુસાફરના સામાનમાં કેટલીક શંકાસ્પદ છબીઓ મળી આવી; જેના આધારે મુસાફરને અટકાવવામાં આવ્યો હતો, અને તેના સામાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.

3

તપાસ દરમિયાન, મુસાફરના સામાનમાંથી 61 પ્રીમિયમ ડિઝાઇનર અને ઉચ્ચ-મૂલ્યવાળી શાહી પેન મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે મુસાફરે કસ્ટમ ડ્યૂટીથી બચવા માટે જાણી જોઈને આ પેન છુપાવી હતી. એક પેનની અંદાજિત કિંમત 40,000 થી 50,000 રૂપિયા સુધીની છે.

2

જપ્ત કરાયેલી વસ્તુઓની કુલ અંદાજિત બજાર કિંમત 25 લાખ અને 30 લાખ રૂપિયા છે.  કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ તમામ મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.  જોકે, આ પેનની ચોક્કસ કિંમત હજુ સુધી સત્તાવાર રીતે નક્કી કરવામાં આવી નથી, કારણ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) તેમનું મૂલ્યાંકન કરશે. આ કેસના સંદર્ભમાં મુસાફરની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે, અને વધુ તપાસ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની ચૂંટણીમાં લગાવી દીધી સંપૂર્ણ તાકત, અંતિમ સભામાં બોલ્યા- ‘હવે હું 4 મે પછી શપથ ગ્રહણ સમારોહમાં આવીશ’

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની 142 બેઠકો પર 29 એપ્રિલ, 2026ના મતદાન થવાનું છે. આને ધ્યાનમાં રાખતા આજે (27 એપ્રિલ...
Politics 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની ચૂંટણીમાં લગાવી દીધી સંપૂર્ણ તાકત, અંતિમ સભામાં બોલ્યા- ‘હવે હું 4 મે પછી શપથ ગ્રહણ સમારોહમાં આવીશ’

પ્રેમ, પૈસા અને છેતરપિંડી... વિશ્વાસ જીત્યો, પેન્શન લૂંટ્યું, અને પછી બીજા લગ્ન કરી લીધા, આરોપીની ધરપકડ

ઝારખંડના સિમડેગાથી પ્રેમ, પૈસા અને છેતરપિંડીની એક કહાની બહાર આવી છે, જેણે વિશ્વાસના પાયાને હચમચાવી નાખ્યો છે. આ એક...
National 
પ્રેમ, પૈસા અને છેતરપિંડી... વિશ્વાસ જીત્યો, પેન્શન લૂંટ્યું, અને પછી બીજા લગ્ન કરી લીધા, આરોપીની ધરપકડ

ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિવાજી મહારાજ પર એવું શું નિવેદન આપ્યું કે બાદમાં માફી માંગવી પડી?

અભિનેતા-ફિલ્મ નિર્માતા રિતેશ દેશમુખે કથાવાંચક ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ વિશે કરવામાં આવેલી તાજેતરની ટિપ્પણીઓ પર તીખી પ્રતિક્રિયા આપી...
National 
ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિવાજી મહારાજ પર એવું શું નિવેદન આપ્યું કે બાદમાં માફી માંગવી પડી?

રાજ્યસભામાં ભાજપના કદમાં વધારો... AAPના 7 સાંસદોના વિલીનીકરણને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને આપી મંજૂરી

રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને આમ આદમી પાર્ટી (AAP)માંથી અલગ થયેલા એક જૂથના વિલીનીકરણને મંજૂરી આપી છે. AAPના ...
Politics 
રાજ્યસભામાં ભાજપના કદમાં વધારો... AAPના 7 સાંસદોના વિલીનીકરણને રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને આપી મંજૂરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.