નવસારીની અંબિકા નદીના બ્રિજ પર પડી મોટી તિરાડ, અધિકારીએ કહ્યું- ડરવાની જરૂર નથી, બ્રિજ વાહન વ્યવહાર માટે સુરક્ષિત છે

થોડા દિવસ અગાઉ ગુજરાતભરમાં ભારે વરસાદ પડ્યો હતો, જેને કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરની સ્થિતિને કારણે કોષ્ટલ હાઇવે પર આવેલા અંબિકા નદીના બ્રિજ પર મોટી તિરાડ પડી છે. બ્રિજના પિલર અને એપ્રોચમાં તિરાડ પડતા લોકોના જીવ તાડવે ચોંટ્યા છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, બ્રિજ પર તિરાડ પાડવાની વાત સામે આવતા કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સાથે જ ચીખલી પ્રાંત.મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ R&B અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

naresh patel
divyabhaskar.co.in

બ્રિજ પર તિરાડ મામલે R&B વિભાગનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, જે તિરાડ પડી છે એ એપ્રોચ અને પિલર પર છે. લોકોએ ડરવાની જરૂર નથી. બ્રિજ વાહન વ્યવહાર માટે સુરક્ષિત છે. તિરાડને પણ રિપેર કરી દેવામાં આવશે.

કેબિનેટ મંત્રી નરેશ પટેલે પ્રાંત અધિકારી તેમજ R&B વિભાગને તાત્કાલિક ધોરણે બ્રિજને રિપેર કરવાની સૂચના આપી હતી. અંબિકા નદીના બ્રિજ પરથી કાંઠા વિસ્તારના 20થી વધુ ગામોના લોકો રોજિંદી અવરજવર કરે છે. અંબિકા નદીનો બ્રિજ બીલીમોરા-નવસારીને જોડતા કોષ્ટલ હાઇવેનો મહત્વનો બ્રિજ છે.

navsari
divyabhaskar.co.in

આ ઉપરાંત થોડા દિવસ અગાઉ દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવા જેવી સ્થિતિ વચ્ચે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના પુલ પર મોટું ગાબડું અને તિરાડો પડવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ઉપરવાસમાં વરસેલા અવિરત વરસાદને કારણેનદી અત્યારે ભયજનક સપાટીએ વહી રહી હતી, તેવા સમયે જ બીલીમોરા અને અમલસાડને જોડતા આ મુખ્ય પુલ પર ગાબડું પડતાં વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો આ ઘટનાએ માર્ગ અને મકાન વિભાગની ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.