સુરતના પન્નાબેનના અંગોના દાનથી એક દિવસે, એક સાથે 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું

કિરણ હોસ્પિટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના ઓર્ગન ફેલ્યોર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ બની છે. અંગદાતાઓના અંગો થકી અને કિરણ હોસ્પિટલના માધ્યમથી ઓર્ગન ફેલ્યોર લોકોને નવું જીવન મળે છે. 23 એપ્રિલના રોજ સુરતના 51 વર્ષીય બેઈન ડેડ પન્નાબેન ના અંગોના દાન થકી 7 લોકોને નવું જીવન મળ્યું છે, જેમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ 34 વર્ષના પુરુષમાં, લીવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 42 વર્ષીય પુરુષમાં, કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ 38 વર્ષીય મહિલા અને 57 વર્ષના પુરુષમાં, હાથનું ટ્રાન્સપ્લાન્ટ 43 વર્ષની મહિલામાં, આંખ(કોર્નિયા)નું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની 40 વર્ષની મહિલામાં અને 62 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું છે. દેશમાં પ્રથમ વખત એક બ્રેઈન ડેડ વ્યક્તિના અંગોથી એક જ હોસ્પિટલમાં એક સાથે 7 વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા હોય તેવી આ દેશની પ્રથમ ઘટના છે.

બ્રેઈન ડેડ માનવીના વિવિધ પ્રકારના અંગોનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરતી હોસ્પિટલની સંખ્યા દેશમાં ખુબજ ઓછી છે. સાત પ્રકારના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ધરાવતી હોસ્પિટલની સંખ્યા તો આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે, જયારે કિરણ હોસ્પિટલમાં 7 પ્રકારના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વિભાગો કાર્યરત હોવાથી કિરણ હોસ્પિટલમાં એકજ દિવસે, એક સાથે 7 વ્યક્તિઓમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યા છે.

surat
Khabarchhe.com

કિરણ હોસ્પિટલ તમામ જટિલ બીમારીઓના ઈલાજ માટે સક્ષમ છે, 900 બેડ ધરાવતી કિરણ હોસ્પિટલમાં 8 વર્ષમાં 34 લાખથી વધારે દર્દીઓએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો. અતિ આધુનિક 400 કરોડના સાધનો સાથે શરીરમાં થતા તમામ રોગોના નિદાન અને સારવાર માટે 24 કલાક કિરણ હોસ્પિટલના 45 વિભાગો કાર્યરત છે. દેશભરના લોકો કિરણ હોસ્પિટલમાં આવીને તમામ પ્રકારની જટિલ બીમારીઓની રીઝનેબલ પ્રાઈઝમાં ક્વોલીટી સારવાર લઈ રહ્યા છે. ફૂલ ટાઈમ 105 સુપર સ્પેશિયાલિસ્ટ અને 300 સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો સાથે 2700 લોકોનો પેરામેડીકલ સ્ટાફ, લોકોને ઉત્તમ સારવાર આપવા માટે 24 કલાક પ્રયત્નશીલ રહે છે. દેશ-વિદેશના લોકો કિરણ હોસ્પિટલની સેવાનો લાભ મોટી સંખ્યામાં લઈ રહ્યા છે.

Top News

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન
Copyright (c) Khabarchhe All Rights Reserved.