નરોડા હત્યા કાંડઃ માયા કોડનાની-બાબુ બજરંગી સહિત તમામ 69 આરોપીઓ નિર્દોષ જાહેર

અમદાવાદની સ્પેશિયલ કોર્ટે  ગુજરાત રમખાણો સાથે જોડાયેલા નરોડા ગામ હત્યાકાંડ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે.. 21 વર્ષની લાંબી રાહ જોયા બાદ કોર્ટે ગુરુવારે સાંજે આ ચુકાદો આપ્યો છે. કોર્ટના ચુકાદા પહેલા તમામ આરોપીઓને કડક સુરક્ષા હેઠળ રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કોર્ટમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. માત્ર વકીલો અને કેસ સાથે જોડાયેલા લોકોને જ એન્ટ્રી આપવામાં આવી હતી. 2002માં નરોડા ગામમાં હિંસામાં એક સમુદાયના 11 લોકોનો મોત થયા હતા. એ પછી ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાની, બાબુ બજરંગી   સહિત 86 લોકો સામે ગુનો દાખલ થયો હતો. 13 વર્ષ લાંબી ચાલેલી આ ટ્રાયલમાં કેસમાં સામેલ 18 લોકોના મોત થયા હતા. વિશેષ અદાલતે ગુરુવારે તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા હતા. કોર્ટમાંથી નિર્દોષ છુટ્યા પછી બહાર આવેલા લોકોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા.

આ મામલાની સુનાવણી 16 એપ્રિલે પૂરી થઈ હતી. આ દરમિયાન પીડિત પક્ષ તરફથી ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી હતી. આ પછી સ્પેશિયલ કોર્ટના પ્રિન્સિપલ સેશન્સ જજ એસ કે બક્ષીએ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને 20 એપ્રિલની તારીખ નક્કી કરી હતી. બે દાયકાથી વધુ સમય સુધી ચાલેલા ટ્રાયલમાં ફરિયાદ પક્ષે 182 સાક્ષીઓ રજૂ કર્યા હતા. રમખાણો અને હત્યા ઉપરાંત, 67 વર્ષના માયા કોડનાની પર નરોડા ગામ કેસમાં ગુનાહિત કાવતરું અને હત્યાના પ્રયાસનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ સપ્ટેમ્બર 2017માં કોડનાનીના બચાવ પક્ષના સાક્ષી તરીકે હાજર થયા હતા.

નરોડા ગામ હત્યા કેસની વાત કરીએ તો તમને ગોધરા કાંડની ઘટના યાદ હશે. 27 ફ્રેબુઆરી 2002ના દિવસે અયોધ્યાથી સાબરમતી ટ્રેનમાંપરત ફરી રહેલા કાર સેવકોને ગોધરા ખાતે પેટ્રોલ નાંખીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. 28 ફ્રેબ્રુઆરીએ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યા હતું અને સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નિકળ્યા હતા. આ તોફાનમાં અમદાવાદના નરોડા ગામમાં 11 લોકોને ઘરમાં અને બહાર જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં પૂર્વ મંત્રી માયા કોડનાની,જયદીપ પટેલ સહિત કુલ 86 લોકો સામે કેસ થયા હતા.

About The Author

Related Posts

Top News

શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ (MI) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB...
Sports 
શું કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સથી નારાજ છે? ઈન્સ્ટાગ્રામ એક્ટિવિટીથી વધી અટકળો

ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

ઊંડી શ્રદ્ધા અને ભક્તિ સાથે બાબા કેદારનાથના દર્શન કરીને પરત ફરતા પરિણીત કપલની ખુશીઓ એ સમયે દુઃખ અને ચિંતામાં ફેરવાઈ...
National 
ટ્રેનમાં સૂતો રહ્યો પતિ અને સીટમાંથી ગાયબ થઇ ગઇ હતી પત્ની, 6 દિવસ પછી મળી

દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

ગુજરાતીઓ માટે તેલ ઓછું ખાવું અઘરૂં કામ છે પરંતુ દેશ માટે તે કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે...
Lifestyle 
દેશભક્ત હો તો તેલ ખાવાનું ઓછું કરી દો..PM મોદીએ કહ્યું છે, જાણો કેમ? 

દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન

(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ...
Opinion 
દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.