એડવોકેટ શ્રેયસ દેસાઇ અને ઇરમલા દયાળના સર્વોચ્ય અદાલતના ચુકાદાઓના વિશ્લેક્ષણાત્મક પુસ્તકનું વિમોચન

અઠવાલાઇન સ્થિતિ વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજના કન્ઝ્યુમર ક્લબ દ્રારા રવિવારે એડવોકેટ શ્રેયસ દેસાઇ તથા લો કોલેજના પ્રિન્સિપાલ ડો. ઇરમલા દયાળ દ્વારા લીખિત સુપ્રીમ કોર્ટના કન્ઝ્યુમર અંગેના ચુકાદા આધારિત પુસ્તકનું વિમોચન ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર રીડ્રેશલ કમિશનના પ્રેસીડન્ટ ન્યાયમૂર્તિ આશુતોષ શાસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. 

surat
Khabarchhe.com

આ પ્રસંગે સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ જ્જ પી.પી. મેખિયાએ જણાવ્યું હતું કે, આજકાલ કાયદાના વિદ્યાર્થીઓને વાંચનમાં ઓછો રસ હોય છે. જેને કારણે કોર્ટ સમક્ષ પોતાના કેસના સબમિશન કરવામાં એમને મુશ્કેલી નડે છે. જેથી કાયદાના વિદ્યાર્થીઓએ જ્જને કન્વિન્સ કરવા માટે અને પોતાના કાયદાના લો પોઇન્ટ સમજાવવા માટે વિશાળ વાંચન હોવું જરૂરી છે. એડવોકેટ શ્રેયસ દેસાઇને તો વાચનનો શોખ છે. પણ એમના કેસોના સમર્થનમાં જે ચૂકાદાઓ રજૂ કરે છે. એને અમારે પણ વાચન કરીને જજમેન્ટ આપવાના રહે છે.  જ્જોને પણ જુનિયર વકીલો પાસેથી ઘણું શીખવા મળે છે. 

surat
Khabarchhe.com

જ્યારે ગ્રાહક સુરક્ષાને લગતા કાયદાના પર્યાય ગણાતા એડવોકેટ શ્રેયસ દેસાઇએ આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોને શબ્દો દ્રારા પરિચય અને સ્વાગત કરતા જણાવ્યું હતું કે, કાયદાના વિદ્યાર્થીઓમાં જેટલું વાંચન વધુ હશે એટલું તેમના માટે આ ક્ષેત્રમાં આગળ આવવાની તક વધુ રહેશે. આ પ્રંસગે વી.ટી. ચોક્સી કોલેજના પ્રિન્સિપાલ ડો. ઇરમલા દયાલે ઉપસ્થિત મહાનુભાવોનું શબ્દો દ્વારા સ્વાગત કરીને વ્યસ્ત શિડ્યુઅલ વચ્ચે પણ પુસ્તક સમયસર પ્રકાશિત કરવામાં પ્રત્યક્ષ રીતે સહાય કરનાર તમામનો આભાર માન્યો હતો. 

surat
Khabarchhe.com

આ પ્રસંગે સ્ટેટ કમિશનના ન્યાયમૂર્તિ આશુતોષ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં એકમાત્ર ન્યાયતંત્ર પર જ લોકોને ન્યાય મળી રહે તેવો વિશ્વાસ આજે પણ અડીખમ છે. કાયદાના વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્રમાં વિકાસ માટેની બહોળી તક છે. કાયદાના વિદ્યાર્થીઓએ બહોળું વાંચન કરવું જરૂરી છે. ન્યાયતંત્રમાં પણ સમય સાથે ઘણીવાર સારા નરસા બદલાવ આવતા હોય છે. ન્યાયતંત્રના નબળા પાસા સામે આંગળી ચીંધાવા મુદ્દે એમણે જણાવ્યું હતું કે, અમુક અપવાદ હોઇ શકે પણ લોકશાહીને ટકાવી રાખવા લોકો નિષ્પક્ષ ન્યાયતંત્ર સામે જ મીટ માંડે છે. 

જ્યારે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના વાઇસ ચેરમેન આશિષ વકીલે એડવોકેટ શ્રેયદ દેસાઇ તથા પ્રિન્સિપાલ ડો. ઇરમલા દયાળ દ્વારા સુપ્રીમ કોર્ટના 14 જેટલા જજમેન્ટ અંગે છણાવટ કરતા પુસ્તકના વીમોચન પ્રસંગે જણાવ્યું હતું કે, આ પુસ્તકથી કાયદાના વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષાને લગતા પોતાના કેસના સમર્થનમાં આ ચૂકાદાઓને સમજવામાં અને રજૂ કરવામાં સરળતા રહેશે. જ્યારે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના માજી ચેરમેન આશિત ગાંધીએ પ્રસંગોચિત પ્રેરક ઉદબોધન કર્યું હતું. 

આ પ્રસંગે સાયબર લો સંબંધી કોર્ષમાં નોંધપાત્ર કામગીરી બદલ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના આયોજનમાં ડો. અનિશા સાહુવાલા, એડવોકેટ નિકુંજ રાઠોડ તેમજ એડવોકેટ એક્તા સિંગાપુરી અને એડવોકેટ ઇશાન દેસાઇએ સક્રિય ફાળો આપ્યો હતો. 

 

About The Author

Related Posts

Top News

કોલ્ડપ્લે કોન્સર્ટના એક વીડિયોએ આખા ઈન્ટરનેટને ગાંડુ કરી દીધું, જાણો કોણ છે એન્ડી બેરન

મેગન કેરીગન બેરન, જે એક અનુભવી શિક્ષિકા અને બે બાળકોની માતા છે, અચાનક ઇન્ટરનેટ પર ચર્ચામાં આવી છે....
World 
કોલ્ડપ્લે કોન્સર્ટના એક વીડિયોએ આખા ઈન્ટરનેટને ગાંડુ કરી દીધું, જાણો કોણ છે એન્ડી બેરન

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.