MLAની હત્યામાં દોષિત અનિરુદ્ધસિંહને 24 કલાકમાં સજાની માફી મળતા જેલ IGને નોટિસ

1988માં શાળામાં સ્વતંત્રતા ઉત્સવની ઉજવણી દરમિયાન કોંગ્રેસના ગોંડલના ધારાસભ્ય પોપટ સોરઠીયાની અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. પોલીસે સ્થળ પરથી આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની ધરપકડ કરીને તેની સામે ગુનો દાખલ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો.

અનિરુદ્ધસિંહ જાડેજા પર ટાડા હેઠળના ગુના લાગેલા છે. અનિરુદ્ધસિંહ જાડેજાને કોર્ટે ગોંડલના ધારાસભ્ય પોપટ સોરઠીયાની હત્યાના ગુનામાં દોષિત ઠેરવ્યા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરાએ 29 જાન્યુઆરીના રોજ સજા માફી કરવા માટેની એક અરજી કરી હતી. ત્યારે આ અરજીને જેલ વિભાગના IGએ સ્વીકારીને સજા થયાના 24 કલાકમાં સજામાંથી માફી આપી દીધી હતી. જેના કારણે CBIની તપાસ માગતી પીટીશન અંગે હાઈકોર્ટે કેન્દ્રીય અને રાજ્યના ગૃહ વિભાગ તથા રાજ્યના જેલ વિભાગના IGને નોટીસ પાઠવી છે.

ઉલ્લેખનીય છે કે, અરજદાર એમ. આર. ગુપ્તાએ હાઈકોર્ટમાં રીટ અરજી કરીને રાવ કરી હતી કે, જુનાગઢની જેલમાં સજા કાપી રહેલા અનિરુદ્ધસિંહ જાડેજાને તબીબી સારવાર અને અલગ-અલગ સુવિધાઓના નામ પર રાજકોટની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવે છે. આ સાથે સાથે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અનિરુદ્ધસિંહ જાડેજાને બે મહિના સુધી રાજકીય રેલીઓમાં હાજરી આપવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ સાથે સાથે અરજદારનો આક્ષેપ હતો કે, જુનાગઢ જેલના તબીબી અધિકારીઓ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાની રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હૃદય અને ન્યુરોલોજીકલ બીમારીના ઉપચારની કોઈ પણ વિગત દર્શાવવામાં આવી ન હતી.

About The Author

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.