મોટા અવાજે DJ નહીં વગાડી શકાય, ગેરેજમાં આવેલા વાહનોના માલિકોની નોંધ રાખવી પડશે, જાહેરમાં..., અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

અમદાવાદમાં નાગરિકોની સુરક્ષા તેમજ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે જાહેરનામું બહાર પાડ્યું છે. કેટલાક અસામાજિક તત્વો બહારના રાજ્યોમાંથી આવીને આતંકી ગતિવિધિઓ અને ગુનાહિત ઘટનાઓને અંજામ આપતા હોય છે ત્યારે કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ ગેરેજ, સ્પા, ઔદ્યોગિક એકમોમાં કામ કરતા લોકોની અને મકાન તેમજ દુકાન ભાડે આપવા અંગેની પોલીસમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. પોલીસ સ્ટેશનમાં વિગતો જમા કરાવવાની રહેશે. સ્પા સેન્ટરના માલિક અને સંચાલકનું નામ સરનામું અને નંબર આપવાનો રહેશે. સ્પા સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓના નામ મોબાઈલ નંબર અને સરનામાં પણ આપવાના રહેશે.

જો ભારતીય હોય તો તેમના ઓળખના પુરાવા અને મૂળ વતન સહિતની વિગતો આપવાની રહેશે અને જો વિદેશી હોય તો તેમના પાસપોર્ટ વિઝા વગેરેની વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે. સ્પા સંચાલકનો ફોટો અને તેના કર્મચારીઓના ફોટા સાથેની તમામ વિગતો કાગળ ઉપર રાખી અને એક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે, જ્યારે બીજી કોપી સ્પા સંચાલકે પોતાની પાસે રાખવાની રહેશે જ્યારે પોલીસ દ્વારા માંગવામાં આવે ત્યારે તમામ વિગતો રજૂ કરવાની રહેશે.

gs malik
ahmedabadmirror.com

ચોરી, હત્યા, અપહરણ, લૂંટ વગેરે જેવા ગુનાઓમાં બહારથી આવેલા પરપ્રાંતિય લોકો દ્વારા ફેક્ટરીઓ અને ઔદ્યોગિક એકમમાં નોકરી મેળવી લેવામાં આવે છે. ઘરઘાટી, રસોઈયા, મજૂર, ડ્રાઇવર, માળી, કારીગર વગેરે તરીકે નોકરી મેળવી માલિકોનો વિશ્વાસ કેળવ્યા બાદ સંપત્તિ અને શરીર સંબંધિત ગુનાઓ કરી ફરાર થઈ જતા હોય છે. ત્યારે ઔદ્યોગિક એકમો અને ફેક્ટરીઓ વગેરેમાં નોકરી કરનારા આવા તમામ લોકોની સિટીઝન પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. તેની વિગતો પણ ઔદ્યોગિક એકમો અને ફેક્ટરીના માલિકોએ રાખવાની રહેશે.

જે તે કામદાર કે કોઈપણ વ્યક્તિને કોન્ટ્રાક્ટથી અથવા રોજમદાર તરીકે નોકરીએ રાખ્યો હોય તેમને નાગરિકતાની ખરાઈ પણ માલિક દ્વારા કરવાની રહેશે જ્યારે પણ પોલીસ દ્વારા આવા લોકોનું લિસ્ટ માંગવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહેશે. ઔદ્યોગિક એકમ સાથે સંકળાયેલા લોકોના નામ, નંબર તેમના આધાર કાર્ડની વિગતો, કોની ભલામણથી નોકરીએ લાગ્યા છે, નામ નંબરની સાથે તેમના વતનની પણ તમામ વિગતો સાથે રાખવાની રહેશે. નવા કોઈપણ કામદાર રાખવામાં આવે તો 7 દિવસમાં ફરજિયાત નોંધણી કરવાની રહેશે.

આ ઉપરાંત ધાર્મિક પરિસર બહાર માઇક સિસ્ટમનો અવાજ ન જવો જોઇએ. કાનના પડદા ફાડી નાખે તેવા અવાજથી DJ નહીં વગાડી શકાય.  હેરમાં ખૂબ મોટા અવાજથી DJ વગાડવા અને માઈક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેથી ધ્વનિ પ્રદૂષણને અટકાવવા પણ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  જાહેરમાં કોઈપણ માઇક સિસ્ટમ લગાવી ઉપયોગ કરતા પહેલા પોલીસની મંજૂરી લેવાની રહેશે.

નીતિ નિયમ મુજબના ડેસિબલ અવાજ સુધી જ શહેરમાં માઈક સિસ્ટમનો ઉપયોગ થઈ શકશે.  વરઘોડા, જુલૂસ, રેલી વગેરે જ્યારે કાઢવામાં આવે ત્યારે નક્કી કરેલા અવાજ મુજબ જ DJ અથવા અન્ય માઇક સિસ્ટમ વગાડી શકાશે. જો વધારે અવાજમાં વગાડવામાં આવશે તો માઈક સિસ્ટમ અને DJ જપ્ત કરી પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવામાં આવશે.

gs malik
gujaratsamachar.com

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, મંદિરો, મસ્જિદો અને ચર્ચમાં માઈક સિસ્ટમનો અવાજ સંકુલની બહાર ન જાય તે પ્રમાણે મર્યાદિત કરેલો હોવો જોઈએ. માઇક સિસ્ટમનો ઉપયોગ કરનારા વ્યક્તિ દ્વારા આસપાસના રહેવાસીઓ તેમજ રાહદારીઓને અડચણરૂપ અગવડતા તેમજ ભય ઊભો થાય તેવી સ્થિતિ હશે તો ઉપયોગ કરવા પર પોલીસ મનાઈ કરી શકશે. રાત્રે 10:00 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી માઇક સિસ્ટમ વગાડી નહીંશકાય તેના માટે પરવાનગી આપવામાં આવશે નહીં.

ઉશ્કેરણીજનક ગીતો કે ઉચ્ચારણો માઇક સિસ્ટમ મારફતે કરવા પર પણ પ્રતિબંધ. હોસ્પિટલ, શૈક્ષણિક પરિસર, કોર્ટની 100 મી.ની આસપાસ માઈક સિસ્ટમ પર પ્રતિબંધ. આ સ્થળ ઉપર માઈક સિસ્ટમના ઉપયોગ માટે પોલીસની પરવાનગી લેવાની રહેશે. પોલીસ દ્વારા તેની મંજૂરી આપવામાં આવશે જેમાં નક્કી કરેલા અવાજના ડેસિબલ મુજબ જ માઇક સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે

ગેરેજમાં રીપેરિંગ-વેચાણ માટે આવેલા વાહનોના માલિકોની નોંધ રાખવી પડશે. જો પોલીસ દ્વારા ગેરેજ માલિકના ત્યાં તપાસ કરી નોંધ નહીં રાખવામાં આવી હોય તો પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવામાં આવશે.

About The Author

Top News

નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય...
World 
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે...
Sports 
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે જ સંસદમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ...
National 
ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ

ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે પુણેમાં આવશ્યક સેવાઓ પર અસર થવા લાગી છે. મહારાષ્ટ્રના પુણેમાં સૌથી મોટું સ્મશાનગૃહ...
National 
સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.