અમદાવાદ: ચૂંટણી ખર્ચ કાઢવા રાજસ્થાનથી બાઇક પર ચોરી કરવા આવેલા શખ્સો ઝડપાયા

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં થયેલી ₹38 લાખની મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઝોન-1 LCBની ટીમે ઉકેલી નાખ્યો છે. પોલીસે રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરી સોના-ચાંદીના દાગીના સહિતનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચોરી પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે.

rajsthan1
rajsthan

ચૂંટણી જીતવા માટે ચોરીનો પ્લાન

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલ આરોપી દિનેશ મીણા અને તેના ફરાર સાથીઓ રાજસ્થાનના ડુંગરપુરના વતની છે. તેમના ગામમાં આગામી સમયમાં સરપંચની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં સામા પક્ષને હરાવવા અને ખર્ચને પહોંચી વળવા માટે પૈસાની જરૂર હોવાથી આ ટોળકીએ ચોરીનો રસ્તો અપનાવ્યો હતો. તેઓ ખાસ બાઇક પર રાજસ્થાનથી અમદાવાદ ચોરી કરવા માટે આવ્યા હતા.

200 CCTV કેમેરાની મદદથી ભેદ ઉકેલાયો

ઘાટલોડિયાની નિકિતા પાર્ક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી આરોપીઓએ ધાબા પરથી ઘરમાં પ્રવેશી ₹38 લાખની મત્તાની ચોરી કરી હતી. ફરિયાદ નોંધાયા બાદ LCBની ટીમે વિસ્તારના 200થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે દિનેશ મીણાને ત્યારે ઝડપી લીધો જ્યારે તે ચોરીનો માલ વેચવાની પેરવીમાં હતો.

rajsthan
rajsthan

ચોરીનો પ્લાન:

આરોપીઓ પહેલા બે દિવસ સુધી વિસ્તારમાં બંધ મકાનોની રેકી કરતા હતા.

મુખ્ય આરોપી કમલેશ અગાઉ પણ 5 ચોરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે.

ચોરી કર્યા બાદ મુદ્દામાલ વહેંચીને પૈસા ચૂંટણીમાં વાપરવાનો તેમનો ઈરાદો હતો.

હાલ પોલીસે દિનેશ મીણાને ઘાટલોડિયા પોલીસને સોંપ્યો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે ફરાર આરોપીઓ (કમલેશ અને ઈશ્વર) ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

About The Author

Related Posts

Top News

રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભારતીય સીનિયર પુરુષ ટીમની પસંદગી સમિતિના અધ્યક્ષ (ચીફ સિલેક્ટર) તરીકે અજીત અગરકરનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. અગરકર છેલ્લા ત્રણ...
National 
રોહિત શર્મા જ નહીં, પણ VVS લક્ષ્મણ સાથેની તકરાર પણ ભારે પડી! જાણો કેમ BCCIએ અજીત અગરકરને હટાવ્યા

ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

મહારાષ્ટ્રના વિખે પરિવાર સાથે સંકળાયેલા નીલા વિખે પાટીલ સ્વીડનની સંસદમાં ચૂંટાયા છે. ભારતીય મૂળના નીલા પાટીલને સ્વીડનની 'ગ્રીન પાર્ટી...
World 
ભાજપ સરકારના મંત્રીના ભત્રીજી સ્વીડનના સાંસદ બન્યા, જાણો કોણ છે મહારાષ્ટ્રના નીલા વિખે પાટીલ

જંતર મંતર પર E20 વિરુદ્ધ પ્રદર્શન કરનારા તહસીન પૂનાવાલાને પોલીસ ઉઠાવી ગઈ

પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ પોલીસ બેરિકેડ્સ તોડતા જોવા મળે છે....
National 
જંતર મંતર પર E20 વિરુદ્ધ પ્રદર્શન કરનારા તહસીન પૂનાવાલાને પોલીસ ઉઠાવી ગઈ

કેટરીના, ભાઈ સોહેલની બોડી પર કમેન્ટ કરનારાને સલમાને જડબાતોડ જવાબ આપ્યો, ચાલુ શોમાં ટી શર્ટ ઉતારી દીધું

બિગ બોસ 20ના 'વીકેન્ડ કા વાર' એપિસોડ દરમિયાન, સલમાન ખાને સ્પર્ધકોને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ, ...
Entertainment 
કેટરીના, ભાઈ સોહેલની બોડી પર કમેન્ટ કરનારાને સલમાને જડબાતોડ જવાબ આપ્યો, ચાલુ શોમાં ટી શર્ટ ઉતારી દીધું
Copyright (c) Khabarchhe All Rights Reserved.