ગુજરાતમાં ખેડૂતો પર વધુ એક આફત આવવાની છે? રાજ્યના માથે 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય

હવે પહેલાની જેમ ઋતુ જેમ ઋતુ રહી નથી, ગમે ત્યારે ગુજરાત સહિત દેશભરમાં વાતાવરણ બદલાઈ જાય છે. જેને કારણે ખેડૂતોને ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે આજે અને ત્યારબાદ દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. ત્રણ આકાશી સિસ્ટમના લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની અને વરસાદની ખાબકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે.

ન્યૂઝ18ના અહેવાલ મુજબ, હવામાન વિભાગના ડિરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, ગુજરાતને લઇને ત્રણ મહત્ત્વની વેધ સિસ્ટમ છે. જેમાં દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને કચ્છ પાસે સાયક્લોનિક સર્ક્યૂલેશન છે. બીજુ ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યૂલેશન છે. ત્રીજું, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારમાં સ્થિત છે. જેની સાથે એક ટ્રફ પણ છે. જેની લીધે 1-4 તારીખ સુધી અમુક જગ્યાએ હળવા વરસાદની સાથે આંધી અને વીજળી પડવાની સંભાવના રહેશે. સાથે જ પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિકલાક રહેવાની સંભાવના છે.

rain
deccanchronicle.com

1 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને દ્વારકામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 2 એપ્રિલે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

3 એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 4 એપ્રિલે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

rain1
hindustantimes.com

સંદેશ ન્યૂઝના અહેવાલ મુજબ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે પવન અને કમોસમી વરસાદની આગાહી કરી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, 2 અને 3 એપ્રિલની આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર પર્વતીય પ્રદેશોમાં થઈ શકે છે. ભારે પવન અને બરફ વર્ષાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે. રાજ્યમાં 40-50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ત્રીજી એપ્રિલે ઉત્તર ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 3 એપ્રિલે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. જ્યારે કેટલાક સ્થળો પર વરસાદી છાંટા પણ પડી શકે છે. 8-10 એપ્રિલ દરમિયાન બીજો પશ્ચિમ વિક્ષેપ આવશે. જેના કારણે ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. વરસાદની આગાહીના લીધે ગરમીમાં ઘટાડો થશે.એપ્રિલ મહિનામાં ગરમીમાં ઘટાડો થશે.

About The Author

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.