કીર્તિ પટેલનો ત્રાસ યથાવત... યુટ્યુબરને બ્લેકમેઇલ કરી 20 લાખ માગતા યુવકે ફિનાઇલ પીધું, વધુ એક FIR

સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલના શિવરાત્રિના મેળામાં મૃગીકુંડમાં સ્નાન કરવાને કારણે વિવાદ થઈ ગયો હતો. આ વિવાદ વચ્ચે જૂનાગઢના એક યુવકે સાધુ-સંતોના સમર્થનમાં અને કીર્તિ પટેલના વિરોધમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા બાદ કીર્તિ પટેલ સહિત 4-5 લોકોએ જૂનાગઢના આ યુવકને ધમકાવ્યો હતો, જેના કારણે તેણે જેતપુરમાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે કીર્તિ પટેલ સહિત 5 લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ કીર્તિ પટેલે વિવાદ સર્જતા જૂનાગઢના યુટ્યૂબર અબજલ સીડાએ યુટ્યૂબ પર લાઈવ કર્યું હતું, જેના કારણે કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અબજલ પાસે રૂપિયા 20 લાખની ખંડણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવવાની ચીમકી આપી હતી, જેના કારણે અબજલ સીડાએ 2 વખત ફિનાઈલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ સામે છેલ્લા 7 દિવસમાં જૂનાગઢમાં આ ત્રીજો ગુનો નોંધાયો છે.

youtuber3
gujarati.news18.com

​ફરિયાદી અબજલ સીડા, જે પોતે એક યુટ્યૂબર છે, તેણે પોલીસ સમક્ષ લખાવેલી વિગતો મુજબ તાજેતરમાં જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેલયો યોજાયો હતો, જેમાં કીર્તિ પટેલે સાધુના વેશમાં મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું હતું. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ સર્જાયો હતો.

અબજલના જણાવ્યા અનુસાર, કીર્તિ પટેલે ત્યારબાદ સાધુ-સંતો અને સનાતન ધર્મ વિરુદ્ધ વાંધાજનક વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. ફરિયાદી મુસ્લિમ હોવા છતા સનાતન ધર્મમાં અતૂટ આસ્થા ધરાવતો હોવાથી તેણે કીર્તિ પટેલના આ વીડિયોનો વિરોધ કરતા વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા.

​અબજલે આરોપ લગાવ્યો કે તેના વિરોધપ્રદર્શનવાળા વીડિયોને કારણે કીર્તિ પટેલના વ્યૂઅર્સમાં મોટો ઘટાડો થયો હતો, એટલે કીર્તી પટેલ અને તેના સાગરીત- જૂનાગઢની દિવ્યા સાવલાણી, તેનો બોયફ્રેન્ડ જશપાલસિંહ, અને સુરતના હનુ ચાવડા અને વિરમ મેવાડાએ એકજૂથ થઈને અબજલને ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ પર કોલ કરી ધમકાવતા હતા. તેમણે અબજલને કહ્યું હતું કે તારા વીડિયોના કારણે અમારા વ્યૂઅર્સ ઘટી ગયા છે એટલે તારે કીર્તિ પટેલને 20 લાખ રૂપિયા આપવા પડશે.

youtuber4
gujarati.news18.com

​ફરિયાદ મુજબ આરોપી દિવ્યા સાવલાણી અને જશપાલસિંહે અબજલને વ્હોટ્સએપ કોલ કરીને ગંદી ગાળો આપી હતી અને ધમકી આપી હતી કે જો તે વીડિયો ડીલિટ નહીં કરે અને 20 લાખ રૂપિયા નહીં આપે તો તેને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવામાં આવશે. માત્ર આટલું જ નહીં, આરોપીઓએ અમે તારા ઘરે આવીએ છીએ, તું તૈયાર રહેજે એવી ધમકી આપતા અબજલ માનસિક રીતે ભાંગી પડ્યો હતો.

આરોપીઓ માથાભારે હોવાથી અને અગાઉ પણ અનેક ઝઘડાઓમાં સંડોવાયેલા હોવાથી અબજલને ડર લાગ્યો હતો કે તેની આખી જિંદગી જેલમાં બરબાદ થઈ જશે. 20 ફેબ્રુઆરીની સાંજે જ્યારે જશપાલસિંહ અને દિવ્યાએ કોન્ફરન્સ કોલ પર ધમકી આપી ત્યારે ગભરાઈ ગયેલા અબજલે પોતાના ઘરે જ બાથરૂમમાં રાખેલું ફિનાઈલ ગટગટાવી લીધું હતું. ત્યારબાદ તે ઘરેથી નીકળીને જેતપુર નવાગઢ પાસે ભાદર નદીના રેલવે પુલ પાસે ગયો અને ત્યાં ફરીથી ફિનાઈલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

​ઘટનાસ્થળેથી પસાર થતી એક મહિલાએ અબજલને પીડાતો જોઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના કારણે તેને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ બેડ પરથી અબજલે પોલીસને આપેલા નિવેદનમાં કીર્તિ પટેલ, દિવ્યા સાવલાણી (જૂનાગઢ), જશપાલસિંહ (દિવ્યાનો બોયફ્રેન્ડ), હનુ ચાવડા (સુરત) અને વિરમ મેવાડા (સુરત)ના નામ આપ્યાં છે અને તેમની સામે કડક કાર્યવાહીની માગ કરી છે.

youtuber4
gujarati.news18.com

પીડિતે કહ્યું કે, મને જશપાલસિંહ પાજીનો ફોન આવ્યો હતો. તેને કહ્યું ક્યાં છો?, મેં કહ્યું હતું મારા ઘરે છું. તો તે કહે ઘરે જ રહેજે. તેણે કહ્યું- તું અમારા સનાતન ધર્મ વિશે વીડિયો કેમ બનાવે છે. તો મેં કહ્યું કે- હું ન તો હિન્દુ છું, ન તો મુસ્લિમ છું. હમ સબ એક હૈ, મેરા ભારત મહાન. મને કહ્યું- ઈન્દ્રભારતી બાપુ તારા શું થાય? તો મેં કહ્યું મારા બાપ સમાન છે. તેણે મને વીડિયો ડીલિટ કરવા કહ્યું- પરંતુ મેં ડિલિટ કરવાની ના પાડી. જશપાલસિંહ, અનુભાઈ, વિક્રમ, કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી 5 જણા કોન્ફરન્સમાં હતા. તેણે કહ્યું- તારે વીડિયો ડીલિટ ન કરવા હોય તો 20 લાખ રૂપિયા આપી દે. મેં ડરના કારણે ફિનાઈલ પી લીધું.

આ મામલે આરોપીઓમાંથી એક દિવ્યા સાવલાણીએ કહ્યું હતું કે, હું અબજલને ઓળખતી પણ નથી. આ બધું કીર્તિ પટેલના વિવાદ અને TRP મેળવવા માટે કરવામાં આવી રહ્યું છે. તેણે કીર્તિ પટેલને લાઈવમાં અપશબ્દો બોલ્યા હતા, જે એક હિન્દુ સમાજની દીકરી હોવાના નાતે સહન કરી શકાય તેમ નથી. મેં તેને માત્ર એટલું જ કહ્યું હતું કે તારે આ બધું બંધ કરવું જોઈએ.

તે વ્યક્તિ અગાઉ પણ અનેક લોકો સાથે આમ કરી ચૂક્યો છે અને વારંવાર પૈસાની માંગણી પણ કરતો રહ્યો છે. કાલે જ્યારે તે લાઈવ હતો ત્યારે સુરતનો ભૂવો પણ તેમાં સામેલ હતો. તે વારંવાર કહે છે કે ઇન્દ્રભારતી બાપુ તેના પિતા સમાન છે, પરંતુ આ બધું તેની પાસે કરાવવામાં આવ્યું છે.

youtuber5
gujarati.news18.com

તે વ્યક્તિનો મને ઘણો સમય પહેલા વૉટ્સએપ પર વીડિયો કોલ આવ્યો હતો. ત્યારે તેણે કીર્તિ પટેલને પોતાની બહેન ગણાવી હતી અને વાત કરાવવા વિનંતી કરી હતી. પરંતુ કીર્તિએ તેને મચક નહોતી આપી અને આવા લોકો સાથે વાત કરવાની ના પાડી દીધી હતી.

આ બધું કાવતરું કીર્તિ પટેલને રોકવા માટે કરવામાં આવી રહ્યું છે. દિવ્યાએ કહ્યું કે, ભવિષ્યમાં કીર્તિ પટેલ કોઈ મોટા સાધુ-સંતો કે ઇન્દ્રભારતી જેવા લોકોના અસલી રહસ્યો ન ખોલે તે માટે આ બધું પ્રપંચ રચવામાં આવ્યું છે. ખંડણી માંગવાના આક્ષેપો પર તેણે કહ્યું હતું કે, ‘હું સિંધી છું અને મારી પર લાલ સાંઈની કૃપા છે. મારે આવા લોકો પાસે ખંડણી માંગવાની કોઈ જરૂર નથી, જેમની ઔકાત પણ ન હોય.

​જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ઝીરો નંબરથી એન્ટ્રી કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને પૈસા ખંખેરવા માટે રચાતા આ માયાજાળમાં કીર્તિ પટેલ ગેંગની સંડોવણીથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે મોબાઈલ લોકેશન અને વ્હોટ્સએપ કોલ રેકોર્ડિંગના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

youtuber1
divyabhaskar.co.in

ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ અગાઉ પણ અનેકવાર પોલીસ સાથે ગેરવર્તન અને મારપીટના કેસોમાં સંડોવાયેલી રહી છે અને જેલવાસ પણ ભોગવી ચૂકી છે. સાથે જ તાજેતરમાં જૂનાગઢ મૃગીકુંડમાં સ્નાન વાળી ઘટનામાં તેણીએ મહિલા PI સાથે કરેલી બબાલ બાદ મામલે એક FIR અને આ મામલે સાધુ સંતો તરફથી પણ એક FIR એમ કુલ બે ફરિયાદ તો પહેલાથી જ નોંધાય ચૂંકી છે, ત્યારે હાલ આ કિસ્સામાં વધુ એક ફરિયાદ સાથે કુલ 3-3 ફરિયાદ પોલીસમાં નોંધાતા તેની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.