સુધરે એ કીર્તિ નહીં, પોલીસ કસ્ટડીમાં પણ હસતા-હસતા ટાટા-બાય બાય કરતી ગઈ, પોલીસ પહેલા કીર્તિની ડુપ્લિકેટને લાવી પછી...

સતત વિવાદોમાં રહેતી સુરતની યુટ્યુબર અને ઇન્ફ્લૂએન્સર કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી હતી. તેની સામે જૂનાગઢમાં 7 દિવસમાં 3 પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ કીર્તિ પટેલને રાજસ્થાનથી લાવીને જૂનાગઢ પહોંચી હતી. ત્યારબાદ તેને સિવિલ હૉસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરવવામાં આવ્યું હતું.02

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, કીર્તિ પટેલની ધરપકડ કર્યા બાદ પોલીસે તેને મીડિયાથી દૂર રાખી હતી અને સુરક્ષાના કારણોસર 'ડબલ રોલ' જેવી રણનીતિ અપનાવી હતી. પહેલાં એક મહિલાને કીર્તિ પટેલ જેવા જ કપડાં પહેરાવી નકલી કીર્તિ તૈયાર કરી હતી. તેણે મોઢું બાંધી રાખ્યું હતું. ત્યારબાદ અસલી કીર્તિને બતાવી હતી.

નકલી કીર્તિના હાથ પર કોઈ બ્રેસલેટ પણ હોતું નથી, જ્યારે અસલી કીર્તિ હાથ પર બ્રેસલેટ છે. બંનેને અલગ-અલગ 2 પોલીસ ગાડીઓમાં લઈ જવામાં આવી હતી. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પોલીસે કીર્તિને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે કીર્તિના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તે કોર્ટમાંથી બહાર નીકળીને પોલીસની ગાડીમાં બેસીને નફ્ફટાઇથી હસતા મીડિયાને ટાટા કહેતી જોવા મળી હતી.

kirti patel
divyabhaskar.co.in

આ મામલે DySP રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે, ધાર્મિક લાગણી દુભાવવાના ગુનાને લીધે કીર્તિ પટેલ પર હુમલો થવાની કે જીવનો જોખમ હોવાની શક્યતા હતી, એટલે સુરક્ષાના કારણોસર તેનું મોઢું ઢાંકીને લઈ જવામાં આવી હતી. જોકે, ડબલ રોલ ઊભો કરવાના પ્રશ્ન પર પોલીસે સ્પષ્ટ જવાબ આપવાને બદલે સુરક્ષા અને ન્યાયિક પ્રક્રિયાના ઝડપી નિકાલનો તર્ક આપ્યો હતો.

​તપાસની વિગતો આપતા DySPએ જણાવ્યું કે, ‘21 ફેબ્રુઆરી 2026ના રોજ અબજલ સીડા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ વિરુદ્ધ 20 લાખની ખંડણી માંગવા, ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવા અને જીવથી મારી નાખવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

છેલ્લા કેટલાક દિવસોમાં કીર્તિ સામે 3 ફરિયાદ નોંધાઈ હતી. 16 ફેબ્રુઆરીએ જૂનાગઢમાં શિવરાત્રિના મેળામાં મહિલા PI કે.જે.મોડ (જૂનાગઢ રેન્જ કચેરી) દ્વારા નોંધાવવામાં આવી હતી. આ મહિલા પોલીસ અધિકારીએ તેની સાથે ધમકી, શાંતિ ભંગ અને ફરજમાં બાધા નાખવા બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 18 ફેબ્રુઆરીના રોજ ભાલકાતીર્થ નજીક આવેલા નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુએ સદીઓ જૂની ધાર્મિક પરંપરાનો ભંગ કરવા અને મૃગીકુંડની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી હતી. અને 21 ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી ફિનાઈલ પી લેતા અબજલ સીડાએ ફરિયાદ નોંધાવી હતી.

શું છે સમગ્ર મામલો?

જૂનાગઢમાં યોજાયેલા મહા શિવરાત્રીના મેળા દરમિયાન કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન કરતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાના વીડિયોનો વિરોધ કરવા જૂનાગઢના યુટ્યુબર અબજલ સીડાએ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું. અબજલના આ વીડિયો બાદ કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટવા લાગ્યા હતા, જેનો મલાલ રાખી કીર્તિ અને તેની ટોળકીએ અબજલને ધમકી આપી હતી.

kirti-patel

આ કારણસર કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અબજલ પાસે 20 લાખ રૂપિયાની ખંડણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી, જેના કારણે અબજલ સીડાએ બેવાર ફિનાઈલ ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓના ત્રાસથી કંટાળી અબજલ સીડાએ પહેલા પોતાના ઘરે ફિનાઈલ પીધું હતું. ત્યારબાદ જેતપુર નવાગઢ પાસે ભાદરના પુલ નજીક બીજી વખત ફિનાઈલ પીધું હતું. હાલમાં યુવક સારવાર હેઠળ છે અને તેની હાલત પર નજર રાખવામાં આવી રહી છે.

આ ઘટનાની ગંભીરતાને જોતા જૂનાગઢના ઉદ્યોગનગર પોલીસ મથકે કીર્તિ પટેલ સહિત દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ તમામ સામે ખંડણી, ધમકી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાના પ્રયાસ હેઠળ તપાસ તેજ કરી હતી. વારંવાર વિવાદોમાં આવતી કીર્તિ પટેલ સામે આ વખતે પોલીસ કડક વલણ અપનાવે તેવી શક્યતા છે.

About The Author

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.