સાયન્સ સિટી આવાસ યોજનામાં ગેરકાયદેસર PGનો પર્દાફાશ, AMCની કાર્યવાહી

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી 'LIG 19 - એવરેસ્ટ એન્કલેવ' આવાસ યોજનામાં સરકારી નિયમોના ધજાગરા ઉડાડતા હોવાનું બહાર આવ્યું છે. અહીં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ફાળવવામાં આવેલા મકાનોમાં વ્યવસાયિક રીતે પેઈંગ ગેસ્ટ (PG) ચલાવવામાં આવતું હતું અને મકાનો હોટલની જેમ ભાડે આપવામાં આવતા હતા.

Housing-Scheme1
tv9gujarati.com

તપાસ અને કાર્યવાહી:

આશ્ચર્યની વાત એ છે કે આ સરકારી મકાનોનું ઓનલાઈન બુકિંગ 'Airbnb' જેવી વેબસાઈટ પર કરવામાં આવતું હતું. સોશિયલ મીડિયામાં પણ આ મકાનો ભાડે આપવાની જાહેરાતો કરવામાં આવતી હતી.

ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની વિજિલન્સ ટીમે દરોડો પાડ્યો હતો. કુલ 336 મકાનોમાંથી 43 મકાનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બ્લોક નંબર 2 અને 5 ના ચોક્કસ મકાનોમાં મુસાફરોને બે-ત્રણ દિવસ માટે હોટલની જેમ રાખવામાં આવતા હતા, જેનું ભાડું દિવસના 2,000 થી 3,000 રૂપિયા વસૂલવામાં આવતું હતું.

Housing-Scheme2
gujaratsamachar.com

હાઉસિંગ કમિટીના ચેરમેનના જણાવ્યા અનુસાર, આ મકાનો વર્ષ 2025માં જ ફાળવવામાં આવ્યા હતા. માત્ર એક જ વર્ષમાં તેનો વ્યવસાયિક ઉપયોગ શરૂ થઈ જવો તે ગંભીર બાબત છે. AMC એ સ્પષ્ટ કર્યું છે કે, જે મકાનોમાં લાભાર્થી સિવાય અન્ય લોકો રહેતા હશે અથવા જે ભાડે આપવામાં આવ્યા હશે, તે તમામ મકાનો સીલ કરવામાં આવશે.

નિયમભંગ કરનાર મકાન માલિકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં સરકારી આવાસ યોજનામાં આ પ્રકારે હાઈ-ટેક પદ્ધતિથી PG કે હોટલ ચલાવવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાય છે. હાલ વિજિલન્સ ટીમ વધુ તપાસ કરી રહી છે કે આ નેટવર્ક પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે.

About The Author

Related Posts

Top News

વિદેશમાં કમાણી, કરોડોની બચત છતા ભારતીયો દેશ પાછા કેમ નથી આવવા માંગતા?

જે ભારતીયો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે કે પછી બીજા કોઈ વિકસિત દેશોમાં જાય છે તેમનો મુખ્ય હેતુ...
National 
વિદેશમાં કમાણી, કરોડોની બચત છતા ભારતીયો દેશ પાછા કેમ નથી આવવા માંગતા?

અધિકારી પોતાની ઓફિસ સામે 'ભીખ માંગવાનો વાટકો' લઈને બેસી ગયા; કારણ જાણીને તમને ગુસ્સો આવશે

બિહારના બક્સરની એક મહિલા ગ્રામીણ અધિકારીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે એકલી બેઠેલી જોવા મળે છે...
National 
અધિકારી પોતાની ઓફિસ સામે 'ભીખ માંગવાનો વાટકો' લઈને બેસી ગયા; કારણ જાણીને તમને ગુસ્સો આવશે

શું કફન પર હજુ પણ GST લાગે છે? સરકારે આપ્યો આ જવાબ

તાજેતરમાં જ, સંસદમાં વાતાવરણ એ સમયે ગરમાયું હતું, જ્યારે લોકસભાના એક સાંસદે દૂધ અને શિક્ષણ જેવી મૂળભૂત જરૂરિયાતો...
Business 
શું કફન પર હજુ પણ GST લાગે છે? સરકારે આપ્યો આ જવાબ

કૂતરા 'ટોમી'ના ભણવા પર મહિને 1.68 લાખ ખર્ચ કરે છે મહિલા! બસમાં શાળાએ જાય છે, સુવિધાઓ એવી કે માણસોને ઈર્ષ્યા આવે

ચીનના શાંઘાઈમાં એક મહિલાએ તેના પાલતુ સમોયેડ કૂતરાને 'ડોગ કિન્ડરગાર્ટન'માં દાખલ કરવા માટે દર મહિને રૂ. 1.68...
World 
કૂતરા 'ટોમી'ના ભણવા પર મહિને 1.68 લાખ ખર્ચ કરે છે મહિલા! બસમાં શાળાએ જાય છે, સુવિધાઓ એવી કે માણસોને ઈર્ષ્યા આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.