ડી. સી.પટેલ બોક્સ ક્રિકેટ ચેમ્પિયન્સ ટ્રોફીનું સમાપન, મુનાફ અને જીતીન પટેલ હાજર

સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા 22 ઓગષ્ટથી ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસની જુદી જુદી પાંચ કોલેજોના વિદ્યાર્થીઓ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દિવસ ચાલેલા આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ 172 ટીમો ભાગ લીધો હતો. મહિલા અને પુરુષોની ટીમો વચ્ચે જામેલા બોક્સ ક્રિકેટના આ રોમાંચક મુકાબલામા ફાઇનલ મેચોમાં મહિલા કેટેગરીમાં સિસ્ટમ સ્કવાડ અને પુરુષ કેટેગરીમાં લિજન્ડ્સ ટીમ વિજેતા બની હતી. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ખાસ મહેમાન તરીકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને જતીન પરાંજપે ઉપસ્થિત રહ્યા હતા.

ટુર્નામેન્ટ અંગે માહિતી આપતા સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમીના ચેરમેન કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે બોક્સ ક્રિકેટ ઇન્ડોર ગેમ છે એટલે ચોમાસાની ઋતુમાં પણ રમી શકાય છે અને વિદ્યાર્થીઓમાં ખેલદિલી હંમેશા જાગૃત રહે તે બાબતને કેન્દ્રમાં રાખી સી.બી. પટેલ ક્રિકેટ અને ફૂટબોલ એકેડેમી દ્વારા ડી. સી. પટેલ એજ્યુકેશનલ કેમ્પસના સહયોગથી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં ડી.સી. પટેલ એજયુકેશનલ કેમ્પસમાં આવેલી પાંચ કોલેજની 172 ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન 22મી ઓગષ્ટના રોજ સવારે 9 કલાકે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના પ્રમુખ પંકજભાઈ ગીજુભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડી. સી.પટેલ એજયુકેશનલ કેમ્પસના પ્રમુખ પંકજભાઈ ગીજુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તથા અન્ય સભ્યોએ પણ હાજરી આપી હતી. ટુર્નામેન્ટમાં વિશેષ અતિથિ તરીકે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ અને ઇન્ડિયન સિલેકશન પેનલના સભ્ય તેમજ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જતીન પરાંજપે ઉપસ્થિત રહ્યા હતા. પાંચ દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા અને પુરુષ એમ બે કેટેગરીમાં ટુર્નામેન્ટ યોજાઈ હતી. ટુર્નામેન્ટ દરમિયાન કુલ 125 મેચો અને 252 ઇનિગ્સ રમાઈ હતી. કુલ 19213 રન બન્યા હતા અને 1090 વિકેટ ગઈ હતી. ટુર્નામેન્ટમાં કુલ 2263 સિક્સ અને 610 ફોર વાગ્યા હતાં. 69 વખત 50 થી વધુ રનની પાર્ટનરશીપ થઈ હતી. મહિલા કેટેગરીમાં ફાઇનલ મેચ સિસ્ટમ સ્કવાડ અને પીચ સ્મેશર્સ વચ્ચે રમાઇ હતી, જેમાં સિસ્ટમ સ્કવાડ ચેમ્પિયન બની હતી, જ્યારે પુરુષ કેટેગરીમાં લિજન્ડસ્ અને ટીમ ચેમ્પિયન્સ વચ્ચે ફાઇનલ મુકાબલો ખેલાયો હતો, જેમાં લિજન્ડસ્ ટીમ ચેમ્પિયન બની હતી. તમેજ મહિલા કેટેગરીમાં ત્રીજા સ્થાને બી. એસસી એન્જલસ અને ચોથા સ્થાન પર સ્ટ્રાઈકિગ વોરિયર્સ રહી હતી અને પુરૂષ કેટેગરીમાં ત્રીજા સ્થાને પટેલ 11 અને ચોથા સ્થાને રેડ વિંગ્સ ટીમ રહી હતી.

About The Author

Related Posts

Top News

કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

IPL 2025મા કેએલ રાહુલનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગત સીઝન સુધી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)નો હિસ્સો રહેલા...
Sports 
કેએલ રાહુલની વિસ્ફોટક ઇનિંગથી સંજીવ ગોએન્કાનું મોઢું ફૂલ્યું, મેચ બાદ રાહુલે ઉદાસીનતાથી હેન્ડસેક કર્યો, વીડિયો વાયરલ

તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

Please, Thank You અને Sorryએ ત્રણ શબ્દો આપણા જીવનનો એક ભાગ બની ગયા છે. આ વાત તમને કડવી જ...
Tech & Auto 
તમારા Please અને Thank Youને કારણે ચેટ GPTને થઇ રહ્યું છે અબજોનું નુકસાન!

બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

T20 ક્રિકેટ લીગની વાત જ્યારે પણ આવે છે, ત્યારે સૌથી પહેલું નામ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આવે...
Sports 
બંને લીગોની તુલના કંઈ રીતે કરવી? PSLના ટોપ-10 ખેલાડીઓ જેટલી તો કોહલી એકલાની જ સેલેરી છે

ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ

ક્લીનરૂમ્સ કન્ટેનમેન્ટ્સના સંસ્થાપક અને CEO રવિકુમાર તુમ્મલાચર્લાએ એપ્રિલમાં રજાઓની લિસ્ટ લિંક્ડઇન પર શેર કરી છે. તેમણે દેશની સાર્વજનિક રજાના કેલેન્ડર...
ચીન 60 વર્ષ આગળ, શું કહીને આ ભારતીય કંપનીના CEOએ ‘હોલિડે કલ્ચર’ પર ઉઠાવ્યા સવાલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.