ગુજરાતની મહિલાઓમાં ડાયાબિટિસનું પ્રમાણ અચાનક વધી ગયું

ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ડાયાબિટીશના દર્દીઓ વધી ગયા છે. કોરોના પછી તો આ આંકડો રોકેટગતિએ વધ્યો છે. મહિલાઓ કરતાં પુરૂષોમાં ડાયાબિટીશનના દર્દીઓ વધુ જોવા મળ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં આ સંખ્યા બમણી થઇ છે. ચોંકાવનારી બાબત એવી છે કે મહિલાઓમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે ગુજરાતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી છે. 14.8 ટકા મહિલાઓ અને 16.1 ટકા પુરુષોમાં રેન્ડમ બ્લડ સુગરનું પ્રમાણ વધારે છે. સૌથી વધારે ડાયાબિટીસ ધરાવતી મહિલાઓ સાથે કેરળ બધા રાજ્યો કરતાં આગળ છે.

આ સર્વે 2019થી 2021ની વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે, મહિલાઓમાં ઉચ્ચ અને ખૂબ જ ઉચ્ચ રેન્ડમ બ્લડ ગ્લુકોઝનું જોવા મળ્યું છે. 2015-16માં કરવામાં આવેલા સર્વેમાં આ પ્રમાણ 5.8 ટકા હતું જ્યારે પુરૂષોમાં 7.6 ટકા જોવા મળ્યું હતું. ચાર વર્ષ પછી બમણો વધારો જોવા મળે છે.

દેશભરમાં, 12.4 ટકા મહિલાઓ અને 14.4 ટકા પુરુષોમાં ઉચ્ચ RBG નોંધાયો હતો. કેરળ સૌથી વધુ 21.4% ડાયાબિટીક મહિલાઓ સાથે આગળ હતું, ત્યારબાદ તમિલનાડુ (18.6%) અને આંધ્રપ્રદેશ (17.4%) છે. પુરુષોની કેટેગરીમાં, ગુજરાત કેરળથી આગળ હતું અને 23.6% પુરુષો ડાયાબિટીસ ધરાવતા હતા, ત્યારબાદ તમિલનાડુ (20%) અને આંધ્રપ્રદેશમાં (19.8%) હતા.

તબીબો જણાવે છે કે માત્ર ગળ્યું ખાવાથી ડાયાબિટીશ થતો નથી પરંતુ તે સાથે તનાવ અને હોર્મોનલ અસંતુલન પણ જવાબદાર છે. હાઇ બ્લડપ્રેશર પણ એક કારણ છે. ડાયાબિટીશમાં પહેલા મહિલાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની સંખ્યામાં પણ વધારો થયો છે.

About The Author

Top News

સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી...
Gujarat 
સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન ન આપવાના પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ...
National 
સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં એક બહુ મોટી સફળતા મળી છે. આ દેશવ્યાપી પરીક્ષા લીક નેટવર્કની તપાસના તાર હવે...
Education 
NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંપરાગત વિધિઓ અને દેખાડાથી દૂર રહીને નવદંપતીઓએ લગ્ન પહેલાં ...
National 
અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.